Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Trump Iran War Deadline: ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માત્ર 7 દિવસ, અમેરિકી બંધારણના ચક્રવ્યૂહમાં ફસાયું ઈરાન યુદ્ધ!

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે યુદ્ધના મેદાન કરતા વોશિંગ્ટનના કાયદાકીય ગલિયારાઓમાં વધુ ફસાયેલા જોવા મળી રહ્યા છે. બંધારણની એવી કઈ કલમ છે જેણે ટ્રમ્પને માત્ર સાત દિવસનું અલ્ટીમેટમ આપી દીધું છે? પોતાના જ પક્ષના નેતાઓ કેમ ટ્રમ્પની વિરુદ્ધ થઈ રહ્યા છે અને શું 1 મેના રોજ યુદ્ધનો ઈતિહાસ બદલાઈ જશે? આ સત્તા સંઘર્ષના પડદા પાછળની ચોંકાવનારી વિગતો જાણવી જરૂરી છે.
trump iran war deadline   ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માત્ર 7 દિવસ  અમેરિકી બંધારણના ચક્રવ્યૂહમાં ફસાયું ઈરાન યુદ્ધ
Advertisement
  • અમેરિકી બંધારણ મુજબ 60 દિવસમાં કોંગ્રેસની મંજૂરી લેવી ફરજિયાત (Trump Iran War Deadline)
  • 1 મે પહેલા મંજૂરી નહીં મળે તો યુદ્ધ ચાલુ રાખવું કાયદાકીય રીતે મુશ્કેલ
  • સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના 10 ધારાસભ્યો જ ટ્રમ્પની વિરુદ્ધમાં
  • ડેમોક્રેટ્સ એકજૂથ થતા ટ્રમ્પ માટે બહુમતી સાબિત કરવી બની અગ્નિપરીક્ષા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અત્યારે એક મોટી કાયદાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છે. યુએસ બંધારણ (US Constitution) મુજબ, કોઈપણ સૈન્ય કાર્યવાહી શરૂ કર્યાના 60 દિવસની અંદર કોંગ્રેસની મંજૂરી (Congress Approval) લેવી અનિવાર્ય છે. ટ્રમ્પ માટે હવે સમય ઘટી રહ્યો છે, કારણ કે તેમની પાસે આ યુદ્ધ ચાલુ રાખવા માટે હવે માત્ર સાત દિવસનો જ સમય બાકી છે.

Trump Iran War Deadline: બંધારણીય મર્યાદા અને ટ્રમ્પની વ્યૂહરચના

ટ્રમ્પે આ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ કરી હતી અને તેની સત્તાવાર જાણકારી 2 માર્ચે કોંગ્રેસને આપી હતી. નિયમ મુજબ, હવે તેમણે 1 મે પહેલા કોંગ્રેસ પાસેથી લીલી ઝંડી મેળવવી પડશે. અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ અત્યારે કોંગ્રેસનો સામનો કરવાનું ટાળી રહ્યા છે, કારણ કે ત્યાંના સમીકરણો તેમના પક્ષમાં જણાતા નથી.

Advertisement

Advertisement

સેનેટમાં સમીકરણો અને આંતરિક વિરોધ

અમેરિકી સેનેટની (US Senate) 100 બેઠકોમાંથી ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી (Republican Party) પાસે 53 સભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે કમલા હેરિસની (Kamala Harris) ડેમોક્રેટિક પાર્ટી પાસે 47 સભ્યો છે. જોકે, મુશ્કેલી એ છે કે ટ્રમ્પના પોતાના જ પક્ષના 10 જેટલા ધારાસભ્યો ઈરાન યુદ્ધની વિરુદ્ધમાં છે. બીજી તરફ, ડેમોક્રેટ્સ (Democrats) આ મુદ્દે એકજૂથ છે, જે ટ્રમ્પ માટે જોખમી સાબિત થઈ શકે છે.

શું સમયમર્યાદા અવગણી શકાય?

કાયદો 60 દિવસ પછી વધારાના 30 દિવસની છૂટ આપે છે, પરંતુ તે માત્ર સૈનિકોને સુરક્ષિત રીતે પાછા બોલાવવા (Safe Withdrawal) માટે હોય છે, યુદ્ધ લડવા માટે નહીં. ભૂતકાળમાં બરાક ઓબામા (Barack Obama) અને ખુદ ટ્રમ્પે પણ રાષ્ટ્રપતિની 'કમાન્ડર-ઈન-ચીફ' તરીકેની સત્તાનો ઉપયોગ કરીને આવી મર્યાદાઓને પડકારી છે. પરંતુ જો આ વખતે ટ્રમ્પ ડેડલાઇન ચૂકી જશે, તો તેમની રિપબ્લિકન પાર્ટી માટે આગામી સમયમાં મોટી રાજકીય મુસીબતો ઊભી થઈ શકે છે.

આ પણ વાંચો:  "ક્યારેક ભારત આવીને જુઓ..." Donald Trump ની 'નર્ક' વાળી ટિપ્પણી પર ઈરાનનો વળતો પ્રહાર, અમેરિકામાં પણ વિરોધના સૂર

Tags :
Advertisement

.

×