Trump Iran Peace Deal: ટ્રમ્પે ઈરાન પરથી પ્રતિબંધો હટાવવાના અને સાથે મળીને કામ કરવાના આપ્યા સંકેત!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અત્યંત હકારાત્મક સંકેત આપતા જણાવ્યું છે કે, ઈરાનમાં શાસન પરિવર્તન બાદ હવે અમેરિકા તેની સાથે સહયોગ કરવા તૈયાર છે. યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) બંધ કરવાની શરતે અમેરિકા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોમાં (Sanctions) મોટી છૂટછાટ આપવા પર વિચાર કરી રહ્યું છે, જેનાથી મધ્ય પૂર્વમાં શાંતિની નવી આશા જન્મી છે.
Advertisement
- ઈરાનમાં સફળ 'શાસન પરિવર્તન' થયાનો ડોનાલ્ડ ટ્રમ્પનો સોશિયલ મીડિયા પર દાવો (Trump Iran Peace Deal)
- ઈરાને યુરેનિયમ સંવર્ધન બંધ કર્યું, અમેરિકા પરમાણુ સામગ્રી હટાવવામાં મદદ કરશે
- ચીનની મધ્યસ્થીથી 15 મહત્વના મુદ્દાઓ પર અમેરિકા-ઈરાન વચ્ચે સૈદ્ધાંતિક સહમતી
- ઈરાન પર લદાયેલા આકરા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોમાં મોટી રાહત મળવાના સંકેત
- હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાથી વૈશ્વિક ઉર્જા સંકટ હળવું થશે અને મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાશે
અમેરિકા (USA) અને ઈરાન (Iran) વચ્ચેના 40 દિવસના ભીષણ જંગ બાદ હવે સંબધોમાં મીઠાશ જોવા મળી રહી છે. બે અઠવાડિયાના યુદ્ધવિરામ [Ceasefire] ની જાહેરાત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પના મતે, ઈરાનમાં "સફળ શાસન પરિવર્તન" [Regime Change] થયું છે અને હવે બંને કટ્ટર હરીફ દેશો નજીકથી સાથે મળીને કામ કરશે.

