Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મોટો નૌસૈન્ય કાફલો Iran મોકલવાની Trump ની ધમકી, ઈરાની જનરલે કહ્યુ- યુદ્ધ માટે તૈયાર છીએ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર ચેતવણી આપતા અમેરિકાનો વિશાળ નૌસૈન્ય કાફલો ઈરાન તરફ રવાના કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ વાટાઘાટો દ્વારા ઉકેલ ઈચ્છે છે, પરંતુ જો સમજૂતી નહીં થાય તો સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયાર છે. ઈરાન સાથે સીધો સંપર્ક થયો હોવાની પુષ્ટિ કરતા તેમણે આ જહાજી કાફલાને દબાણ વધારવાની રણનીતિનો ભાગ ગણાવ્યો છે.
મોટો નૌસૈન્ય કાફલો iran મોકલવાની trump ની ધમકી  ઈરાની જનરલે કહ્યુ  યુદ્ધ માટે તૈયાર છીએ
Advertisement

. ટ્રમ્પે ઈરાન તરફ અમેરિકાની અત્યાર સુધીની સૌથી મોટી નૌસૈન્ય હાજરી ઉભી કરવાની ધમકી આપી.
. અમેરિકાએ ઈરાન સાથે સીધો સંવાદ કર્યો હોવાની પુષ્ટિ કરી, પરંતું સૈન્ય હિલચાલની સમયમર્યાદા જાહેર કરવાનો ઇનકાર કર્યો.
. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો શાંતિપૂર્ણ સમજૂતી નહીં થાય, તો અમેરિકા અન્ય માર્ગો (યુદ્ધ) અપનાવવા માટે સંપૂર્ણ સજ્જ છે.

US-Iran Tension: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને યુદ્ધની ધમકી આપી છે. તેમણે કહ્યુ છે કે અમેરિકા ઈરાન તરફપહેલા જ વધુ મોટો નૌસૈન્ય કાફલો મોકલી રહ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે અમે વાટાઘાટો દ્વારા કોઈ પરિણામ પર પહોંચવા માંગીએ છીએ, પરંતુ જો વાત નહીં બને તો અમે અન્ય માર્ગો માટે પણ તૈયાર છીએ.

Advertisement

આ પણ વાંચો: Israel Nuclear Test?: ઈરાન સાથે તણાવ વચ્ચે ઈઝરાયલે કર્યું પરમાણુ પરીક્ષણ?

Advertisement

મોટો નૌસૈન્ય કાફલો મોકલી રહ્યું છે અમેરિકા

ટ્રમ્પે કહ્યુ કે આ તેનાતી અમેરિકાની એ નૌસૈન્ય હાજરીથી પણ મોટી હશે, જે પહેલા વેનેઝુએલા પાસે હતી. તેમણે આને એક મોટો જહાજી કાફલો ગણાવ્યો. તેમણે કહ્યુ હતુ કે આ પગલું ભરવાનો ઉદેશ્ય દબાણ વધારવાનો છે, જ્યારે વાતચીતની કોશિશો ચાલુ રહેશે. ટ્રમ્પે કહ્યુ છે કે અમે હવે ઈરાન તરફથી મોટી સંખ્યામાં જહાજ મોકલી રહ્યા છીએ. આશા છે કે સમજૂતી થઈ જશે.

આ પણ વાંચો: ટ્રમ્પની ધમકીઓ છતાં ઈરાન પર હુમલો કરતા કેમ ખચકાઈ રહ્યું છે અમેરિકા? કારણ જાણીને ચોંકશો

ઈરાન સાથે સીધો સંવાદ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને સવાલ કરવામાં આવ્યો કે શું ઈરાનને કોઈ સમયમર્યાદા આપવામાં આવી છે, તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. તેમણે કહ્યુ છે કે આ વાત માત્ર ઈરાન જ યોગ્ય રીતે જાણે છે. ટ્રમ્પે એ પણ પુષ્ટિ કરી છે કે તેમનો ઈરાન સાથે સીધો સંપર્ક થયો છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે શું સંદેશ ઈરાનના નેતાઓ સુધી પહોંચ્યો છે, તો તેમણે કહ્યુ કે હા, પહોંચ્યો છે.

આ પણ વાંચો: USS Abraham Lincoln કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ઈરાન તરફ રવાના, 10000 ભારતીય છાત્રોની ચિંતા

વાટાઘાટોથી સમાધાનની કોશિશ

ટ્રમ્પે કહ્યુ છે કે અમેરિકા વાતચીત દ્વારા ઉકેલ કાઢવા માંગે છે, પરંતુ સ્થિતિ બગડવાની સંભાવના પણ નકારી નથી. ટ્રમ્પે કહ્યુ કે જો સમજૂતી થાય છે, તો સારું છે. જો નહીં થાય, તો આગળ જોવામાં આવશે. તેમણે કહ્યુ કે અમેરિકા પાસે વિશ્વના સૌથી શક્તિશાળી જહાજ છે અને તેની તેનાતીને રોકથામની એક મોટી રણનીતિનો ભાગ માનવામાં આવે છે. તેમણે સૈન્ય યોજનાઓનો સમય અને નિયમો પર વાત કરવાનો ઈન્કાર કર્યો. ટ્રમ્પે કહ્યુ કે તે સૈન્ય મામલાઓ પર જાહેરમાં કંઈપણ જણાવવા ઈચ્છતા નથી.

આ પણ વાંચો: Iran Crisis: ઈરાન સંકટ વૈશ્વિક અગ્નિપરીક્ષા, 3 મહાસત્તાઓની રણભૂમિ મધ્ય-પૂર્વ સળગાવશે

Tags :
Advertisement

.

×