ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump warns : 'જો ટેરિફ હટાવાશે તો અમેરિકામાં આવશે 1929 જેવી મહામંદી'

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ ને નબળો ન કરે અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે: ટ્રમ્પ મને અમેરિકન ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે Trump warns : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી...
11:40 PM Aug 08, 2025 IST | Hiren Dave
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ ને નબળો ન કરે અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે: ટ્રમ્પ મને અમેરિકન ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે Trump warns : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી...
Radical Left Court

Trump warns : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી (Trump warns)આપી હતી કે તેઓ ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)ને નબળો ન કરે. IEEPAનો ઉપયોગ ઘણીવાર અમેરિકન પ્રતિબંધ નીતિમાં કરવામાં આવે છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર વધારાની સત્તા આપે છે. તેનો ઉપયોગ કરીને ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.

અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે: ટ્રમ્પ (Trump warns)

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી અને દાવો કર્યો કે ટેરિફથી અમેરિકાને ઘણા આર્થિક ફાયદા મળી રહ્યા છે. તેમણે લખ્યું, 'ટેરિફનો શેરબજાર પર ભારે સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. લગભગ દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ ઉપરાંત આપણા દેશના ખજાનામાં સેંકડો અબજો ડોલર આવી રહ્યા છે.'

ટ્રમ્પે અમેરિકન કોર્ટને ચેતવણી આપી  Trump warns

ટ્રમ્પે કોર્ટને (Trump warns) ચેતવણી આપી હતી કે, 'જો IEEPAના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે, તો અમેરિકાની ઇકોનોમી નાશ પામશે. જો આવું થશે, તો 1929 જેવી મહામંદી આવશે. પછી અમેરિકા આવી ન્યાયિક સંકટમાંથી બહાર નીકળી શકશે નહીં. જોકે, મને અમેરિકન ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે. આ નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હોવો જોઈતો હતો, જેથી દેશની આર્થિક ગતિ વધુ સારી હોત.

આ પણ  વાંચો -India Russia : બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ ડરી રહ્યા છે?

રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ટાંકીને ટ્રમ્પે વારંવાર વેપાર પ્રતિબંધો લાદવા માટે IEEPAની મદદ લીધી છે. IEEPA હેઠળ રાષ્ટ્રપતિની શક્તિઓની મર્યાદાઓ પર વધતી કાનૂની તપાસ વચ્ચે તેમની ટિપ્પણી આવી છે. ઘણા કાનૂની નિષ્ણાતોનો તર્ક છે કે, વેપાર નીતિમાં આ કાયદાનો ઉપયોગ તેના મૂળ હેતુ સાથે દગો છે.

આ પણ  વાંચો -Tariff war : શું ભારતે US સાથે હથિયાર-વિમાનનો સોદો રદ કર્યો? જાણો સરકારે શું કહ્યું?

વિશ્વની અર્થવ્યવસ્થા પર લાંબા ગાળાની અસર પડી

1929માં અમેરિકન શેરબજારમાં ઘટાડા પછી શરૂ થયેલી મહામંદી આધુનિક ઇતિહાસની સૌથી ગંભીર આર્થિક મંદી હતી. આના કારણે બેંકો મોટાપાયે નાદાર થઈ ગઈ, લોકો બેરોજગાર થઈ ગયા, ઔદ્યોગિક ઉત્પાદન અને વૈશ્વિક વેપારમાં ભારે ઘટાડો થયો. આની અમેરિકા અને વિશ્વની અર્થવ્યવસ્થા પર લાંબા ગાળાની અસર પડી.

ટ્રમ્પની દલીલ- ટેરિફથી ફાયદો

ટ્રમ્પે દાવો કર્યો છે કે ટેરિફથી અમેરિકી અર્થવ્યવસ્થાને ફાયદો થયો છે. અબજો ડોલર અમેરિકાના ખજાનામાં આવી રહ્યા છે. શેર બજાર પર પણ તેની સકારાત્મક અસર પડી છે. તેને તેમણે અમેરિકા માટે સૌથી મોટું ધન અને તાકાતના યુગની સંજ્ઞા આપી દીધી. જો કે તેમની આ નીતિઓની ટીકા પણ થઈ રહી છે. કેટલાય અર્થશાસ્ત્રી કહી ચૂક્યા છે કે ટેરિફ્સથી ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધશે અને મોંઘવારી વધશે.

Tags :
Donald Trumpeconomic collapseEconomic PolicyGreat DepressionGreat Depression 1929Gujrata FirstRadical Left Courtreciprocal tariffstrade measurestrade wartrump tariff policyUS Economywealth creation
Next Article