અમેરિકામાં Donald Trump અને જેફરી એપ્સ્ટેઇનના જૂના વીડિયો પ્રોજેક્ટ કરી કરાયો અનોખો વિરોધ
- પત્રકારોના ડિનર કાર્યક્રમ દરમિયાન હોટલની દિવાલો પર વીડિયો ફૂટેજ દર્શાવાયા (Trump Epstein Controversy)
- ટ્રમ્પ અને જેફરી એપ્સ્ટેઇન વચ્ચેના જૂના સંબંધો અને ઇમેઇલ્સનો કરાયો પર્દાફાશ
- મોટી સંખ્યામાં હાજર મીડિયાકર્મીઓ અને અગ્રણી નેતાઓ સામે થયો વિરોધ
- 1990 ના દાયકાના સામાજિક સંબંધોને ફરીથી ચર્ચામાં લાવી ઘેરાયા ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં એક હાઈ-પ્રોફાઇલ ઈવેન્ટ દરમિયાન વિરોધકર્તાઓએ ટ્રમ્પ અને કુખ્યાત જેફરી એપ્સ્ટેઇન (Jeffrey Epstein) વચ્ચેના જૂના સંબંધોને ફરીથી તાજા કર્યા છે. વોશિંગ્ટન હિલ્ટન હોટલ (Washington Hilton Hotel) ની દિવાલો પર પ્રોજેક્ટર દ્વારા બંનેના ફોટા, વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ્સ દર્શાવીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
Trump Epstein Controversy : ભારે હોબાળો અને ડિજિટલ વિરોધ
આ ઘટના ત્યારે બની જ્યારે વ્હાઇટ હાઉસ (White House) ના પત્રકારો અને ટોચના રાજકીય નેતાઓ હોટલમાં ડિનર માટે એકત્ર થયા હતા. વિરોધકર્તાઓએ હોટલની બહારની દિવાલો પર ટ્રમ્પ અને એપ્સ્ટેઇન વચ્ચે થયેલા ઈમેઈલ અને તેમની જુની મુલાકાતોના ફૂટેજ પ્લે કર્યા હતા. આ દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો અને મીડિયાકર્મીઓ ઉમટી પડ્યા હતા. ટ્રમ્પ પોતે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે આ વિરોધ વધુ ચર્ચામાં રહ્યો છે.
Il montaggio di Trump ed Epstein è stato proiettato sull'edificio del DC Hilton in vista del White House Correspondents Dinner. pic.twitter.com/F67xV76j0n
— ANTONIO (@blusewillis2) April 25, 2026
ટ્રમ્પ અને એપ્સ્ટેઇન વચ્ચેના સંબંધોનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે 1990 ના દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન ઘણીવાર સામાજિક મેળાવડાઓમાં સાથે જોવા મળતા હતા. જોકે, જ્યારે એપ્સ્ટેઇન પર સગીર છોકરીઓના શોષણ (Sexual Abuse) ના ગંભીર આરોપો લાગ્યા, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેમણે વર્ષો પહેલા જ એપ્સ્ટેઇન સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ટ્રમ્પ સામે આ કેસમાં કોઈ કાયદાકીય આરોપ સાબિત થયા નથી, પરંતુ વિરોધ પક્ષો અને પ્રદર્શનકારીઓ અવારનવાર આ મુદ્દાને ઉછાળતા રહે છે.
મીડિયા સાથેનો છપ્પનનો આંકડો
ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી અમેરિકન મીડિયા (US Media) ના ટીકાકાર રહ્યા છે. તેઓ અનેકવાર પત્રકારોને "ફેક ન્યૂઝ" (Fake News) કહીને સંબોધતા હોય છે. વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓ સાથેના આ ડિનરમાં તેમની હાજરી અને બહાર ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શને રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં મોટો ઉલટફેર: શું હવે H-1B Visa ભૂતકાળ બની જશે? નવા બિલથી ખળભળાટ


