Trump: વેનેઝુએલાથી US કરશે 30 થી 50 મિલિયન બેરલ ઓઈલની આયાત, તેલ વેચાણની આવક પર રહેશે ટ્રમ્પનો કાબુ
- Trump : અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી આપ્યું નિવેદન
- અમેરિકા વેનેઝુએલાથી 30 થી 50 મિલિયન બેરલ ઓઈલની કરશે આયાત
- તેલ વેચાણમાંથી થતી આવક પર હશે ટ્રમ્પનું નિયંત્રણ
Trump: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો. જેમાં 40થી વધારે લોકોના મોત નિપજ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને નાર્કો-આતંકવાદને નાબૂદ કરવા માટે આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતુ. જો કે તાજેતરમાં ટ્રમ્પે વધુ એક નિવેદન આપી સ્પષ્ટકા કરી છે કે વેનેઝુએલા સામે અમેરિકાની કાર્યવાહી પાછળ તેલ મુખ્ય કારણ હતું. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર જણાવ્યું હતું કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને બજાર ભાવે 30 થી 50 મિલિયન બેરલ ઉચ્ચ ગુણવત્તાવાળું તેલ પૂરુ પાડશે.
વેનેઝુએલાના કારાકાસ પર અમેરિકાએ કરેલા હુમલામાં 24 સુરક્ષા અધિકારીઓના મોત થયા હોવાનું નિવેદન મંગળવારે આપ્યું છે. કારાકાસના અધિકારીઓના નિવેદન બાદ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે તેલ જહાજો દ્વારા પરિવહન કરવામાં આવશે અને સીધા અમેરિકામાં અનલોડિંગ ડોક પર લાવવામાં આવશે.
તેલ વેચાણમાંથી થતી આવક પર હશે ટ્રમ્પનું નિયંત્રણ
અમેરિકન રાષ્ટ્ર પતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેલ ભંડોળ પર નિયંત્રણ રહેશે, પરંતુ તેનો ઉપયોગ વેનેઝુએલા અને અમેરિકાના લોકોના હિત માટે કરવામાં આવશે. વ્હાઇટ હાઉસ શુક્રવારે ઓવલ ઓફિસમાં વેનેઝુએલા અંગે તેલ કંપનીના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરી રહ્યું છે. એક્સોન, શેવરોન અને કોનોકોફિલિપ્સના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
US President Donald J Trump posts, "I am pleased to announce that the Interim Authorities in Venezuela will be turning over between 30 and 50 MILLION Barrels of high-quality, sanctioned oil to the United States of America. This Oil will be sold at its market price, and that money… pic.twitter.com/m48isFvX8W
— ANI (@ANI) January 7, 2026
Trumpએ વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિને આપી ચેતવણી
મંગળવારે, વેનેઝુએલાના અધિકારીઓએ માદુરો પરના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા જાહેર કરી. આને કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ દ્વારા ટ્રમ્પ સામે બદલો લેવા તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે જો તેણી યોગ્ય પગલાં નહીં લે અને વેનેઝુએલાને અમેરિકન હિતોને અનુરૂપ દેશમાં રૂપાંતરિત નહીં કરે, તો તેણીને માદુરો કરતાં પણ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે.
ડેલ્સી રોડ્રિગ્ઝનો વળતો પ્રહાર
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે મંગળવારે કહ્યું, "વ્યક્તિગત રીતે, મને ધમકી આપનારાઓ માટે: મારું ભાવિ તેમના દ્વારા નહીં, પરંતુ ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે." વેનેઝુએલાના એટર્ની જનરલ, તારેક વિલિયમ સાબે કહ્યું કે કારાકાસમાં થયેલા હુમલામાં ઘણા અધિકારીઓ અને નાગરિકોના મોત થયા છે.
આ પણ વાંચો : ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની 'દાદાગીરી' સામે યુરોપના 7 દેશ એકજૂટ,સંયુકત નિવેદનથી કર્યો વિરોધ


