કેથરિનની એક અદા જોઈને ટ્રમ્પે તેના પતિને બનાવી દીધા ગૃહ સચિવ! નિમણૂકનો અજીબ કિસ્સો સામે આવતા વિવાદ
- વિડિયોમાં કેથરિન બર્ગમને ઘોડા પર જોઈને ટ્રમ્પ થયા મોહિત ( Donald Trump Flirty Comments)
- પત્નીને સુંદર લાગી એટલે પતિને આપી નોકરી: ટ્રમ્પ
- વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં સીધા જ ખુલાસો કર્યો
- સેક્સિસ્ટ ટિપ્પણી કરવાના આરોપો સાથે ટીકાનો સામનો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાની બેબાક શૈલી અને સ્ત્રીઓના દેખાવ પરની ટિપ્પણીઓને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે એક ચોંકાવનારો અને રોમેન્ટિક ટચ ધરાવતો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમણે ડગ બર્ગમ (Doug Burgum) ને અમેરિકાના ગૃહ સચિવ (US Interior Secretary) તરીકે એટલે પસંદ કર્યા કારણ કે તેમને બર્ગમની પત્ની કેથરિન બર્ગમ (Kathryn Burgum) ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી હતી.
Donald Trump Flirty Comments: કેથરિન પર ટ્રમ્પ ફિદા
વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસ (Oval Office) માં એક ગંભીર કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે મજાકિયા અને ફ્લર્ટિંગ અંદાજમાં કહ્યું કે, તેમણે પહેલીવાર આ દંપતીને એક વીડિયોમાં જોયું હતું. વીડિયોમાં કેથરિન ઘોડા પર સવારી કરી રહી હતી. ટ્રમ્પ તેની સુંદરતા અને અદા પર એટલા પ્રભાવિત થયા કે તેમણે તુરંત પૂછ્યું, "આ સુંદર સ્ત્રી કોણ છે?" કેથરિનનું આકર્ષણ એટલું હતું કે ટ્રમ્પે તેના પતિને પોતાની કેબિનેટમાં સ્થાન આપવાનું નક્કી કરી લીધું.
પ્રશંસા કે ફ્લર્ટિંગ? ટ્રમ્પનો અજીબ અંદાજ
ટ્રમ્પે કેથરિન તરફ ઈશારો કરતા કહ્યું, "તમારી સાથે તમારા જેવી સુંદર પત્ની હોવી એ જ તમારા પતિ માટે સૌથી મોટી પ્રશંસા છે." જોકે, બાદમાં તેમણે ડગ બર્ગમના અનુભવ અને ઉત્તર ડાકોટા (North Dakota) ના ગવર્નર તરીકેના તેમના કામની પ્રશંસા કરી હતી, પરંતુ સમગ્ર કાર્યક્રમમાં ટ્રમ્પનું ધ્યાન કેથરિનના વ્યક્તિત્વ અને તેમના દેખાવ પર વધુ રહ્યું હતું. તેમણે વારંવાર ભાર મૂક્યો કે બર્ગમની સફળતા પાછળ તેમની પત્નીનું 'ગ્લેમર' અને સાથ જવાબદાર છે.
નિવેદનથી અમેરિકી રાજકારણમાં ગરમાવો
ટ્રમ્પની આ ટિપ્પણીઓએ ફરી એકવાર વિવાદ છેડ્યો છે. ટીકાકારોનું કહેવું છે કે મંત્રીમંડળની નિમણૂક લાયકાત પર થવી જોઈએ, નહીં કે કોઈની પત્નીની સુંદરતા જોઈને. ડોનાલ્ડ ટ્રમ્પનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ મહિલાઓના કામ કરતા તેમના દેખાવ પર વધુ ટિપ્પણીઓ (Trump Comments on Women) કરે છે, જેના કારણે તેમને અગાઉ પણ મહિલા વિરોધી હોવાના આક્ષેપોનો સામનો કરવો પડ્યો છે.


