Trump warning to Iran: ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને યાદ અપાવી 6 એપ્રિલની ડેડલાઈન! હોર્મુઝ ખોલો નહીંતર....!
વૈશ્વિક મંચ પર મહાયુદ્ધના વાદળો ઘેરાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 6 એપ્રિલની ડેડલાઈન યાદ અપાવીને માત્ર 48 કલાકમાં બરબાદ કરવાની વાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ અને જૂના સોદાના વિવાદમાં હવે અમેરિકા આરપારની લડાઈના મૂડમાં દેખાય છે. 35 દિવસથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે ટ્રમ્પની આ રહસ્યમય પોસ્ટમાં એવું તો શું છુપાયેલું છે જે ઈરાનની ઉંઘ ઉડાડી દેશે?
Advertisement
- 6 એપ્રિલની ડેડલાઈન પહેલા ટ્રમ્પની સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ (Trump warning to Iran)
- સોદો કરો અથવા બરબાદી માટે તૈયાર રહો : ડોનાલ્ડ ટ્રમ્પ
- હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકાનું ભારે દબાણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર એક અત્યંત આક્રમક પોસ્ટ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ટ્રમ્પે ઈરાનને (Iran) ચેતવણી આપતા જણાવ્યું છે કે તેમની પાસે હવે માત્ર 48 કલાકનો સમય બચ્યો છે, નહિતર ઈરાને મોટી તબાહીનો સામનો કરવો પડી શકે છે.

