Trump Reliance Deal : ટ્રમ્પે કરી મોટી જાહેરાત, અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી,રિલાયન્સ સાથે કરી મોટી ડિલ!
- ટેક્સાસમાં 50 વર્ષ બાદ ખુલશે અમેરિકાની પ્રથમ નવી ઓઈલ રિફાઈનરી (Trump Reliance Deal )
- ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે 20 વર્ષનો મોટો વેચાણ સોદો ફાઈનલ
- અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો $300 બિલિયનનો ઐતિહાસિક વ્યાપારિક કરાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર જાહેરાત કરી છે કે ટેક્સાસના બ્રાઉન્સવિલે (Brownsville, Texas) ખાતે 'અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ' (America First Refining) દ્વારા અડધી સદી પછીની પ્રથમ નવી રિફાઈનરી સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં ભારતની સૌથી મોટી ખાનગી ઉર્જા કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી આવી છે.
Trump Reliance Deal : રેકોર્ડબ્રેક સોદો અને રિલાયન્સની ભૂમિકા
આ પ્રોજેક્ટને અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો $300 બિલિયનનો સોદો ગણાવતા ટ્રમ્પે પીએમ મોદીના મિત્ર મુકેશ અંબાણી (Mukesh Ambani) ની કંપની રિલાયન્સનો આભાર માન્યો હતો. અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ દ્વારા ઉત્પાદિત ઇંધણના વેચાણ માટે રિલાયન્સ સાથે 20 વર્ષનો લાંબા ગાળાનો કરાર (20-year agreement) કરવામાં આવ્યો છે. આ વર્ષના બીજા ક્વાર્ટરમાં રિફાઈનરીનું બાંધકામ શરૂ થવાની શક્યતા છે.
President Donald J. Trump announces that America First Refining is opening the FIRST new U.S. Oil Refinery in 50 YEARS in Brownsville, Texas. 🇺🇸
This is what AMERICAN ENERGY DOMINANCE looks like. 💪 pic.twitter.com/UTOW7wECCI
— The White House (@WhiteHouse) March 10, 2026
ઉર્જા પ્રભુત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા
પશ્ચિમ એશિયામાં ઈરાન (Iran) સાથેના તણાવ અને વધતા ઇંધણના ભાવ વચ્ચે અમેરિકા હવે પોતાની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવા માંગે છે. આ નવી રિફાઈનરી દરરોજ આશરે 1,60,000 બેરલ (160,000 barrels per day) તેલનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે. આ પ્લાન્ટ ખાસ કરીને યુએસ શેલ ઓઈલ (US Shale Oil) પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઈનરી (Cleanest refinery) હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
જૂની રિફાઇનરીઓનું સંકટ અને ભવિષ્ય
અમેરિકા છેલ્લા ઘણા સમયથી જૂની રિફાઇનરીઓ પર નિર્ભર હતું અને ભૂતકાળમાં નવા પ્લાન્ટ સ્થાપવાના અનેક પ્રયાસો સરકારી મંજૂરીઓ અને પર્યાવરણના વિરોધને કારણે નિષ્ફળ ગયા હતા. જોકે, ટ્રમ્પ પ્રશાસન હવે 'અમેરિકા ફર્સ્ટ' (America First) એજન્ડા હેઠળ ટેક્સમાં ઘટાડો અને પરમિટ પ્રક્રિયા સરળ બનાવીને આ ઐતિહાસિક પ્રોજેક્ટને સફળ બનાવવા આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Hurun Global Rich List : અબજોપતિની સંખ્યામાં ભારત દુનિયાનો ત્રીજો દેશ બન્યો


