Donald Trump : પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં
- પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય (Donald Trump )
- તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં
- ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે એક કલાક થઇ વાતચીત
Donald Trump: અલાસ્કા(alaska)માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત (Trump and putin meeting)સમાપ્ત થયાના થોડા સમય બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીને (Trump zelensky meeting)ફોન કર્યો. તેમણે શનિવારે પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ શિખર મંત્રણા વિશે માહિતી આપી. ત્યારપછી તેમને તાત્કાલિક અમેરિકા આવવાનું કહી દીધું.
ઝેલેંસ્કી અને ટ્રમ્પ વચ્ચે એક કલાક થઇ વાતચીત
ઝેલેંસ્કીએ કહ્યું કે તેમણે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ એક કલાક સુધી વાતચીત કરી છે. અલાસ્કામાં શિખર સમ્મેલનમાં તેમના સામેલ ના થવાથી યૂક્રેનના લોકો નારાજ હતા. ઝેલેંસ્કીએ આ વાત પર ભાર આપ્યો કે આગામી તબક્કાની વાતચીતમાં ત્રણેય નેતાઓએ હાજર રહેવું જોઇએ.
ટ્રમ્પે અલાસ્કાથી ઝેલેંસ્કી સાથે વાત કરી
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પણ જણાવ્યું કે ટ્રમ્પે અલાસ્કાથી વોશિંગ્ટન પરત ફરતા સમયે ઝેલેંસ્કી સાથે ઘણી વાર સુધી વાત કરી હતી. આ વાતચીતમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર, ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેંક્રો, નાટો મહાસચિવ માર્ક રૂટ, યૂરોપીય પંચના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક પણ આ કૉલમાં સામેલ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે રશિયા-યૂક્રેન વચ્ચે ચાર વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.
ગત બેઠકમાં મામલો બગડ્યો હતો
ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કીની અમેરિકાની છેલ્લી મુલાકાત ખૂબ જ ખરાબ હતી. તેઓ બેઠક અધવચ્ચે જ છોડી ગયા હતા. એક અહેવાલ મુજબ, ઝેલેન્સકી ટૂંક સમયમાં ફરીથી વોશિંગ્ટનની મુલાકાત લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સકી 18 ઓગસ્ટે જ અમેરિકા જશે.
આ પણ વાંચો -રશિયા પર નરમી અને ભારત તરફ લાલ આંખ! Trump ની આ નીતિથી ઘરમાં જ શરૂ થઇ ટીકા
કેમ બોલાવ્યાં છે તાત્કાલિક?
એવું માનવામાં આવે છે કે આ મુલાકાતનો એજન્ડા યુક્રેન યુદ્ધ, અમેરિકા સહયોગ અને રશિયા પર દબાણ લાવવાની વ્યૂહરચના હશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને પુતિન આજે અલાસ્કામાં મળ્યા હતા, પરંતુ વાતચીત પછી કોઈ નક્કર સહમતિની જાહેરાત કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો -Alaska Meet બાદ ટ્રમ્પે કહ્યું, રશિયાએ ગુમાવ્યું, ભારત અને ટેરિફનો ઉલ્લેખ
ઝેલેન્સ્કીએ શું કહ્યું
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે હું રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે રચનાત્મક સહયોગ માટે તૈયાર છું. આ સાથે તેમણે એ પણ પુષ્ટિ આપી કે મને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાતે જવું પડશે. ઝેલેન્સકી સોમવારે ટ્રમ્પને મળશે.