ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ખુલ્લી ચેતવણી: "હથિયાર છોડો, નહીં તો અમે છોડાવીશું"
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ચેતવણી (Trump Hamas Disarmament)
- "તમારા શસ્ત્રો નીચે મૂકો, નહીંતર અમે તેમને જપ્ત કરીશું"
- શાંતિ કરારના ભાગ રૂપે હમાસે શસ્ત્રો સોંપવા જોઈએ:ટ્રમ્પ
- તેઓ જાણે છે કે હું રમત રમી રહ્યો નથી: ડોનાલ્ડ ટ્રમ્પ
- હમાસે તેના શસ્ત્રો સોંપવાના વચનને પૂર્ણ કરવું જોઈએ:ટ્રમ્પ
Trump Hamas Disarmament : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા (Gaza) શાંતિ પ્રસ્તાવ (Peace Proposal) પર હસ્તાક્ષર થયાના બીજા જ દિવસે આતંકવાદી સંગઠન હમાસ (Hamas) ને કડક ચેતવણી આપી છે.
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શાંતિ પ્રસ્તાવમાં હમાસ દ્વારા હથિયાર છોડવાની વાત છે, જો તે ન માને તો શું? તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અંદાજમાં કહ્યું કે, હમાસે હથિયારો છોડવા જ પડશે અને જો તે પોતાની મરજીથી તેમ નહીં કરે, તો "અમે છોડાવીશું."
તેમણે સ્પષ્ટ કર્યું કે, "જો હમાસ હથિયારો નહીં છોડે તો અમે સખત રીતે કાર્યવાહી કરીશું અને આ રીત થોડી હિંસક પણ હોઈ શકે છે."
Trump Warning
બંધકોની મુક્તિ અને હથિયાર છોડવાની શરત (Trump Hamas Disarmament)
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે હમાસના નજીકના લોકો સાથે વાત કરી છે:
- ટ્રમ્પનો દાવો: ટ્રમ્પે કહ્યું, "મેં હમાસ સાથે વાત કરી છે. મેં કહ્યું કે તમે હથિયાર છોડવા જઈ રહ્યા છો, બરાબર? તેમણે કહ્યું કે હા સર, અમે બધા હથિયારો ખતમ કરીશું."
- અંતિમ ચેતવણી: ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે જો આ વચન પછી પણ હમાસ હથિયાર નહીં છોડે, તો અમે તેમને છોડાવી દઈશું. આ ઉપરાંત, તેમણે આતંકી જૂથ (Terrorist Group) ને તમામ બંધકો (Hostages) ને મુક્ત કરવા અને મૃતદેહોને પણ સોંપવાની ચેતવણી આપી છે.
અમેરિકાનું સક્રિય હસ્તક્ષેપ
ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના મામલાની કમાન મિડલ ઈસ્ટ બાબતોના અમેરિકન પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ (Steve Witkoff) ને સોંપી છે. તેમના જમાઈ જરેદ કુશનર (Jared Kushner) પણ આ શાંતિ પ્રક્રિયાનો ભાગ છે. વિટકોફ અને કુશનરે ટ્રમ્પની મંજૂરી બાદ શર્મ અલ શેખમાં હમાસના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી હતી. અમેરિકાના હસ્તક્ષેપથી શુક્રવારથી ગાઝામાં યુદ્ધવિરામ (Ceasefire) લાગુ છે. હમાસે ઇઝરાયેલના 20 બંધકોને મુક્ત કર્યા છે, જ્યારે ઇઝરાયેલે પણ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા છે.
Israel-Hamas Ceasefire
હમાસની સક્રિયતાથી નવી ચિંતા
બંધકોની અદલાબદલી પછી પણ હમાસ ફરી સક્રિય થઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. જ્યારે પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરવામાં આવ્યા, ત્યારે હમાસના લડાયક સભ્યો પણ તેમને લેવા પહોંચ્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન તેમણે હથિયારો લહેરાવ્યા (Weapons Flashing) અને જીતની ઉજવણી કરતા ઇઝરાયેલ વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ ઘટનાઓ સંકેત આપે છે કે હમાસ ફરીથી ઉગ્ર થઈ શકે છે.
આ પણ વાંચો : ભાગલા પાડો અને રાજ કરોની નીતિ નહીં ચાલવા દઉ, ચીન પર કેમ ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ?