ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump Tariff : જાપાન અને સાઉથ કોરિયા પર લગાવ્યો 25% ટેરિફ, 1 ઓગસ્ટથી થશે લાગુ

Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump)ફરી એકવાર નવા ટેરિફ (us new tariff policy)રેટની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ જેવા ચોક્કસ ક્ષેત્રો પર પહેલાથી...
11:00 PM Jul 07, 2025 IST | Hiren Dave
Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump)ફરી એકવાર નવા ટેરિફ (us new tariff policy)રેટની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ જેવા ચોક્કસ ક્ષેત્રો પર પહેલાથી...
us new tariff policy

Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump)ફરી એકવાર નવા ટેરિફ (us new tariff policy)રેટની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. નવા ટેરિફ દર સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ જેવા ચોક્કસ ક્ષેત્રો પર પહેલાથી લાદવામાં આવેલા ટેરિફ કરતા અલગ હશે.આ સાથે વોશિંગ્ટને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ત્રીજા દેશો દ્વારા માલ મોકલીને ટેરિફ ટાળવાનો પ્રયાસ કરશે, તો તેના પર ઊંચા દરે દંડ પણ ફટકારવામાં આવશે.

સાઉથ કોરિયા તેના ટેરિફમાં વધારો કરશે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કોરિયન કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરવાનું પસંદ કરશે તો તેમને કોઈ ટેરિફ ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેમને આવા રોકાણોને ઝડપથી મંજૂરી આપવાનું પણ વચન આપ્યું હતું. પરંતુ ટ્રમ્પે ચેતવણી પણ આપી હતી કે જો સાઉથ કોરિયા તેના ટેરિફમાં વધારો કરશે, તો અમેરિકા તેમને તે જ રકમમાં વધારો કરશે અને તેને હાલના 25% ટેરિફમાં જોડશે.


આ  પણ  વાંચો -Trump Tariff : જાપાન અને સાઉથ કોરિયા પર લગાવ્યો 25% ટેરિફ, 1 ઓગસ્ટથી થશે લાગુ

સાઉથ કોરિયા પર ટેક્સ લાદવાનું શું છે કારણ?

યુનાઈટેડ સ્ટેટ્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટ 2025 થી સાઉથ કોરિયાથી આવતા તમામ માલ પર 25% ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લાદવામાં આવશે. યુએસએ આનું કારણ ક્રોનિક વેપાર અસંતુલન અને એકતરફી વેપાર નીતિઓ ગણાવી છે.સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગને લખેલા ઔપચારિક પત્રમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે કોરિયા અને અમેરિકા વચ્ચે વર્ષોથી વેપાર ખાધનું કારણ બનેલા ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરવા માટે આ પગલું જરૂરી હતું.

આ  પણ  વાંચો -China માં ખળભળાટ! Dalai Lamaને ભારત રત્ન આપવાની ભલામણ, સાંસદોએ કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

બ્રિક્સ દેશો પર 10% વધારાનો ટેરિફ લાદવાની ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ વોર્નિંગ આપી છે કે જે પણ દેશ આ જૂથની 'અમેરિકન વિરોધી નીતિઓ'નું સમર્થન કરશે, તેના પર અમેરિકા દ્વારા વધારાનો 10% ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લાદવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ નીતિમાં કોઈને પણ કોઈ છૂટ આપવામાં આવશે નહીં.

ભારતે તાજેતરમાં બ્રિક્સ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે તાજેતરમાં બ્રિક્સ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની ટીકા કરવામાં આવી હતી. ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે કોઈપણ દેશ "બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓને સમર્થન આપશે તેના પર વધારાનો 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં.આ કડક વલણથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર વૈશ્વિક મંચ પર અમેરિકા વિરુદ્ધ ઉઠાવવામાં આવતા અવાજોને સહન કરશે નહીં અને આર્થિક દબાણ દ્વારા જવાબ આપવાની વ્યૂહરચના અપનાવશે.

Tags :
Donald Trumpdonald trump new tariff policyJapanSouth Koreatarifftariff policytariff ratestariff warus new tariff policyus tariff on japanus tariff on south korea
Next Article