Trump ને ધમકીબાજીથી જીતવું છે Iran War! 12 વખત આપી છે તબાહીની વોર્નિંગ
. ટ્રમ્પે ઈરાનને "સંપૂર્ણ વિનાશ" અને "સભ્યતાના અંત" જેવી ગંભીર ચેતવણીઓ આપી દબાણ બનાવ્યું
. પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલો ૧૪ દિવસનો યુદ્ધવિરામ ૨૨ એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યો છે
. ટ્રમ્પની ધમકીબાજી વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઓઈલના સોદા મુદ્દે મડાગાંઠ યથાવત છે
Trump’s Psychological Warfare: પશ્ચિમ એશિયા (West Asia) નું યુદ્ધ ભલે હાલ થંભતું દેખાઈ રહ્યું છે. પરંતુ હકીકત તેનાથી ઘણી ઉલટ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પહેલા ધમકી આપીને ઈરાન (Iran) ને પથ્થરયુગ (Stone Age) માં પહોંચાડવાની ધમકી આપી. પછી બંને દેશો વચ્ચે 14 દિવસનો યુદ્ધવિરામ થયો. તેના પછી પણ ધમકીબાજી ચાલુ રહી. 14 દિવસની મર્યાદા સમાપ્ત થવા પર ટ્રમ્પે યુદ્ધવિરામ (Ceasefire) લંબાવી દીધું છે. પરંતુ ઈરાને તેને માનવા માટે તૈયાર નથી.
યુદ્ધવિરામ માટે જરૂરી છે કે બંને પક્ષો તેની શરતોનો સ્વીકાર કરે, પરંતુ આવું થતું દેખાઈ રહ્યું નથી. માટે સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર થોડાક સમયગાળા બાદ ઈરાન પર અમેરિકા બોમ્બવર્ષા કરશે ? કે પછી ગત 51 દિવસોમાં લગભગ દર સપ્તાહે અને દરરોજ અપાતી ધમકી ફરીથી શરૂ થશે?
હકીકતમા ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા તેના હુમલાને કારણે અને તેની નીતિઓ શરૂઆતથી અસ્પષ્ટ રહ્યું છે. ટ્રમ્પ ગત 51 દિવસોમાંથી 34થી વધુ વાર અથવા તો ઈરાન જીતી ચુક્યું છે અથવા તેને ખેદાન-મેદાન કરવાની ધમકી આપી ચુક્યા છે.
આ પણ વાંચો: Trump’s strategy: ટ્રમ્પનું લક્ષ્ય ચીન-રશિયા પર વૈશ્વિક સ્તરે અમેરિકાની સર્વોપરિતા સ્થાપિત કરવી
આટલા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ 12થી વધુ વાર ઈરાનને આવી ધમકી આપી ચુક્યા છે કે બસ હવે કેટલાક કલાકો બાદ જ ઈરાન પર કયામતની રાત છે. તેઓ ઘણીવાર ઈરાન સાથેના યુદ્ધમાં જીતનું પણ એલાન કરી ચુક્યા છે. ટ્રમ્પની આ ધમકીઓની મજાક વખતોવખત ઈરાનની એમ્બસી સોશયલ મીડયા પર ઉડાવતી રહી છે. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો સમયગાળો 2 સપ્તાહનો હતો અને તે 22 એપ્રિલ, 2026ના રોજ બુધવારની રાત્રે સમાપ્ત થઈ રહ્યો છે. તેના પહેલા ટ્રમ્પે ફરી એકવાર યુદ્ધવિરાને લંબાવવાની ઘોષણા કરી છે.
STATEMENT BY PRESIDENT DONALD J. TRUMP: pic.twitter.com/ATdRyY1qqK
— The White House (@WhiteHouse) April 21, 2026
આ પણ વાંચો: Iran માં સૈન્ય તેનાતીથી US ને ખચકાટ!, ભવિષ્યમાં ચીન સામે નબળા પડવાનો ડર કારણભૂત?
Trump દ્વારા Iran ને અપાયેલી ધમકીઓ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવા, ખનીજતેલ પર ડીલ ન થવા પર અને આવી તમામ શરતો નહીં માનવાને લઈને ટ્રમ્પ ઈરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે. ઈરાનના પાવર પ્લાન્ટ્સ, પુલ, ઓઈલના કુવા વગેરેને ઉડાવી દેવાની વાત કહીને ધમકાવી ચુક્યા છે. ટ્રમ્પે પોતાના સોશયલ મીડિયા Truth Social અને જાહેર નિવેદનોમાં ઈરાનનું લોહી ઉકળે તેવું નિવેદન પણ આપી ચુક્યા છે. આ ધમકીઓમાં "Stone Age", "complete demolition" અને "whole civilization will die" જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો જેનો ઈરાને પણ આકરો જવાબ આપ્યો છે.
US President Donald Trump posts on his Truth Social, "Iran doesn’t want the Strait of Hormuz closed, they want it open so they can make $500 Million Dollars a day (which is, therefore, what they are losing if it is closed!). They only say they want it closed because I have it… pic.twitter.com/cnZwBiwXib
— ANI (@ANI) April 22, 2026
આ પણ વાંચો: US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!
ટ્રમ્પની ધમકીની ટાઈમલાઈન
અમેરિકા ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂઆત કરી. ટ્રમ્પે Truth Social પર 8 મિનિટનો વીડિયો જાહેર કર્યો અને ઈરાની લોકોને હાલની સરકાર ઉખાડી ફેંકવાની અપીલ કરી. તો આ હુમલા માટે ઈરાનના પરમાણુ ખતરાને જવાબદાર ઠેરવવામાં આવ્યો.
6 માર્ચ, 2026ના રોજ ટ્રમ્પે કહ્યુ કે ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થા. જ્યાં સુધી તે સંપૂર્ણપણે સરન્ડર નહીં કરે. "There will be no deal with Iran except UNCONDITIONAL SURRENDER!"
21 માર્ચ, 2026ના રોજ ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું કે Strait of Hormuz ને સંપૂર્ણપણે નહીં ખોલવામાં આવે તો અમેરિકા ઈરાનની બત્તી ગુલ કરી દેશે. તે સૌથી મોટા પાવર પ્લાન્ટથી શરૂઆત કરશે.
23 માર્ચ, 2026ના રોજ અલ્ટીમેટમ સ્થગિત કર્યું અને ધમકી યથાવત રાખીને આ રોકનું કારણ વાતચીત ગણાવતા ટ્રમ્પે સારી વાતચીત થઈ રહ્યાનું જણાવ્યું હતું.
26 માર્ચ, 2026ના રોજ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમણે (ઈરાનને) જલ્દી સંભાળવું જોઈએ. નહીંતર ખૂબ મોડું થઈ જશે, કારણ કે તેના પછી વાપસીનો કોઈ માર્ગ નહીં બચે અને પરિસ્થિતિ બિલ્કુલ પણ સારી નહીં હોય.
30 માર્ચ, 2026ના રોજ ટ્રમ્પે ટ્રુથ સોશયલ પર લખ્યું કે જો ડીલ ન થઈ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ન ખુલ્યું તો અમેરિકા ઈરાનના પાવર પ્લાંટની સાથે ઓઈલના કુવાઓને તો બરબાદ કરશે જ સાથે ખાર્ગ આઈલેન્ડને તો ખમત કરશે જ પીવાના પાણીના તમામ સ્ત્રોતને પણ તબાહ કરી દેશે.
આ પણ વાંચો: Trump નો ખુદને ઈશુ ખ્રિસ્ત દેખાડવાનો અભરખો! Pope Leo XIV નિશાને કેમ?
એપ્રિલમાં ટ્રમ્પની આ ધમકીઓ વધુ ઘાતક થતી ગઈ અને તે દરમિયાન પાકિસ્તાન અને અન્ય ઘણાં મુસ્લિમ દેશોએ મળીને ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક કરાવવાની પહેલ કરી.
1 એપ્રિલ, 2026ના રોજ ટ્રમ્પે અમેરિકાને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યુ કે આગામી 2-3 સપ્તાહમાં અમે તેમના પર જોરદાર હુમલો કરીશું, તેમને ફરીથી પાષાણ યુગમાં પહોંચાડી દઈશું, જ્યાંથી તેઓ આવ્યા છે. દરેક વીજળી નિર્માણ કરતા પ્લાંટ પર હુમલો કરીને આખા ઈરાનને અંધકારમાં ધકેલી દઈશું.
3 એપ્રિલ, 2026ના રોજ ટ્રમ્પે ફરીથી કહ્યુ કે હજી તો અમેરિકાએ ઈરાનમાં જે બચ્યું છે, તેને તબાહ કરવાનું શરૂ પણ નથી કર્યું. આગામી નંબર પુલોનો છે, પછી વીજઘરો ઉડાવી દેવાશે.
4-5 એપ્રિલ, 2026ના રોજ ટ્રમ્પે 48 કલાકનું નવું કાઉન્ટડાઉન શરૂ કર્યું. ટાઈમ નીકળતો જઈ રહ્યો છે- 48 કલાક બચ્યા છે. તેના પછી તેના પર (ઈરાન પર) ભયાનક તબાહી તૂટી પડશે.
5 એપ્રિલ, 2026ના રોજ ટ્રુથ સોશયલ પર ટ્રમ્પે લખ્યું કે મંગળવાર ઈરાન માટે પાવર પ્લાંટ ડે અને બ્રિઝ ડે હશે- એવું કંઈ પહેલા ક્યારેય નહીં જોયું હોય. જો હોર્મુઝ ન ખોલ્યું, તો હાલત એવી કરી દઈશું કે જીવવું મુશ્કેલ થઈ જશે. બસ જોતા રહો.
5-6 એપ્રિલ, 2026ના રોજ ટ્રમ્પે કહ્યુ કે ઈરાનને એક જ રાતમાં સંપૂર્ણપણે ખતમ કરી શકીએ છીએ અને તે રાત આવતીકાલ પણ હોઈ શકે છે. દરેક પુલ તોડી નાખવામાં આવશે. દરેક વીજઘર સળગતું હશે, ફાટતું હશે. હંમેશા માટે બંધ થઈ જશે. આખેઆખી સિસ્ટમ મિટાવી દઈશું. સંપૂર્ણપણે તબાહી મચાવી દઈશું. કમ્પ્લિટ ડિમોલિશનનો વાયદો કરું છું.
7 એપ્રિલ, 2026ના રોજ ટ્રુથ સોશયલ પર ડેડલાઈના કેટલાક કલાક પહેલા ટ્રમ્પે જણાવ્યું કે આજે રાતે એક આખી સભ્યતા સમાપ્ત થઈ શકે છે અને તે ક્યારેય પાછી લાવી નહીં શકાય. હું આવું કરવા માંગતો નથી, પરંતુ કદાચ આવું જ કરવું પડશે.
પરંતુ 7-8 એપ્રિલે પાકિસ્તાનની મધ્યસ્થતાથી 2 સપ્તાહનો યુદ્ધવિરામ થયો જે હવેથી કેટલાક કલાકોમાં સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ ટ્રમ્પની ધમકીઓ થંભવાનું નામ લઈ રહી નથી. ટ્રુથ સોશયલ પર તે સતત એક્ટિવ છે અને થોડા સમય પહેલા તેમણે લખ્યું છે કે ઈરાને આ યુદ્ધવિરામને ઘણીવાર તોડયો છે.
આ પણ વાંચો: નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત


