Donald Trumpના એક મેસેજથી દુનિયા હેરાન! ઇરાન-અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા બેઠક થશે કે નહીં!
- ટ્રમ્પે ઈરાન સાથેના બીજા રાઉન્ડની બેઠક અંગે આપ્યા હકારાત્મક સંકેત (Iran US Peace Talks)
- આગામી 36 થી 72 કલાકમાં ઇસ્લામાબાદમાં મધ્યસ્થી પ્રયાસો વેગ પકડશે
- ટ્રમ્પે યુદ્ધવિરામ લંબાવ્યા બાદ સેનાને સંપૂર્ણ સજ્જ રહેવા પણ કર્યા આદેશ
- ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સની પાકિસ્તાન મુલાકાત હાલમાં મુલતવી રખાઈ
- તેહરાન તરફથી સકારાત્મક પ્રતિસાદ બાદ વિશ્વભરમાં શાંતિની આશા જાગી
પશ્ચિમ એશિયામાં (West Asia) કાયમી શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને પાકિસ્તાની (Pakistan) રાજદ્વારી સૂત્રો તરફથી મળતા અહેવાલો મુજબ, આગામી 36 થી 72 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો (Peace Talks) યોજાઈ શકે છે.
Iran US Peace Talks : ટ્રમ્પનો ટેક્સ્ટ મેસેજ અને નવી આશા
ન્યૂ યોર્ક પોસ્ટના (New York Post) એક અહેવાલ અનુસાર, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું શુક્રવાર સુધીમાં ઈરાન સાથે નવી વાટાઘાટો શક્ય છે, ત્યારે તેમણે ટૂંકમાં જવાબ આપ્યો, "તે શક્ય છે!" (It's possible!). આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને (Ceasefire) અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત કરી હતી.
STATEMENT OF PRESIDENT DONALD J. TRUMP:
Based on the fact that the Government of Iran is seriously fractured, not unexpectedly so and, upon the request of Field Marshal Asim Munir, and Prime Minister Shehbaz Sharif, of Pakistan, we have been asked to hold our Attack on the…
— Commentary Donald J. Trump Posts from Truth Social (@DonaldTrumpNat) April 21, 2026
પાકિસ્તાનની મધ્યસ્થી અને સમયમર્યાદા
ઈસ્લામાબાદના (Islamabad) સૂત્રોના જણાવ્યા અનુસાર, તેહરાન (Tehran) સાથે સકારાત્મક મધ્યસ્થી પ્રયાસો વેગ પકડી રહ્યા છે. ૩૬ થી ૭૨ કલાકની સમયમર્યાદા હાલમાં ચાલી રહેલા રાજદ્વારી મૂલ્યાંકન પર આધારિત છે. અત્યાર સુધી બંને પક્ષોએ સકારાત્મક વલણ દાખવ્યું છે અને સરહદ પર કોઈ સૈન્ય ઉગ્રતા જોવા મળી નથી.
જે.ડી. વેન્સની મુલાકાત મુલતવી
નોંધનીય છે કે, અગાઉ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ (JD Vance), સ્ટીવ વિટકોફ (Steve Witkoff) અને જેરેડ કુશનરની (Jared Kushner) ઇસ્લામાબાદ મુલાકાત મંગળવારે યોજાવાની હતી, જે હાલમાં મુલતવી રાખવામાં આવી છે. વ્હાઇટ હાઉસે (White House) આ અંગે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે વાટાઘાટોના અંતિમ પ્રસ્તાવને તૈયાર કરવા માટે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ખૌફ વચ્ચે અચાનક શાંતિના એંધાણ મળી રહ્યા છે. વ્હાઇટ હાઉસથી લઈને ઇસ્લામાબાદ સુધી રાજદ્વારી ગરમાવો વધી રહ્યો છે, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક રહસ્યમય ટેક્સ્ટ મેસેજે આખી દુનિયાની નજર શુક્રવાર પર ટકાવી દીધી છે. શું આવનારા ૭૨ કલાકમાં કોઈ એવો પ્રસ્તાવ આવશે જે વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવશે? પછવાડેના મજબૂત મધ્યસ્થી પ્રયાસોમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે જે હજુ સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.
આ પણ વાંચો: ભારત આવતા જહાજ પર IRGCનો હુમલો, ઈરાને મધદરિયેથી જહાજ જપ્ત કરી મચાવ્યો હાહાકાર


