Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે 'Board of Peace'નું કર્યું ઔપચારિક એલાન, શું UN નું અસ્તિત્વ જોખમમાં?

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'બોર્ડ ઓફ પીસ' નામના નવા વૈશ્વિક સંગઠનની જાહેરાત કરીને ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં ભૂકંપ લાવી દીધો છે. યુએન (UN) જેવી સંસ્થાઓની નિષ્ફળતા અને રશિયા-યુક્રેન યુદ્ધમાં થયેલા હજારો સૈનિકોના મોતનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે એક નવો રસ્તો બતાવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે   board of peace નું કર્યું ઔપચારિક એલાન  શું un નું અસ્તિત્વ જોખમમાં
Advertisement
  • યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે '  Board of Peace ' ના ચાર્ટરની કરી જાહેરાત
  • ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં ફરી યુદ્ધ ફાટી નીકળવાની ટ્રમ્પની આશંકા
  • નવા શાંતિ બોર્ડમાં અમેરિકા અને પાકિસ્તાન સહિત 22 દેશોનો કરાયો સમાવેશ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) વૈશ્વિક સંઘર્ષોના કાયમી ઉકેલ માટે એક ઐતિહાસિક પગલું ભરતા 'બોર્ડ ઓફ પીસ' (Board of Peace) ના પ્રથમ ચાર્ટરની સત્તાવાર જાહેરાત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ નવી સંસ્થા વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બનશે અને વિશ્વના અનેક દેશો તેનો ભાગ બનવા ઉત્સુક છે.

Board of Peace : સંયુક્ત રાષ્ટ્ર (UN) અને બોર્ડ ઓફ પીસ

આ નવી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રનું સ્થાન લેશે તેવી આશંકાઓ પર પૂર્ણવિરામ મૂકતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર (United Nations - UN) સહિતની તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે. તેમણે UN ની ક્ષમતાના વખાણ કર્યા પરંતુ એમ પણ ઉમેર્યું કે તે અત્યાર સુધી અપેક્ષાઓ પર સંપૂર્ણપણે ખરું ઉતરી શક્યું નથી.

Advertisement

Advertisement

ભારત-પાકિસ્તાન અને રશિયા-યુક્રેન યુદ્ધ

ટ્રમ્પે તેમના સંબોધનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ભૂતકાળમાં તેમણે આઠ જેટલા સંભવિત યુદ્ધોને અટકાવ્યા છે, પરંતુ આગામી સમયમાં ફરી એકવાર ગંભીર સંઘર્ષ ફાટી નીકળવાની ભીતિ છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આ યુદ્ધ ધારણા કરતા વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં જ 29,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે અત્યંત ભયાનક છે.

શાંતિ બોર્ડમાં સામેલ દેશો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા આ શક્તિશાળી શાંતિ બોર્ડમાં વિશ્વના કુલ 22 મહત્વના દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સ (USA), પાકિસ્તાન (Pakistan), સાઉદી અરેબિયા (Saudi Arabia), યુએઈ (UAE), અને તુર્કી (Turkey) જેવા દેશો સામેલ છે. આ ઉપરાંત, મધ્ય-પૂર્વ અને યુરોપિયન ક્ષેત્રમાંથી બહેરીન, મોરોક્કો, ઇજિપ્ત, કતાર, જોર્ડન, બેલ્જિયમ, બલ્ગેરિયા, હંગેરી અને કોસોવો પણ આ શાંતિ અભિયાનનો ભાગ બન્યા છે. એશિયા અને દક્ષિણ અમેરિકા ખંડમાંથી ઇન્ડોનેશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, મંગોલિયા, આર્જેન્ટિના, પેરાગ્વે તેમજ કાકેસસ વિસ્તારના આર્મેનિયા અને અઝરબૈજાન જેવા દેશોને પણ આ ગ્લોબલ ચાર્ટરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગાઝા યુદ્ધ અને હમાસને ચેતવણી

ગાઝા યુદ્ધ (Gaza War) અંગે ટ્રમ્પે આશાવાદ વ્યક્ત કર્યો કે યુદ્ધ હવે અંતિમ તબક્કામાં છે. તેમણે હમાસ (Hamas) ને કડક શબ્દોમાં ચેતવણી આપી કે તેઓ શસ્ત્રો સોંપી દે અથવા અંત માટે તૈયાર રહે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામના સકારાત્મક પરિણામો બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: દાવોસમાં ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા 'અંગત મિત્ર', ભારત સાથે ટૂંક સમયમાં થશે મોટી ટ્રેડ ડીલ

Tags :
Advertisement

.

×