Iran Protests News : "પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી તો અમેરિકા કરશે હુમલો"...ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
- Iran Protests News : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
- "પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી તો અમેરિકા કરશે હુમલો"
- એવી જગ્યાએ મારીશું જ્યાં સૌથી વધુ દર્દ થશેઃ ટ્રમ્પ
Iran protests news : ઈરાનમાં બે અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. હજારો લોકો રસ્તા ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં છે. તેમજ ખામેની મુર્દાબાદના નારા લગાવ્યા છે. વર્તમાન સરકારને ઉથલાવી દેવાની માગ કરવામાં આવી છે. ફુગાવા અને કથડતી અર્થવ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન શરુ થયો છે. ગુરુવારની મોડી રાતે તીવ્ર બન્યા અને નેતૃત્વ પરિવર્તનની માગ આંદોલનમાં ફેરવાઈ ગયો છે. વિરોધીઓ ઈમારતોને આગ લગાવી અને ઈમારતો તોડીફોડી રહ્યાં છે. તેહરાનની અલ-રસુલ મસ્જિદને આગ લગાવવામાં આવી હોવાના અહેવાલો પણ છે. બ્રિટિશ જમણેરી કાર્યકર્તા ટોમી રોબિન્સને આ દાવો કર્યો છે.
ઈરાનને ટ્રમ્પની ખુલ્લી ધમકી
આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલ્લેઆમ ઈરાની નેતાઓને ધમકી આપી છે કે જો તેઓ પ્રદર્શનકારી પર કડક કાર્યવાહી કરશે તો યુએસ પણ કડક કાર્યવાહી કરશે. ટ્રમ્પે કહ્યું, "જો તેઓ પહેલાની જેમ લોકોને મારવાનું શરૂ કરશે, તો અમે હસ્તક્ષેપ કરીશું. અમે તેમને જ્યાં સૌથી વધુ નુકસાન થશે ત્યાં મારશું." યુએસ પ્રમુખે કહ્યું કે ઈરાન ગંભીર મુશ્કેલીમાં છે અને ચેતવણી આપી હતી કે તેઓ લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે. તે કરવામાં આવ્યું છે.
અમેરિન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "ઈરાન ગંભીર મુશ્કેલીમાં છે. મને લાગે છે કે લોકો કેટલાક શહેરો પર કબજો કરી રહ્યા છે, જે થોડા અઠવાડિયા પહેલા સુધી કોઈએ વિચાર્યું પણ ન હતું." ઈરાની નેતાઓને તેમના સંદેશ વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે કહ્યું, "જો તમે ગોળીબાર કરશો તો અમેરિકા તમારા પર હુમલો કરશે"
'Will be hitting them very hard where it hurts...': Trump warns Iran, says US watching situation closely
Read @ANI Story |https://t.co/HjiwWXyLQO#Iran #US #Trump pic.twitter.com/JYSsvlXGVU
— ANI Digital (@ani_digital) January 9, 2026
ખામેનીએ પ્રદર્શનકારીઓને આપી ચેતાવણી !
દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેની શુક્રવારે રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે વિરોધીઓની ટીકા કરતા કહ્યું કે તેઓ બીજા દેશના રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) ને ખુશ કરવા માટે પોતાના રસ્તાઓનો નાશ કરી રહ્યા છે. સ્ટેટ ટીવીએ ઇસ્લામિક શાસનના સમર્થનમાં રેલીઓ બતાવી, જેમાં લોકો "અમેરિકા મુર્દાબાદ" ના નારા લગાવી રહ્યા હતા.
Iran Protests News : અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત થયાં છે
હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે સમગ્ર ઈરાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ટેલિફોન કોલ્સ પણ કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે લોકો માટે વાતચીત કરવી મુશ્કેલ બની ગઈ છે. અહેવાલો દર્શાવે છે કે 28 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારથી 42 લોકો માર્યા ગયા છે. માનવાધિકાર જૂથોએ સુરક્ષા દળો પર વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ મીડિયા રિપોર્ટસ અનુસાર એક ઈરાની ડોકટરે તેહરાનમાં 217 પ્રદર્શનકારીના મોત થયાનો દાવો કર્યો છે.
આ પણ વાંચો : ઇરાનમાં ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે આયાતુલ્લાહ ખામેનીનું રાષ્ટ્ર સંબોધન ,જાણો શું કહ્યું...


