ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતના પડોશી દેશોમાં અનુભવાયા ભયાનક ભૂકંપના આંચકા

Earthquake : થાઈલેન્ડ, મ્યાનમાર અને ચીનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.9 નોંધાઈ હતી, જ્યારે મ્યાનમારમાં તે 7.2 માપવામાં આવી હતી.
12:51 PM Mar 28, 2025 IST | Hardik Shah
Earthquake : થાઈલેન્ડ, મ્યાનમાર અને ચીનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.9 નોંધાઈ હતી, જ્યારે મ્યાનમારમાં તે 7.2 માપવામાં આવી હતી.
earthquake in India neighboring countries

Earthquake : થાઈલેન્ડ, મ્યાનમાર અને ચીનમાં શક્તિશાળી ભૂકંપના આંચકાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.9 નોંધાઈ હતી, જ્યારે મ્યાનમારમાં તે 7.2 માપવામાં આવી હતી, અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

જાનહાનિના કોઈ સમાચાર નથી

જણાવી દઇએ કે, થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આંચકાઓથી અફરાતફરી મચી ગઈ, જ્યારે ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરમાં પણ લોકોએ ધરતીના ધ્રુજારીનો અનુભવ કર્યો. આ ઘટનાથી મોટા પાયે નુકસાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે અનેક ઇમારતોને નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આવી ઘટનાઓની પુષ્ટિ થઈ રહી છે. જોકે, સદનસીબે અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભૂકંપની તીવ્રતાને જોતાં સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો સતર્ક બનીને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગમાં હતું. મ્યાનમારના મંડલેમાં ઇરાવદી નદી પરનો લોકપ્રિય અવા પુલ ભૂકંપના આંચકાને કારણે તૂટી પડ્યો હોવાના અહેવાલ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપના પહેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 હતી જ્યારે બીજા આંચકાની તીવ્રતા 7.0 હતી.

કેમ આવે છે ભૂકંપ?

પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે તેઓ એકબીજા સામે ઘસાય છે. જ્યારે તેઓ એકબીજા ઉપર ચઢે છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. આને ભૂકંપ કહેવાય છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ 1 થી 9 સુધીનો હોય છે. ભૂકંપની તીવ્રતા તેના કેન્દ્ર એટલે કે એપીસેન્ટરથી માપવામાં આવે છે. એનો અર્થ એ કે તે કેન્દ્રમાંથી નીકળતી ઊર્જા આ સ્કેલ પર માપવામાં આવે છે. 1 નો અર્થ એ છે કે ઓછી તીવ્રતાવાળી ઉર્જા મુક્ત થઈ રહી છે. 9 એટલે મહત્તમ. ખૂબ જ ભયાનક અને વિનાશક મોજું. તેઓ દૂર જતા નબળા પડતા જાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 હોય તો 40 કિલોમીટરની ત્રિજ્યામાં જોરદાર ધ્રુજારી આવે છે.

આ પણ વાંચો :  Earthquake in Tibet : તિબેટમાં ભૂકંપનું જોવા મળ્યું શક્તિશાળી સ્વરૂપ, 53 ના મોત, 62 ઈજાગ્રસ્ત

Tags :
7.2 magnitude earthquake7.9 magnitude earthquakeAva Bridge collapseBangkok earthquake tremorsBuildings damaged in earthquakeChina EarthquakeDisaster response teams alertearthquakeEarthquake depth 10 kmEarthquake EpicenterEarthquake in Delhi-NCREarthquake in MyanmarEarthquake Joltsearthquake newsEarthquake tremorsGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahIrrawaddy River bridge collapseMajor earthquake in Southeast AsiaMyanmar earthquakeNational Center for SeismologyNo casualties reportedSagging Myanmar earthquakeSeismic activitySocial media earthquake videosThailand earthquakeYunnan earthquake
Next Article