ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફરીથી થશે દોસ્તી? વેનેઝુએલામાં બબાલ વચ્ચે સાથે કર્યું ડિનર
. વેનેઝુએલા પર કાર્યવાહી કરીને માદુરોને અમેરિકાએ કસ્ટડીમાં લીધા
. માદુરો વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ એલન મસ્કના છે વિરોધી
. માદુરોની ધરપકડ બાદ ટ્રમ્પ-મસ્ક સાથે ડિનર કરતા જોવા મળ્યા
. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે થોડા મહિનાઓ પહેલા સર્જાયો હતો મતભેદ
. હવે મસ્ક અને ટ્રમ્પ બંને એકબીજાની ફરીથી નજીક આવતા હોવાના સંકેત
વોશિંગ્ટન: અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને એરેસ્ટ કરીને કસ્ટડીમાં લીધા છે. તેને લઈને આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. બીજી તરફ હવે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અને ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મિલેનિયા ટ્રમ્પ સાથે ડિનર કરતી તસ્વીર સામે આવી છે. તેને કારણે અટકળો લગાવાય રહી છે કે શું ટ્રમ્પ અને મસ્ક ફરી એકવાર નજીક આવી રહ્યા છે?
રસપ્રસદ વાત એ છે કે દુનિયાના સૌથી વધારે અમીર વ્યક્તિ એલન મસ્કે પોસ્ટ કેપ્શનમાં લખ્યું છે કે ગઈકાલ રાત્રે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ સાથે શાનદાર ડિનર કર્યું, 2026 ઘણું જ શાનદાર થવાનું છે.
Had a lovely dinner last night with @POTUS and @FLOTUS.
2026 is going to be amazing! pic.twitter.com/1Oq35b1PEC
— Elon Musk (@elonmusk) January 4, 2026
વેનેઝુએલાના સમર્થનની કહી હતી વાત
મહત્વપૂર્ણ છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને અમેરિકા દ્વારા કસ્ટડીમાં લેવાયા બાદ તેમણે સમગ્ર બબાલ વચ્ચે વેનેઝુએલાના સામાન્ય લોકોના સમર્થનની વાત કહી હતી. એલન મસ્કે કહ્યુ હતુ કે તેમની કંપની સ્ટારલિંક વેનેઝુએલામાં સામાન્ય નાગરિકોને મફત ઈન્ટરનેટની સુવિધા પણ આપશે.
In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP
— Elon Musk (@elonmusk) January 4, 2026
મસ્ક અને માદુરોમાં છે શત્રુતા
રસપ્રદ વાત એ પણ છે કે એલન મસ્ક અને વેનેઝુએલાના કસ્ટડીમાં લેવાયેલા નિકોલસ માદુરોમાં દુશ્મની છે. હવે આવા સમયગાળામાં મસ્ક અને ટ્રમ્પ ડિનર કરી રહ્યા છે, જ્યારે અમેરિકાની સેનાએ એક મોટું ઓપરેશન કર્યા બાદ માદુરોને વેનેઝુએલાથી કસ્ટડીમાં લીધા છે અને માદુરો ન્યૂયોર્કમાં કેદ છે. મસ્કે ટ્રમ્પને આ ઓપરેશન માટે અભિનંદન પણ આપ્યા હતા.
માદુરોએ એક્સ પર મૂક્યો હતો પ્રતિબંધ
મહત્વપૂર્ણ છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળમાં માદુરોએ એલન મસ્કને પોતાના કટ્ટર દુશ્મન ગણાવીને પોતાના દેશમાં એક્સના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ પણ લગાવી દીધો હતો. મસ્ક પણ માદુરોને તાનાશાહ ગણાવતા રહ્યા છે. તેવામાં માદુરોની કસ્ટડી વચ્ચે ટ્રમ્પ અને મસ્કનું સાથે આવવું દિલચસ્પ માનવામાં આવે છે.


