Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ટ્રમ્પનો મુનીર પ્રેમ: પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ!

ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે, અમેરિકન સેનાની ટુકડીએ પાકિસ્તાનના પબ્બી (પેશાવર) ખાતે 'ઇન્સ્પાયર્ડ ગેમ્બિટ-2026' યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. આનો હેતુ આતંકવાદ વિરોધી રણનીતિ અને પરસ્પર સહયોગ વધારવાનો છે. ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકા-પાકિસ્તાન વચ્ચે સૈન્ય જ નહીં, પરંતુ ખનીજતેલ અને આર્થિક ક્ષેત્રે પણ સંબંધો મજબૂત બની રહ્યા છે, જે દક્ષિણ એશિયાના રાજકારણમાં મહત્વનો વળાંક છે.
ટ્રમ્પનો મુનીર પ્રેમ  પેશાવરમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકન આર્મીનો યુદ્ધાભ્યાસ
Advertisement

. પબ્બીમાં પાકિસ્તાની સેના સાથે અમેરિકાનો યુદ્ધાભ્યાસ
. ભારત સાથે તણાવ વચ્ચે અમેરિકા-પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ
. પબ્બીમાં પાકિસ્તાની સેનાનું સ્પેશયલ ફોર્સિસ ટ્રેનિંગ સેન્ટર છે

ઈસ્લામાબાદ: ભારતની સાથે ટેરિફને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાની સેનાની એક ટુકડીએ પાકિસ્તાન પહોંચીને પેશાવરના પબ્બીમાં સંયુક્ત સૈન્ય કવાયતો શરૂ કરી છે. પબ્બી ખૈબર પખ્તૂનખ્વા રાજ્યનો એક તાલુકો છે, આ સ્થાન પેશાવર અને અફઘાનિસ્તાનની નજીક છે.

Advertisement

અફઘાન તાલિબાન પણ સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાને અમેરિકાને પોતાના વાયુક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જેથી તે અફઘાનિસ્તાન પર નજર રાખી શખે. પાકિસ્તાની સેનાની પ્રોપગેંડા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન એટલે કે આઈએસપીઆરએ કહ્યું છે કે અમેરિકાના સૈનિકો યુદ્ધાભ્યાસ માટે પાકિસ્તાન પહોંચ્યા છે.

Advertisement

પાકિસ્તાની સેનાએ શું કહ્યું..

આઈએસપીઆરએ કહ્યું છે કે અમેરિકાના સૈનિક યુદ્ધાભ્યાસ માટે પાકિસ્તાન પહોંચ્યા છે. આ યુદ્ધાભ્યાસનું નામ ઈન્સ્પાયર્ડ ગેમ્બિટ-2026 છે. આ આયોજન પાકિસ્તાન અને અમેરિકાની વચ્ચે ઈન્ટરઓપરેટિબિલિટી વધારવા અને આતંકવાદ વિરોધી વિશેષજ્ઞતાની આપ-લે કરવા માટે કરવામાં આવ્યું છે. પબ્બીમાં આયોજિત આ યુદ્ધાભ્યાસ ઈન્સ્પાર્ડ ગેમ્બિટ 2026નું 13મું સંસ્કરણ છે. આઈએસપીઆર પ્રમાણે, બે સપ્તાહ સુધી ચાલનારા આ યુદ્ધાભ્યાસમાં પાકિસ્તાની અને અમેરિકાની સેનાઓની ટુકડી સામેલ છે. બંને પક્ષોના અધિકારીઓએ ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાના પબ્બીમાં નેશનલ કાઉન્ટર ટેરરિઝ્મ સેન્ટરમાં ઉદ્ઘાટન સમારંભમાં પણ ભાગ લીધો હતો.

પાકિસ્તાન-અમેરિકાના યુદ્ધાભ્યાસનો ઉદેશ્ય

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા -પાકિસ્તાન યુદ્ધાભ્યાસનો હેતુ આતંકવાદ વિરોધી અનુભવોની આપલે કરીને પરસ્પર સમજ અને ઈન્ટરઓપરેટિબિલિટી વધારવાનો છે. તેની સાથે જ પ્રભાવી કાઉન્ટર ટેરરિઝ્મ ઓપરેશન્સ માટે જરૂરી રણનીતિ, તકનીકો અને પ્રક્રિયાઓને વધુ બહેતર બનાવવાનો છે.

આઈએસપીઆરએ એક નિવેદનમાં કહ્યું છે કે શહેરી યુદ્ધ દરમિયાન નિશાનેબાજી કૌશલ પર, સાથે જ એકબીજાના ઓપરેશનલ સિદ્ધાંતો અને સર્વોત્તમ પ્રથાઓને સમજવા પર ભાર મૂકાઈ રહ્યો છે.

પાકિસ્તાન-અમેરિકા સંબંધ થયા મજબૂત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકા અને પાકિસ્તાનના સંબંધ મજબૂત થયા છે. બંને દેશોમાં સુરક્ષા સહયોગ પહેલેથી જ ચાલુ હતું. હવે આર્થિક જોડાણ પણ મજૂબત કરાઈ રહ્યું છે. ઘણી અમેરિકન કંપનીઓ પાકિસ્તાનમાં ખનીજતેલની શોધ અને ઉત્પાદનમાં સામેલ થવા માંગે છે. તેના સિવાય ક્રિપ્ટોને લઈને પણ પાકિસ્તાન અમેરિકાનો સહયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિને કારણે પણ ટ્રમ્પ પ્રશાસન પાકિસ્તાનને વધુ મહત્વ આપી રહ્યું છે, જેથી આ વિસ્તારમાં પોતાની હાજરી જાળવી રાખી શકાય.

આ પણ વાંચો: પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?

Tags :
Advertisement

.

×