ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમેરિકામાં EVM અને પોસ્ટલ બેલેટ પર પ્રતિબંધ લગાવશે ટ્રમ્પ!

Donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દેશમાં વોટિંગ મશીનથી મતદાન બંધ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ સોશિયલમાં આ અંગે માહિતી આપી છે. આ સાથે ટ્રમ્પે ઈ-મેઈલથી થતા મતદાન પર પણ રોક લગાવાની વાત...
09:37 PM Aug 18, 2025 IST | Hiren Dave
Donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દેશમાં વોટિંગ મશીનથી મતદાન બંધ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ સોશિયલમાં આ અંગે માહિતી આપી છે. આ સાથે ટ્રમ્પે ઈ-મેઈલથી થતા મતદાન પર પણ રોક લગાવાની વાત...
Voting Machine Controversy

Donald Trump : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દેશમાં વોટિંગ મશીનથી મતદાન બંધ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ સોશિયલમાં આ અંગે માહિતી આપી છે. આ સાથે ટ્રમ્પે ઈ-મેઈલથી થતા મતદાન પર પણ રોક લગાવાની વાત કરી છે. USAમાં EVM પર પ્રતિબંધને લઈને ટ્રમ્પે કહ્યું કે, 'વોટિંગ મશીન હેક થઈ શકે છે અને તેનાથી ચૂંટણીમાં ગરબડ થવાની પણ શક્યતા રહે છે.' પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, સમગ્ર મામલે તે એક એક્ઝિક્યુટિવ આદેશ આપશે. આ પછી 2026 ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી (Donald Trump)

ડોનાલ્ડ ટ્રમ્પે આજે સોમવારે (18 ઓગસ્ટ) ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મૂકીને USAમાં EVM પર પ્રતિબંધ મામલે વાત કરી હતી અને મશીન દ્વારા થતી ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અમેરિકન ચૂંટણીમાં અત્યાર સુધી આવી છેતરપિંડી ક્યારેય જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે, ડેમોક્રેટ્સ મેઇલ બેલેટ દ્વારા મતદાનનું સમર્થન કરે છે.

આ પણ  વાંચો -Trump And Zelenskyy Meeting : બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો,ઝેલેન્સ્કીનું મોટું નિવેદન

મતદાન મશીનો અને પોસ્ટલ બેલેટ પર પ્રતિબંધ (Donald Trump)

ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પરની પોસ્ટમાં જણાવ્યું કે તેઓ પોસ્ટલ બેલેટ (મેઇલ-ઇન વોટિંગ) અને મતદાન મશીનોને નાબૂદ કરવાની ચળવળ શરૂ કરશે. તેમણે આ મશીનોને 'ખૂબ જ ખર્ચાળ અને ગંભીર રીતે વિવાદાસ્પદ' ગણાવ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે આ મશીનો વોટરમાર્ક પેપર કરતાં 10 ગણા વધુ મોંઘા છે, અને વોટરમાર્ક પેપર મતદાન મશીનો કરતાં વધુ ઝડપી અને સચોટ પરિણામો આપે છે. ટ્રમ્પના મતે, અમેરિકા વિશ્વનો એકમાત્ર દેશ છે જે પોસ્ટલ વોટિંગનો ઉપયોગ કરે છે, જ્યારે અન્ય દેશોએ 'મોટા પાયે થતી છેતરપિંડી'ને કારણે આ પદ્ધતિનો ત્યાગ કર્યો છે.

આ પણ  વાંચો -Donald Trump : નોબેલની લાલચમાં યુક્રેનના ટુકડા કરાવવા પણ રાજી ટ્રમ્પ !

ડેમોક્રેટ્સ પર આરોપો

ટ્રમ્પે આ મુદ્દા પર ડેમોક્રેટ્સ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ડેમોક્રેટ્સ 'છેતરપિંડી' કરવા માટે આ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, અને એટલા માટે જ તેઓ આ ફેરફારોનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ડેમોક્રેટ્સ 'પોસ્ટલ બેલેટ સાથે છેતરપિંડી ન કરે તો તેમને સંપૂર્ણપણે અયોગ્ય જાહેર કરવામાં આવશે.' આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ ચૂંટણી પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે કટિબદ્ધ છે.

દેશનું અસ્તિત્વ ટકી શકતું નથી

આ જાહેરાત પર ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે રાજકીય ઘર્ષણ વધુ વધવાની શક્યતા છે. ટ્રમ્પનું માનવું છે કે 'નિષ્પક્ષ અને પ્રામાણિક ચૂંટણીઓ અને મજબૂત સરહદો વિના, દેશનું અસ્તિત્વ ટકી શકતું નથી.' આનાથી આગામી 2026 ની મધ્યસત્ર ચૂંટણીઓ એક નવી દિશા પકડશે તેવું લાગી રહ્યું છે.

Tags :
Election Integrity 2026Mail-in Ballot BanTrump Election ReformTrump Executive Order 2026Voting Machine Controversy
Next Article