Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ખાડીમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પની એન્ટ્રી, ફસાયેલા જહાજોને બહાર કાઢવા 'Project Freedom'ની જાહેરાત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી ક્ષેત્રમાં ફસાયેલા વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે 'પ્રોજેક્ટ ફ્રીડમ' અભિયાનની જાહેરાત કરી છે. ટ્રમ્પે ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલ 14-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ અસ્વીકાર્ય ગણાવી ફગાવી દીધો છે. આ માનવીય રેસ્ક્યૂ ઓપરેશન સોમવારથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં શરૂ થશે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ કામગીરીમાં કોઈ પણ અવરોધને સહન કરવામાં આવશે નહીં.
ખાડીમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પની એન્ટ્રી  ફસાયેલા જહાજોને બહાર કાઢવા  project freedom ની જાહેરાત
Advertisement
  • મિડલ ઈસ્ટમાં અમેરિકાની મોટી જાહેરાત: Project Freedom લોન્ચ!
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને રેસ્ક્યૂ કરશે ટ્રમ્પ સરકાર
  • ઈરાનનો 14-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ અમેરિકાએ કર્યો ફગાવ્યો
  • "ઈરાની શરતો મને મંજૂર નથી": ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી
  • સોમવાર સવારથી શરૂ થશે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક મોટી સૈન્ય અને માનવીય પહેલ 'પ્રોજેક્ટ ફ્રીડમ' (Project Freedom) ની જાહેરાત કરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં (Strait of Hormuz) ફસાયેલા વ્યાપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે.

Advertisement

ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન દ્વારા આપવામાં આવેલા તાજેતરના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. 'ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ' મુજબ, ટ્રમ્પે ઈરાની ઓફરને ફગાવતા કહ્યું કે, "ઈરાન સમજૂતી કરવા ઈચ્છે છે, પરંતુ તેમણે જે શરતો મૂકી છે તે મને સ્વીકાર્ય નથી." ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાના 9-મુદ્દાના પ્રસ્તાવના જવાબમાં 14-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ (Iran Peace Proposal) મોકલ્યો હતો, જેમાં લેબનાન સહિતના તમામ મોરચે યુદ્ધ સમાપ્ત કરવાની માંગ હતી. જોકે, અમેરિકા બે મહિનાના યુદ્ધવિરામની તરફેણમાં છે, જ્યારે ઈરાન 30 દિવસમાં કાયમી ઉકેલ ઈચ્છે છે.

Advertisement

શું છે 'Project Freedom'?

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર જણાવ્યું કે દુનિયાભરના દેશોએ ફસાયેલા જહાજોને બચાવવા માટે અમેરિકાની મદદ માંગી છે. આ જહાજોમાં ભોજન અને જરૂરી સામગ્રીની અછત સર્જાઈ રહી છે, જે ક્રૂ મેમ્બર્સના સ્વાસ્થ્ય માટે જોખમી છે. પ્રોજેક્ટ ફ્રીડમ (Project Freedom) હેઠળ સોમવાર સવારથી આ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ માનવીય કાર્યમાં કોઈ અવરોધ ઉભો કરશે, તો અમેરિકા તેનો સખત તાકાતથી જવાબ આપશે.

આ પણ વાંચો : OPEC Plus દેશોએ ઓઇલનું ઉત્પાદન વધાર્યું, સંકટ સમયે મોટી આશા જાગી !

Tags :
Advertisement

.

×