Donald Trump એ ઇરાનને આપી મોટી ધમકી, યુદ્ધવિરામ લંબાવવાનો કર્યો ઈનકાર
- ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાની દરખાસ્ત ફગાવી (Trump Threat to Iran Attack)
- સમજૂતી નહીં થાય તો ફરી બોમ્બમારો કરવાની અમેરિકાની ધમકી
- ઈરાની જેલમાં બંધ 8 મહિલાઓને મુક્ત કરવા ટ્રમ્પની કડક અપીલ
- પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આગામી શાંતિ વાટાઘાટો પર સૌની નજર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન (Iran) સાથેના ચાલી રહેલા તણાવ વચ્ચે એક વિસ્ફોટક નિવેદન આપ્યું છે. યુદ્ધવિરામની (Ceasefire) સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ સમયમર્યાદા લંબાવવા માંગતા નથી. તેમણે ચેતવણી આપી છે કે જો તેહરાન (Tehran) સાથે ટૂંક સમયમાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો અમેરિકા ફરીથી સૈન્ય હુમલાઓ શરૂ કરી શકે છે.
Trump Threat to Iran Attack : ડીલ થશે અથવા બોમ્બમારો
મંગળવારે CNBC ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે યુદ્ધવિરામ લંબાવવા માંગતા નથી કારણ કે અમારી પાસે એટલો સમય નથી. અમે ખૂબ મજબૂત સ્થિતિમાં છીએ અને કાં તો એક મોટો કરાર (Great Deal) થશે અથવા અમે સૈન્ય કાર્યવાહી કરીશું." ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે, "મને આશા છે કે બોમ્બમારો થશે કારણ કે તે એક સારું વલણ (Stance) છે, પરંતુ અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ."
ડોનાલ્ડ ટ્રમ્પે કરી ટીકા
ઈરાની નેતૃત્વની આકરી ટીકા કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ સારા લોકો સાથે કામ કરી રહ્યા નથી. તેમણે દાવો કર્યો કે ઈરાનમાં 42,000 નિર્દોષ વિરોધીઓને ફાંસી આપવામાં આવી છે. ટ્રમ્પે ઈરાનને અપીલ કરી છે કે તેઓ તે 8 મહિલાઓને મુક્ત કરે જેમને ટૂંક સમયમાં ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
પાકિસ્તાનમાં આગામી બેઠક
આ ભયાનક તણાવ વચ્ચે પણ રાજદ્વારી માર્ગો ખુલ્લા રાખવાના સંકેત મળ્યા છે. ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યો હતો કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોની બીજી બેઠક પાકિસ્તાનની (Pakistan) રાજધાની ઈસ્લામાબાદમાં (Islamabad) યોજાઈ શકે છે. વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ પણ આ વાટાઘાટોમાં જોડાવા માટે સકારાત્મક વલણ દાખવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: Donald Trumpની લોકપ્રિયતામાં મસમોટું ગાબડું, સર્વેમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો


