અમેરિકાના પ્રમુખ Trump એ અટૉર્ની જનરલ પામ બૉન્ડીને કર્યા બરખાસ્ત, કારણો જાણીને ચોંકશો
. Epstein ક્લાયન્ટ લિસ્ટના નામો છુપાવવા અને પારદર્શકતાના અભાવને કારણે ટ્રમ્પ બૉન્ડી પર લાલઘૂમ હતા
. FBI ની તપાસ સાથે જોડાયેલી સંવેદનશીલ વિગતો વિરોધ પક્ષના નેતાને લીક કરવાનો બૉન્ડી પર ગંભીર આરોપ લાગ્યો છે
. ટૉડ બ્લાંશને કાર્યવાહક અટૉર્ની જનરલ બનાવાયા છે, જ્યારે કાયમી પદ માટે લી જેલ્ડિન અને રૉન ડિસેન્ટિસના નામ ચર્ચામાં છે
Trump Fires Attorney General Pam Bondi: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અટોર્ની જનરલ પામ બોન્ડી (Pam Bondi) ને તેમના પદ પરથી હટાવ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે તેમની કાર્યશૈલીને લઈને લાંબા સમયથી વિવાદ અને અસંતોષ ચાલી રહ્યો હતો. તેઓ પોતાના આખા કાર્યકાળમાં ટ્રમ્પના એજન્ડા પર જ ચાલી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તેમની હકાલપટ્ટી કરવામાં આવી.
તેમને ટ્રમ્પ (Trump) ના બેહદ વફાદાર સહયોગી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ લગભગ 14 મસની અંદર જ આ ભરોસો તૂટયો અને તેમનો કાર્યકાળ વિવાદોની વચ્ચે સમાપ્ત થઈ ગયો.
આખરે આ કેવી રીતે થયું?
એક બ્રિટિશ અખબારના અહેવાલ મુજબ, વ્હાઈટ હાઉસ (White House) માં થયેલા એક આકરા ટકરાવ બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું, જ્યાં ટ્રમ્પે બૉન્ડી (Pam Bondi) પર માફ નહીં કરવા લાયક ભૂલ કરવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટિશ અખબારે સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે બૉન્ડીએ પોતોના પદ પર યથાવત રહેવા માટે ટ્રમ્પ સમક્ષ ગુહાર લગાવી, પરંતુ રાષ્ટ્રપ્રમુખ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને સ્પષ્ટ કરી દીધુ કે હવે તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ચુક્યો છે.
White House માં ટકરાવે આખરી કોશિશ પણ કરી બેકાર
બ્રિટિશ અખબારના અહેવાલ મુજબ, આ આખી ઘટના ટ્રમ્પના ઈરાન યુદ્ધ (Iran War) પર પ્રાઈમ ટાઈમ સંબોધનના ઠીક પહેલા બની હતી. બૉન્ડી આ નિર્ણયથી ઘણા પરેશાન અને નાખુશ હતા અને તેમણે ટ્રમ્પને મનાવવાની કોશિશ કરી, પરંતુ તેમને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા.
શરૂઆતમાં આ નિર્ણયની ઘોષણા આગામી દિવસે કરવાની હતી. પરંતુ મીડિયામાં ઝડપથી વધતી અટકળોને કાણે તેને જલ્દી સાર્વજનિક કરી દેવામાં આવ્યું.
60 વર્ષીય બૉન્ડીએ 1011થી 2019 સુધી ફ્લોરિડાના અટૉર્ની જનરલ તરીકે કામ કર્યુ. 2020માં જ્યારે ટ્રમ્પ પર સત્તાના દુરુપયોગ પહેલા મહાભિયોગ ચાલ્યો, ત્યારે બૉન્ડી તેમની કાયદાકીય ટીમનો ભાગ બન્યા અને બચાવ પક્ષના વકીલ તરીકે તેમણે પોતાની મજબૂત દલીલોથી ખાસ ઓળખ બનાવી. ટ્રમ્પે ફેબ્રુઆરી, 2025માં બૉન્ડીને અટૉર્ની જનરલ પદ પર નિયુક્ત કર્યા હતા.
Pam Bondi “begged” Donald Trump not to fire her in an “explosive showdown” at the White House.
Trump informed her shortly before his prime-time Iran war address, a senior administration source told the Daily Mail. Bondi pleaded for more time in the role, but Trump made it clear… pic.twitter.com/iVivwkXovq
— Republicans against Trump (@RpsAgainstTrump) April 2, 2026
બૉન્ડીની બરખાસ્તગી પાછળ Epstein Files વિવાદ
બૉન્ડીની વિદાઈ પાછળ સૌથી મોટું કારણ જેફ્રી એપસ્ટીન (EpsteinFiles) સાથે જોડાયેલા દસ્તાવેજોના વિવાદને માનવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસન પર આ ફાઈલોને યોગ્ય રીતે હેન્ડલ નહીં કરવી અને પારદર્શકતાની ખામીના આરોપ લાગ્યા.
બૉન્ડી ઉપર આરોપ લાગ્યા કે તેમણે એપસ્ટીનના ક્લાઈન્ટ લિસ્ટમાંથી કેટલાક નામોને છૂપાવ્યા, તેનાથી ટ્રમ્પની છબીને ધક્કો લાગ્યો.
ત્યારે રાષ્ટ્ર્પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું માનવું હતું કે ન્યાય વિભાગે આ મામલામાં તેમના રાજકીય વિરોધીઓની વિરુદ્ધ પુરતી આક્રમકતા દેખાડી નથી. જેના કારણે મામલો વણસતો ગયો.
એરિક સ્વૉલવેલ લીક વિવાદ
એક મોટો આરોપ એ પણ છે કે બૉન્ડીએ એરિક સ્વાલવેલ (Eric Swalwell) ને એફબીઆઈ (FBI) ની તપાસ સાથે જોડાયેલી મહત્ત્વની જાણકારી લીક કરી. આ તપાસ સ્વૉલવેલ અને કથિત ચીની જાસૂસ ક્રિસ્ટીન ફેંગના સંબંધો સાથે જોડાયેલી હતી.
સ્વૉલવેલે એફબીઆઈ સાથે તેમના અને ફેંગના જૂના સંબંધો સાથે જોડાયેલા દસ્તાવેજ સાર્વજનિક નહીં કરવાની માગણી કરી હતી.
સોમવારે સ્વૉલવેલ (Eric Swalwell) ના વકીલોએ એફબીઆઈ નિદેશક કાશ પટેલને એક સીઝ એન્ડ ડેસિસ્ટ નોટિસ મોકલી, જેમાં બુધવાર સુધી લેખિત આશ્વાસન માગણી કરવામાં આવી હતી કે આ ફાઈલોને જાહેર કરવામાં નહીં આવે.
સૂત્રો મુજબ, એફબીઆઈ આ દસ્તાવેજોને સાર્વજનિક કરવાની તૈયારીમાં હતી, પરંતુ બૉન્ડીના હસ્તક્ષેપથી વ્હાઈટ હાઉસ નારાજ થઈ ગયું. એ પણ કહેવાય રહ્યું છે કે બૉન્ડી અને સ્વૉલવેલના અંગત સંબંધો સારા હતા, જેનાથી શંકા વધુ ઘેરી બની.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વ્હાઈટ હાઉસ આ વાતથી નાખુશ હતું કે બૉન્ડી, સ્વૉલવેલની સાથે પોતાની અંગત મિત્રતાને કાણે આ મામલામાં દખલગીરી કરી રહ્યા હતા.
🇺🇸 Pam Bondi was reportedly fired as U.S. Attorney General after Trump suspected she tipped off Eric Swalwell about FBI documents tied to his alleged links with a Chinese spy.
The FBI was preparing to release files on Swalwell’s past connection to Christine Fang, but Bondi… https://t.co/LwQ5pjvjyQ pic.twitter.com/guDpBxEvmJ
— Mario Nawfal (@MarioNawfal) April 2, 2026
આ પણ વાંચો: US Israel Iran War: શું ટ્રમ્પ ઈરાનમાં અમેરિકાની સેનાઓ ઉતારશે?
Trump ની નારાજગી
રિપોર્ટ્સ જણાવે છે કે ટ્રમ્પ બૉન્ડીથી એટલા માટે પણ નારાજ હતા, કારણ કે તેમણે પોતાના રાજકીય વિરોધીઓ વિરુદ્ધ અપેક્ષિત કડકાઈ દાખવી નહીં. ટ્રમ્પ ઈચ્છતા હતા કે તેમની વિરુદ્ધ કાર્યવાહી તીવ્ર બને, પરંતુ આમ થયું નહીં. ટ્રમ્પે સોશયલ મીડિયા પર ન્યૂયોર્ક અટોર્ની નજરલ લેટિટિયા જેમ્સ અને પૂર્વ એફબીઆઈ ડાયરેક્ટર જેમ્સ કોમીના નામને લઈને કાયદાકીય કાર્યવાહીની ઈચ્છા વ્યક્ત કરી હતી.
બૉન્ડીએ કેસ રૂ તો કર્યો, પરંતુ વિલંબ અને લચ્ચડ કાયદાકીય કાર્યવાહી તથા મજબૂત પુરાવા નહીં હોવાના કારણે કોર્ટે તેને નામંજૂર કરી દીધો. તેના માટે પણ બૉન્ડીને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા. ટ્રમ્પ કેટલાક સમયથી અંગત વાતચીતમાં બોન્ડી માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. હવે તેમને બહારનો માર્ગ દેખાડવામાં આવ્યો છે.
Pam Bondi નું કામ પણ બન્યું વિવાદનું કારણ
અમેરિકાના પૂર્વ અટૉર્ની જનરલ પામ બૉન્ડી (Pam Bondi) નો કાર્યકાળ સતત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો. તેમના નિર્ણયો અને કામકાજની પદ્ધતિને લઈને ન્યાય વિભાગની અંદર અને બહાર બંને સ્થાનો પર આકરી ટીકા થઈ. બોન્ડી પર સૌથી મોટો આરોપ એ રહ્યો કે તેમણે જસ્ટિસ ડિપાર્ટમેન્ટની સ્વતંત્રતાને દરકિનાર કરીને ટ્રમ્પની રાજનીતિક પ્રાથમિકતાઓને આગળ વધારી. પદ સંભાળતા જ બોન્ડીએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં મોટા સ્તરે ફેરબદલ શરૂ કર્યા.
તેમણે આ અધિકારીઓ અને વકીલોને હટાવવાનું શરૂ કર્યું, જેમણે પહેલા ટ્રમ્પ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરી હતી. આ પગલાથી વિભાગના ઘણાં અનુભવી કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો અને ઘણાંએ વિરોધમાં રાજીનામું આપી દીધું.
ફેબ્રુઆરી, 2026માં એક સંસદીય સુનાવણી દરમિયાન બૉન્ડીનું વલણ ઘણું આક્રમક રહ્યું. તેમણે ટીકા કરનારા સાંસદો પર વ્યક્તિગત ટીપ્પણીઓ કરતા તેમને અસફળ અને અપ્રાસંગિક ગણાવી દીધા. બોન્ડી પર આ આરોપ પણ લાગ્યો કે તેમણે પોલીસ જવાબદેહી સાથે જોડાયેલા પ્રયાસોને કમજોર કર્યા. નાગરિક અધિકારોનું નિરીક્ષણ કરનારા વિભાગની ગતિવિધિઓને લગભગ ઠપ્પ કરી દેવામાં આવી, તેના વિરોધમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ પદ છોડયુ.
તેમણે ન્યાય વિભાગની ઈમારત પર ટ્રમ્પની તસ્વીરવાળા મોટા બેનર લગાવ્યા, તેના પર પણ બબાલ મચી. બોન્ડીએ 2020ના ચૂંટણી પરિણામોને લઈને તપાસ શરૂ કરાવડાવી, જેનાથી રાજકીય માહોલ વધુ ગરમાયો. તેના સિવાય 2016ના રશિયન હસ્તક્ષેપના મામલાની ફેરતપાસ માટે મિયામીના એક વકીલને નિયુક્ત કરવામાં આવ્યા, તેના પર પણ સવાલ ઉઠયા.
આ પણ વાંચો: US-Israel Iran War: ઈરાન પર હુમલો કરીને ટ્રમ્પ ફસાયા!, જાણો 5 પડકારો
આગામી અટૉર્ની જનરલ કોણ?
ટ્રમ્પે હાલ ડેપ્યુટી અટોર્ની જનરલ ટૉડ બ્લાંશને કાર્યવાહક અટૉર્ની જનરલ બનાવ્યા છે. સ્થાયી નિયુક્તિઓને લઈને ઘણાં નામ સામે આવ્યા છે. તેમાં લી જેલ્ડિનનું નામ સૌથી આગળ છે. તેઓ ટ્રમ્પના નજીકના અને સિક્રેટ વેપન માનવામાં આવે છે. તો રૉન ડિસેન્ટિસ પણ સંભવિત દાવેદાર છે. આ બંને સાથે ખુદ ટૉડ બ્લાંશ પણ ટ્રમ્પના સમર્થકોમાં પોતાની છબીને મજબૂત કરવામાં લાગેલા છે. તેઓ આ પદ પર સ્થાયી કાર્યકાળ ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચો : Board of Peace ની બેઠકમાં ટ્રમ્પ ઉંઘી ગયા!: જુઓ વીડિયો

