શું PM મોદીએ અપાચે હેલિકોપ્ટર મુદ્દે ટ્રમ્પ પાસે મુલાકાત માગી હતી? જાણો શું છે સત્ય
- પીએમ મોદીએ મારી પાસે મુલાકાતની મંજૂરી માગી હતી" - ટ્રમ્પ (Trump Claim Modi Meeting)
- હેલિકોપ્ટર સોદામાં વિલંબને કારણે મોદી મળવા આવ્યા હોવાની ટ્રમ્પની શેખી
- ટ્રમ્પે પીએમ મોદી સાથેના કથિત સંવાદનો જાહેરમાં ઉલ્લેખ કર્યો
- 68 અપાચે હેલિકોપ્ટરના ઓર્ડરના બહાને ટ્રમ્પનું સનસનાટીભર્યું નિવેદન
- ભારતીય વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રતિભાવ પર સૌની નજર
Trump Claim Modi Meeting : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે અતિશયોક્તિભર્યો દાવો કરીને વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે અમેરિકા પાસેથી 68 અપાચે એટેક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો અને તેની ડિલિવરીમાં વિલંબ થતા પીએમ મોદીએ પોતે તેમને મળવાની વિનંતી કરી હતી. જોકે, સંરક્ષણ દસ્તાવેજો અને અધિકૃત આંકડાઓ ટ્રમ્પના આ દાવાને ખોટો સાબિત કરી રહ્યા છે.
શું હતો ટ્રમ્પનો દાવો અને હકીકત શું છે?
ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, "ભારત છેલ્લા 5 વર્ષથી હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યું હતું. પીએમ મોદી મારી પાસે આવ્યા અને પૂછ્યું કે 'સર શું હું તમને મળી શકું?' અને મેં હા પાડી." પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતે અત્યાર સુધીમાં કુલ માત્ર 28 અપાચે હેલિકોપ્ટરની જ ખરીદી કરી છે, જે ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવેલા 68ના આંકડા કરતા અડધાથી પણ ઓછા છે. ડિસેમ્બર 2025 સુધીમાં આ તમામ 28 હેલિકોપ્ટર ભારતને મળી ચૂક્યા છે.
Trump Claim Modi Meeting : બે તબક્કામાં થયા હતા સોદા
ભારતે બે અલગ-અલગ કરાર હેઠળ આ હેલિકોપ્ટરો ખરીદ્યા હતા:
પ્રથમ સોદો (2015): ઓબામા પ્રશાસન દરમિયાન વાયુસેના માટે 22 અપાચે હેલિકોપ્ટરનો સોદો થયો હતો, જેની ડિલિવરી 2020 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી.
બીજો સોદો (2020): જ્યારે ટ્રમ્પ ભારત આવ્યા હતા, ત્યારે સેના માટે 6 વધારાના હેલિકોપ્ટરનો સોદો થયો હતો. આ 6 હેલિકોપ્ટરની ડિલિવરીમાં ચોક્કસપણે વિલંબ થયો હતો, જેનો પીએમ મોદીએ 2025ની વ્હાઇટ હાઉસની મુલાકાત વખતે ઉલ્લેખ પણ કર્યો હતો.
BREAKING : Paw Paw Donald Trump is again mocking Narendra Modi's policy
"Modi is not happy with me as he is paying a lot of tariffs due to purchase of Russian oil. We are getting rich as $650B will inflow to US"
India needs an educated PM now 😭
pic.twitter.com/86RxGaTdpn— Amock_ (@Amockx2022) January 6, 2026
Trump Claim Modi Meeting : ડિલિવરીમાં કેમ થયો વિલંબ?
સપ્લાય ચેઈનની સમસ્યાઓ અને કોરોના બાદ બોઈંગના પ્લાન્ટમાં પાર્ટ્સની અછતને કારણે ડિલિવરીમાં 15 મહિનાનો વિલંબ થયો હતો. રસપ્રદ વાત એ છે કે, નવેમ્બર 2025માં જ્યારે છેલ્લા બેચના હેલિકોપ્ટર ભારત આવી રહ્યા હતા, ત્યારે તુર્કીએ તેના એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી ન આપતા વિમાનને પરત ફરવું પડ્યું હતું, જેના કારણે વધુ વિલંબ થયો હતો.
હવે ભારત 'પ્રચંડ' પર કરી રહ્યું છે ભરોસો
અમેરિકાની સપ્લાય ચેઈન પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત હવે 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સ્વદેશી 'પ્રચંડ' હેલિકોપ્ટર પર ભાર મૂકી રહ્યું છે. અપાચે ભારે હોવાથી અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં મર્યાદા ધરાવે છે, જ્યારે હલકું લડાકુ હેલિકોપ્ટર 'પ્રચંડ' 20 હજાર ફૂટની ઊંચાઈએ પણ આસાનીથી ઓપરેટ થઈ શકે છે. ભારત 156 જેટલા પ્રચંડ હેલિકોપ્ટર સંરક્ષણ દળમાં સામેલ કરવાની યોજના ધરાવે છે.
આ પણ વાંચો : Trump vs Gustavo Petro : 'દમ હોય તો પકડી બતાવો', આ દેશના રાષ્ટ્રપતિએ ફેંક્યો ટ્રમ્પને પડકાર!"


