Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

US FARA documents: ઓપરેશન સિંદૂરમાં ટ્રમ્પના મધ્યસ્થીના દાવાની અમેરિકી રિર્પોટે ખોલી પોલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'ઓપરેશન સિંદૂર'માં મધ્યસ્થીના દાવાને અમેરિકાના FARA દસ્તાવેજોએ જ ખોટા પાડ્યા છે. રિપોર્ટ મુજબ, ભારતે ક્યારેય અમેરિકાની મદદ માંગી નહોતી. હકીકતમાં, ભારતની સૈન્ય કાર્યવાહીથી ડરીને પાકિસ્તાને પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી હતી. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા કોઈ ત્રીજા પક્ષ વગર સીધી લશ્કરી ચેનલો (DGMO) દ્વારા જ પૂર્ણ થઈ હતી.
us fara documents  ઓપરેશન સિંદૂરમાં ટ્રમ્પના મધ્યસ્થીના દાવાની અમેરિકી રિર્પોટે ખોલી પોલ
Advertisement
  • ઓપરેશન સિંદૂરમાં ટ્રમ્પના મધ્યસ્થીના દાવાની ખુલી પોલ (US FARA documents) 
  • અમેરિકાના રિપોર્ટે જ ટ્રમ્પના દાવાની ખોલી નાંખી પોલ
  • FARA દસ્તાવેજોમાં ટ્રમ્પના દાવા પોકળ સાબિત થયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) એ દાવાઓ પર હવે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.  તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor)  દરમિયાન યુદ્ધવિરામ કરાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. અમેરિકાના તાજેતરના સરકારી દસ્તાવેજો (FARA) મુજબ, ભારતે ક્યારેય મધ્યસ્થી માટે અમેરિકાની મદદ માંગી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. આ રિર્પોટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થીના દાવાની પોલ ખોલી નાંખી છે.

FARA દસ્તાવેજોમાં શું છે? ટ્રમ્પના દાવા કેમ ખોટા?

યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ જાહેર થયેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે અનેક વ્યવહારો થયા, પરંતુ તેમાં ક્યાંય પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઉલ્લેખ નથી.

Advertisement

વોશિંગ્ટન સ્થિત લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC, જેના વડા ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જેસન મિલર છે, તેમને ભારતીય દૂતાવાસે ચોક્કસ કાર્યો માટે હાયર કર્યા હતા. પરંતુ આ ફર્મના કામકાજની યાદીમાં ક્યાંય પણ યુદ્ધવિરામ કે મધ્યસ્થીનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાઓ પર હવે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન યુદ્ધવિરામ કરાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. અમેરિકાના તાજેતરના સરકારી દસ્તાવેજો (FARA) મુજબ ભારતે ક્યારેય મધ્યસ્થી માટે અમેરિકાની મદદ માંગી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

Advertisement

FARA દસ્તાવેજોમાં શું છે?

યુએસ ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ જાહેર થયેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે અનેક વ્યવહારો થયા, પરંતુ તેમાં ક્યાંય પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઉલ્લેખ નથી.વોશિંગ્ટન સ્થિત લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC, જેના વડા ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જેસન મિલર છે, તેમને ભારતીય દૂતાવાસે ચોક્કસ કાર્યો માટે હાયર કર્યા હતા. પરંતુ આ ફર્મના કામકાજની યાદીમાં ક્યાંય પણ યુદ્ધવિરામ કે મધ્યસ્થીનો ઉલ્લેખ જોવા મળ્યો નથી.

ભારતનું સ્પષ્ટ વલણ: પાકિસ્તાને પોતે કરી હતી વિનંતી

ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી 65થી વધુ વખત દાવો કર્યો છે કે તેમણે આ યુદ્ધ રોકાવ્યું હતું. જોકે, ભારત સરકારે આ દાવાઓને સખત રીતે નકારી કાઢ્યા છે. ભારતનું કહેવું છે કે લશ્કરી કાર્યવાહી રોકવા માટેની વિનંતી સીધી પાકિસ્તાન લશ્કર તરફથી આવી હતી.આ વાટાઘાટો કોઈ દેશની મધ્યસ્થીથી નહીં, પરંતુ સ્થાપિત લશ્કરી ચેનલો (Military Channels) દ્વારા થઈ હતી.

શું આ ગુપ્ત લોબિંગ હતું?

નવી દિલ્હીના અધિકારીઓના મતે, અમેરિકામાં લોબિંગ ફર્મની નિમણૂક કરવી એ એક સામાન્ય અને પારદર્શક પ્રક્રિયા છે. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું કે, "અમેરિકામાં લોબિંગ કાનૂની છે અને વિશ્વના મોટાભાગના દેશો પોતાના હિતોના રક્ષણ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આમાં કંઈ છુપાવવા જેવું નથી.

આ પણ વાંચો : ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની 'દાદાગીરી' સામે યુરોપના 7 દેશ એકજૂટ,સંયુકત નિવેદનથી કર્યો વિરોધ

Tags :
Advertisement

.

×