Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની 'દાદાગીરી' સામે યુરોપના 7 દેશ એકજૂટ,સંયુકત નિવેદનથી કર્યો વિરોધ

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને અમેરિકાનું આગામી લક્ષ્ય ગણાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવ્યો છે. ટ્રમ્પની આ 'દાદાગીરી' સામે ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સહિત યુરોપના 7 શક્તિશાળી દેશોએ એકજૂટ થઈને સખત વિરોધ નોંધાવ્યો છે. આ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે આર્કટિક ક્ષેત્રની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય કોઈ બાહ્ય દબાણ વગર માત્ર ત્યાંના લોકો જ કરી શકે છે.
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની  દાદાગીરી  સામે યુરોપના 7 દેશ એકજૂટ સંયુકત નિવેદનથી કર્યો વિરોધ
Advertisement
  • અમેરિકાની નીતિ સામે યુરોપના દેશો થયા એકજૂટ (European Leaders vs Trump)
  • યુરોપના સાત દેશોએ ગ્રીનલેન્ડ મામલે USનો કર્યો વિરોઘ
  • ટ્રમ્પના ગ્રીનલેન્ડ ટાર્ગેટના નિવેદન પર સાત દેશો થયા એકજૂટ

અમેરિકાના દાદાગીરીવાળા વરણ સામે યુરોપ દેશ એકજૂટ થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આપેલા તાજેતરના નિવેદન બાદ વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતા ગ્રીનલેન્ડને પોતાનું આગામી લક્ષ્ય જાહેર કર્યું. ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પની ધમકીના જવાબમાં યુરોપિયન દેશો હવે એક થયા છે.

યુરોપના આ સાત દેશે ટ્રમ્પનો કર્યો વિરોધ

નોંધનીય છે કે ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનથી  સ્પષ્ટ કર્યું છે કે આર્કટિક ક્ષેત્રની સુરક્ષા યુરોપ માટે ટોચની પ્રાથમિકતા છે.  ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય ફક્ત ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના લોકો પર નિર્ભર છે.આ સંયુક્ત નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર મેર્ઝ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

સાત દેશના વડાઓએ આપ્યું સંયુકત નિવેદન

European Leaders vs Trump : ઉલ્લેખનીય છે કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આર્કટિક સુરક્ષા માત્ર યુરોપ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અને ટ્રાન્સ-એટલાન્ટિક સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. નાટોએ પહેલાથી જ આર્કટિકને પ્રાથમિકતા આપી દીધી છે. યુરોપિયન સાથીઓ ત્યાં તેમની હાજરી, લશ્કરી પ્રવૃત્તિઓ અને રોકાણો વધારી રહ્યા છે.યુરોપિયન નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે ડેનમાર્ક કિંગડમ, જેમાં ગ્રીનલેન્ડનો સમાવેશ થાય છે, તે નાટોનો ભાગ છે, અને આર્કટિક ક્ષેત્રમાં સુરક્ષા નાટો સાથીઓ, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મળીને સુનિશ્ચિત કરવી જોઈએ. આનાથી યુએન ચાર્ટરમાં સમાવિષ્ટ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સરહદોની અદમ્યતાના સિદ્ધાંતોનું પાલન થશે.નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 1951 ની સંરક્ષણ સંધિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ આ પ્રયાસમાં મુખ્ય ભાગીદાર છે, પરંતુ ગ્રીનલેન્ડના ભવિષ્ય અંગેના નિર્ણયો બાહ્ય દબાણ હેઠળ લેવામાં આવશે નહીં.

ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ મચી ગયો

European Leaders vs Trump : આ સંયુક્ત નિવેદનનો સમય પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વન પર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમે ગ્રીનલેન્ડ ઇચ્છીએ છીએ... રશિયન અને ચીની જહાજો હાલમાં ત્યાં હાજર છે." ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન ઇચ્છે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રીનલેન્ડનો નિયંત્રણ લે, અને આ યુએસ સુરક્ષા અને આર્થિક હિતો માટે જરૂરી છે. તેમના નિવેદન અંગે યુરોપમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લશ્કરે તૈયબાની PM મોદીને ધમકી, ગજવા-એ-હિંદ માટે પાકિસ્તાની સેના તૈયાર હોવાની શેખી મારી!

Tags :
Advertisement

.

×