Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

H-1B વિઝા પર ટ્રમ્પનું નવું વલણ: 'અમેરિકા માટે આવશ્યક' કહી ફીમાં ઘટાડાનો સંકેત!

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પ્રત્યેનું પોતાનું વલણ નરમ કર્યું છે. તેમણે કહ્યું કે આ વિઝા અમેરિકા માટે અત્યંત આવશ્યક છે, કારણ કે દેશમાં પ્રતિભાશાળી અમેરિકન કામદારોની અછત છે. ટ્રમ્પનું માનવું છે કે વિદેશી પ્રોફેશનલ્સ ટેકનિકલ જરૂરિયાતો પૂરી કરે છે. અગાઉ ફી ₹88 લાખ કરાઈ હતી, જેમાં હવે ઘટાડો થવાની આશા છે, જેનો સૌથી વધુ ફાયદો ભારતીય IT પ્રોફેશનલ્સને થશે.
h 1b વિઝા પર ટ્રમ્પનું નવું વલણ   અમેરિકા માટે આવશ્યક  કહી ફીમાં ઘટાડાનો સંકેત
Advertisement
  • H1B વિઝા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન (Trump softens H1B Visa )
  • અમેરિકાને વિદેશના લાયક વ્યાવસાયિકોની જરૂર: ટ્રમ્પ
  • અમેરિકા પાસે તેવું ટેલેન્ટ નથી: રાષ્ટ્રપતિ ટ્રમ્પ
  • ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા H1B વિઝા સામે કાર્યવાહી

Trump softens H1B Visa : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું H-1B વિઝા પ્રત્યેનું વલણ હવે ઘણું નરમ પડતું જોવા મળી રહ્યું છે. ટ્રમ્પે અગાઉ આ વિઝાની ફી બમણી કરીને લગભગ રૂ.88 લાખ કરી દીધી હતી. જોકે, હવે ટ્રમ્પે પોતે જ આ વિઝાને અમેરિકા માટે જરૂરી ગણાવ્યો છે. અત્યાર સુધી H-1B વિઝાનો વિરોધ કરી રહેલા ટ્રમ્પે કહ્યું છે કે H-1B વિઝા અમેરિકા માટે અત્યંત આવશ્યક છે, કારણ કે અમેરિકામાં પ્રતિભાશાળી અમેરિકન કામદારોની અછત છે.

વિદેશી પ્રોફેશનલ્સની ભૂમિકા – Importance of Foreign Professionals

વિદેશી પ્રોફેશનલ્સની ભૂમિકા – Importance of Foreign Professionals

Advertisement

વિદેશી પ્રોફેશનલ્સની ભૂમિકા – Importance of Foreign Professionals

રાષ્ટ્રપતિ ટ્રમ્પનું માનવું છે કે આ વિદેશી પ્રોફેશનલ્સ અમેરિકાની ટેકનિકલ અને વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. ટ્રમ્પે એવું પણ જણાવ્યું કે H-1B વિઝા પ્રણાલી અમેરિકન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટ્રમ્પના આ નરમ વલણથી એવી આશા જાગી છે કે વિઝા પર લગાવવામાં આવેલી બમણી ફી પહેલા જેવી અથવા તો ઓછી થઈ શકે છે.

Advertisement

સૌથી વધુ અસર ભારતીયો પર – Impact on Indian IT Workers

આ વિઝા ફીમાં થનારા સંભવિત ફેરફારની સૌથી વધુ અસર ભારતીયો પર પડશે. આંકડાઓ અનુસાર, દર વર્ષે નવા H-1B વિઝામાંથી 70% વિઝા ભારતીયોને મળે છે, જ્યારે 11-12% વિઝા ચીની નાગરિકોને આપવામાં આવે છે.

  • પત્રકારોએ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછ્યું કે શું H-1B વિઝા સુધારો તેમના પ્રશાસનની મુખ્ય પ્રાથમિકતા રહેશે, તો ટ્રમ્પે સહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે અમેરિકા લાંબા સમયથી બેરોજગાર રહેલા અમેરિકનોને પૂરતી ટ્રેનિંગ વિના મેન્યુફેક્ચરિંગ અને ડિફેન્સમાં જટિલ ભૂમિકાઓ માટે રાખી શકતું નથી.

Impact on Indian IT Workers

કુશળતાનો અભાવ – Lack of Skilled Workers in US

ગત સપ્ટેમ્બરમાં ટ્રમ્પે H-1B વિઝામાં મોટા ફેરફારો કર્યા હતા. જેમાં નવા H-1B વિઝા અરજીઓ માટે 1,00,000 યુએસ ડોલર (લગભગ 88 લાખ)ની ફી નક્કી કરવામાં આવી હતી, જે અગાઉ માત્ર 1,500 યુએસ ડોલર આસપાસ હતી.

  • એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે પૂરતા પ્રતિભાશાળી લોકો નથી. કેટલીક કુશળતાઓ એવી હોય છે જે તમારી પાસે હોતી નથી, અને લોકોને તે શીખવી પડે છે. તમે લોકોને બેરોજગારીની કતારમાંથી હટાવીને એવું કહી ન શકો કે 'હું તમને એક કારખાનામાં મૂકી દઈશ જ્યાં આપણે મિસાઇલો બનાવીશું, ટ્રમ્પે અગાઉ આ વિઝાની ફી બમણી કરીને લગભગ 88 લાખ કરી દીધી હતી. જોકે, હવે ટ્રમ્પે પોતે જ આ વિઝાને અમેરિકા માટે જરૂરી ગણાવ્યો છે..'

જટિલ ઉત્પાદનોમાં સમસ્યા – Complex Manufacturing Issues

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ્યોર્જિયા રાજ્યનું ઉદાહરણ આપતા કહ્યું કે કુશળ વિદેશી કામદારોને હટાવવાથી જટિલ ઉત્પાદનો બનાવવામાં ઘણી સમસ્યાઓ આવી હતી, કારણ કે કોરિયાના કર્મચારીઓને હટાવી દેવાયા હતા. તેમણે કહ્યું કે, "તેમની પાસે દક્ષિણ કોરિયાના લોકો હતા જેમણે જીવનભર બેટરી બનાવી હતી. બેટરી બનાવવી એ ખૂબ જ જટિલ અને ખતરનાક કામ છે."

આ પણ વાંચો : ટ્રમ્પની મોટી જાહેરાત: ભારત સાથે ટૂંક સમયમાં વ્યાપક વેપાર સમજૂતી, ટેરિફ ઘટશે

Tags :
Advertisement

.

×