એલન મસ્કના પુત્ર સાથે ટ્રમ્પે લગાવ્યા ઠુમકા, વીડિયો જોઇને તમે પણ જરૂર હસી પડશો
- ટેસ્લાના સીઇઓ એલન મસ્ક પાર્ટીમાં હતા હાજર
- ટ્રમ્પ અને મસ્ક બંન્ને સાથે ડાન્સ કરતા જોવા મળ્યા
- ટ્રમ્પ સતત કોઇની સાથે ફોન પર કરી રહ્યા હતા વાત
ટેસ્લાના સીઇઓ એલન મસ્કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં તેઓ પોતાના પુત્રની સાથે ડાંસ કરતા જોવા મળ્યા હતા.
નવા વર્ષની સંધ્યાએ યોજાઇ હતી પાર્ટી
નવું વર્ષ શરૂ થવાની ખુશીમાં સમગ્ર વિશ્વ ઉજવણી કરી રહી છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ ખાસ અંદાજમાં 2025 નું સ્વાગત કર્યું છે. મસ્ક ગત્ત મંગળવારની રાત્રે માર એ લાગોમાં અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ન્યૂ યર ઇવ પાર્ટીની ઉજવણી કરતા જોવા મળ્યા. આ પ્રસંગે મસ્કે પોતાના પુત્ર X ની સાથે ડાન્સ કર્યો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અમેરિકી યુટ્યુબર બેની જોનસરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
આ પણ વાંચો : India: મનમોહન સિંહનું સ્મારક બનાવવાની પ્રક્રિયા શરૂ, કેન્દ્રએ પરિવારને આપ્યો વિકલ્પ
એલન મસ્ક અને તેનો પુત્ર એક્સ પણ પાર્ટીમાં હાજર
વીડિયો શેર કરતા બેની જોનસને લખ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ, એલન મસ્ક અને મસ્કના પુત્ર X માર એ લાગોમાં એક સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. વાયરલ ક્લિપમાં સૂટ પહેરીને મસ્કે પોતાના પુત્રને ખભા પર ઉઠાવેલો છે. જ્યાં પાર્ટી મ્યૂઝીક વાગી રહ્યું છે અને તેના તાલી મસ્ક નાચી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પ પણ વીડિયોમાં સાથે ઉભેલા દેખાય છે અને તેઓ કોઇની સાથે ફોન પર વાત કરી રહ્યા છે. તે અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મસ્કને ટેગ કરીને આ પાર્ટીમાં આવવા માટેનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
લોકો વીડિયો પર કરી રહ્યા છે અલગ અલગ કોમેન્ટ
આ વીડિયોને સોશિયલ મીડિયા પર 18 લાખ કરતા વધારે વ્યુ મળી ચુક્યા છે. વીડિયો અંગે લોકો જાત ભાતની ટિપ્પણી પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો અંગે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના પર રેડ ફ્લેગ દેખાડી રહ્યા છે. એક યુઝરે પાર્ટીમાં ભાવિ ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસની ગેરહાજરી અંગે પણ વ્યંગ કરતા કહ્યું કે, વેંસ ક્યાંય દેખાઇ નથી રહ્યા. તો પછી વાઇસ પ્રેસિડેન્ટ છે કોણ? વેંસ કે મસ્ક ? જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે, 2024 માં એક સૌથી સારી વાત થઇ કે ટ્રમ્પ અને મસ્ક સૌથી સારા મિત્રો બની ચુક્યા છે.
આ પણ વાંચો : Gujarat: રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે