Tren de Aragua leader killed: અમેરિકાનો મોટો ધડાકો, વેનેઝુએલાના સૌથી ખતરનાક ગેંગસ્ટર 'નિનો ગુરેરો' ઠારઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, ટ્રમ્પે દાવો કર્યો છે કે વેનેઝુએલાના સૌથી ખતરનાક ગણાતા ગુનાહિત સંગઠન ‘ટ્રેન ડી અરાગુઆ’ના વડા હેક્ટર રુસ્થેનફોર્ડ ગુરેરો ફ્લોરેસનું મોત થયું છે. અમેરિકી સૈન્ય દળોએ વેનેઝુએલાના અધિકારીઓ સાથે મળીને કરેલા એક સંયુક્ત અભિયાનમાં આ કુખ્યાત ગેંગસ્ટરનો ખાતમો કર્યો છે. આ ઘટના બાદ વિશ્વભરમાં ચકચાર મચી ગઈ છે.
Advertisement
Tren de Aragua leader killed: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી એકવાર મોટી જાહેરાત કરી છે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકી સૈન્યએ વેનેઝુએલાના સૌથી ખતરનાક ગણાતા ગુનાહિત સંગઠન ‘ટ્રેન ડી અરાગુઆ’ના વડાને ઠાર કર્યો છે. ટ્રમ્પે આ સફળ ઓપરેશન અંગે માહિતી શેર કરી છે. અમેરિકી સધર્ન કમાન્ડે આયોજનબદ્ધ રીતે એક ઝડપી અને ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગેંગસ્ટર હેક્ટર ગુરેરો ફ્લોરેસ, જે ‘નિનો ગુરેરો’ તરીકે પણ ઓળખાતો હતો, તેને ઠાર મારવામાં આવ્યો છે. ટ્રમ્પના નિર્દેશ મુજબ આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. વેનેઝુએલાના બોલિવર રાજ્યમાં આવેલા ગેંગના કમ્પાઉન્ડ પર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે જણાવ્યું છે.

