Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Trump Iran Nuclear Deal : પરમાણુ હથિયાર ન બનાવવાની ઈરાનની ખાતરી: ટ્રમ્પે કર્યો મોટો દાવો

મધ્ય-પૂર્વમાં શાંતિના પ્રયાસો વચ્ચે અમેરિકા અને ઈરાન ફરી એકવાર સામસામે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ શસ્ત્રો પર રોક લગાવવાના દાવા સાથે એક કડક શાંતિ પ્રસ્તાવ મૂક્યો છે, જ્યારે ઈરાને આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. અબજો ડોલરની સંપત્તિનો મુદ્દો અને પરમાણુ કાર્યક્રમ પરની જીદ વચ્ચે શું કોઈ ઉકેલ નીકળશે? વૈશ્વિક રાજનીતિનો આ જટિલ વળાંક અત્યારે આખી દુનિયાની નજરમાં છે.
trump iran nuclear deal   પરમાણુ હથિયાર ન બનાવવાની ઈરાનની ખાતરી  ટ્રમ્પે કર્યો મોટો દાવો
Advertisement

Trump Iran Nuclear Deal:  યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ઈરાન (Iran) વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમને ઈરાન તરફથી પરમાણુ શસ્ત્રો વિકસાવવા પર રોક લગાવવાની લેખિત ગેરંટી મળી છે. જોકે, બીજી તરફ તેહરાન (Tehran) અને વોશિંગ્ટન (Washington) વચ્ચેના મતભેદો હજુ પણ યથાવત છે. આ અંગે ઇરાને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

Trump Iran Nuclear Deal : ટ્રમ્પનો નવો ડ્રાફ્ટ અને શરતો

તાજેતરના અહેવાલો મુજબ, ટ્રમ્પે ઈરાનને શાંતિ પ્રસ્તાવનો એક નવો અને વધુ 'કડક' ડ્રાફ્ટ મોકલ્યો છે. આ ડ્રાફ્ટ મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટેનો એક પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. ટ્રમ્પની પ્રાથમિકતામાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને ફરીથી ખોલવા અને ઈરાનને પરમાણુ શસ્ત્રો (Nuclear Weapons) થી દૂર રાખવાનો સમાવેશ થાય છે.

Advertisement

ઈરાનનું વલણ અને શંકાઓ

ટ્રમ્પના દાવાઓ સામે ઈરાને સતત શંકા વ્યક્ત કરી છે. તેહરાનનું માનવું છે કે વાટાઘાટો શરૂ કરતા પહેલા તેમની સ્થિર કરાયેલી $12 બિલિયન (12 Billion USD) ની સંપત્તિ મુક્ત કરવી અનિવાર્ય છે. ઉપરાંત, ઈરાને યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) નાબૂદ કરવાના ટ્રમ્પના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. આ આખી પ્રક્રિયામાં લેબનોન (Lebanon) ના મુદ્દાને પણ સામેલ કરવાનો તેહરાનનો આગ્રહ વાટાઘાટોને વધુ જટિલ બનાવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Hormuz સ્ટ્રેટમાં અમેરિકી કાર્યવાહી, ઈરાન તરફ જતા જહાજ પર મિસાઈલ છોડી કરાયો હુમલો!

Tags :
Advertisement

.

×