Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Germany ની ગાડીઓ પર 25% ટેક્સ અને સૈન્યમાં કાપ; Donald Trump ના એક નિર્ણયથી યુરોપમાં ફફડાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump જર્મની પ્રત્યે કડક વલણ અપનાવતા સૈન્ય કાપની મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે જર્મનીમાંથી માત્ર ૫ હજાર નહીં, પરંતુ તેનાથી વધુ સૈનિકો પાછા ખેંચાશે. આ ઉપરાંત, વ્યાપારિક વિવાદના કારણે જર્મન કાર અને ટ્રક પર 25% ટેરિફ લાદવાની પણ તૈયારી છે, જે જર્મનીની સુરક્ષા અને અર્થતંત્ર માટે મોટો ઝટકો સાબિત થશે.
germany ની ગાડીઓ પર 25  ટેક્સ અને સૈન્યમાં કાપ  donald trump ના એક નિર્ણયથી યુરોપમાં ફફડાટ
Advertisement
  • જર્મનીમાંથી હજારો અમેરિકી સૈનિકોની થશે છુટ્ટી
  • યુરોપિયન કાર અને ટ્રક પર 25% ટેક્સ ઝીંકાયો
  • 5 હજાર નહીં, સૈન્યમાં થશે તેનાથી મોટો કાપ
  • રશિયા સામે સુરક્ષા કવચ નબળું પડવાનો ડર
  • 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ સામે જર્મની લાચાર

'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ પર મક્કમ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જર્મની સામે બેવડા હુમલાની તૈયારી કરી રહ્યા હોય તેવું જણાય છે. એક તરફ સૈન્ય કાપ અને બીજી તરફ આર્થિક ફટકો આપતા તેમણે યુરોપિયન યુનિયનની કાર અને ટ્રક પર 25% ટેરિફ (Tarrif) લાદવાની જાહેરાત કરી છે. ફ્લોરિડામાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે બેટૂક શબ્દોમાં કહ્યું કે, "5 હજારનો આંકડો તો ખૂબ નાનો છે, અમે સૈન્યમાં તેનાથી પણ મોટી કપાત (Military Cut) કરવાના છીએ."

વ્યાપારિક સમજૂતીના ભંગથી ટ્રમ્પ નારાજ

ટ્રમ્પની નારાજગીનું મુખ્ય કારણ વ્યાપારિક વાયદાઓનું પાલન ન થવું હોવાનું મનાય છે. તેમણે આરોપ લગાવ્યો છે કે યુરોપિયન યુનિયને (European Union) પોતાના વચનો નિભાવ્યા નથી. આથી આગામી અઠવાડિયાથી જર્મનીમાં બનતી કાર અને ટ્રક પર 25% ટેક્સ વસૂલવામાં આવશે. ઓટોમોબાઈલ સેક્ટર માટે જાણીતા જર્મની માટે આ નિર્ણય મોટો આર્થિક ફટકો (Economic Blow) સાબિત થઈ શકે છે.

Advertisement

Advertisement

સુરક્ષા સામે સવાલો અને રશિયાનો ડર

હાલમાં જર્મનીમાં અંદાજે 36,000 અમેરિકી સૈનિકો તૈનાત છે. પેન્ટાગોન (Pentagon) મુજબ, આ સૈનિકોની વાપસી 6 થી 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જોકે, અમેરિકામાં પણ આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકી સૈન્ય જર્મની છોડશે, તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પોતાની તાકાત બતાવવાની તક મળી જશે, ખાસ કરીને એવા સમયે જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધને 5 વર્ષ પૂરા થવા આવ્યા છે. જર્મનીના રક્ષા મંત્રી બોરિસ પિસ્ટોરિયસે જણાવ્યું કે હવે યુરોપિયન દેશોએ પોતાની સુરક્ષાની જવાબદારી (Self Reliance) પોતે જ સંભાળવી પડશે.

આ પણ વાંચો : Inflation : યુએસ-ઈરાન ટકરાવથી દુનિયાના 21 દેશોની આર્થિક કમર તૂટી!

Tags :
Advertisement

.

×