ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Trump Warns :ટ્રમ્પની નજર ભારતના આ સેક્ટર પર ? 250 ટકા ટેરિફ લાદવાની તૈયારી!

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના આ  સેક્ટર નજર  ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો Trump Warns : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ...
07:42 PM Aug 06, 2025 IST | Hiren Dave
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના આ  સેક્ટર નજર  ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો Trump Warns : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ...
Trump Tariffs impact on pharma Sector

Trump Warns : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ અને પેનલ્ટી લાદ્યા બાદ તેમાં સતત વધારો કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હવે ભારતના ફાર્મા સેક્ટરને ટાર્ગેટ કરતાં તેના પર 50-100 ટકા નહીં, પરંતુ 250 ટકા ટેરિફ (Trump Warns 250% Tariff On Pharma Products)લાદવાની ધમકી આપી છે. જેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી ભારતીય કંપનીઓ પર થવાની ભીતિ છે.ભારતીય ફાર્મા સેક્ટરનું (India Pharma Sector) સૌથી મોટુ માર્કેટ ગણાતા અમેરિકા દ્વારા આ ટેરિફ લાદવામાં આવે તો મોટું નુકસાન થવાની ભીતિ વચ્ચે આજે શેરબજારમાં ફાર્મા શેર્સ કડડભૂસ થયા હતાં. વિવિધ ફાર્મા કંપનીઓના શેરમાં 10 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કરી જાહેરાત

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં થતી ફાર્મા આયાત પર ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ તબક્કાવાર ટેરિફ લાગુ કરવામાં આવશે. પહેલાં ફાર્મા સેક્ટર પર ઓછો ટેરિફ લાદવામાં આશે. બાદમાં 18 મહિનામાં સીધો 150 ટકા સુધી વધારો થશે. ત્યારબાદ તેમાં 250 ટકા સુધી વધારો કરવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લીધું છે.

આ પણ  વાંચો -Donald Trump : 'આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ'

ફાર્મા સેક્ટરનો સૌથી મોટો આયાતકાર USA (Trump Warns )

અમેરિકા દવાઓ અને અન્ય ફાર્મા પ્રોડક્ટ્સનો મોટો આયાતકાર છે. ગયા વર્ષે 2024માં, આ ક્ષેત્રમાં અમેરિકન આયાત 234 અબજ ડોલરે પહોંચી હતી. અમેરિકાના સૌથી મોટા સપ્લાયર્સમાં આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઇટાલી, ચીન, બ્રિટન, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, ભારતમાંથી આયાત કુલ યુએસ આયાતના 6 ટકા રહી હતી, જેનું મૂલ્ય 13 અબજ ડોલરથી વધુ હતું. ભારત તેની ફાર્મા પ્રોડક્ટ્સનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં નિકાસ કરે છે. ખાસ કરીને ત્યાં ભારતની જેનેરિક દવાઓની જોરદાર માંગ છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પનો ટેરિફ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ફાર્મા કંપનીઓના નફામાં ઘટાડો થવાની ભીતિ સાથે આજે શેરબજારમાં વિવિધ ફાર્મા કંપનીઓના શેર તૂટ્યા હતાં.

આ પણ  વાંચો -Chikungunya Virus : ચીનમાં કોરોના બાદ હવે ચિકનગુનિયાનો કહેર, 7000 કેસ મળતા તંત્રએ જાહેર કર્યુ એલર્ટ

ટ્રમ્પ શું દાવો કરે છે

મંગળવારે એક ન્યૂઝ એજન્સી સાથે વાર કરતાં ટ્રમ્પે કહ્યું કે તેમણે આ નીતિ "લાગુ" કરી છે અને દાવો કર્યો છે કે તે દવાઓની કિંમતમાં ભારે ઘટાડો કરશે - જોકે હજુ સુધી કોઈ સત્તાવાર ફેરફારો લાગુ કરવામાં આવ્યા નથી. ગયા અઠવાડિયે, ટ્રમ્પે 17 મુખ્ય દવા ઉત્પાદકોને પત્રો પણ મોકલ્યા હતા, જેમાં તેમને 29 સપ્ટેમ્બર સુધીમાં પગલાં લેવા વિનંતી કરી હતી. તેમણે તેમને ખર્ચ ઘટાડવાના અન્ય પગલાંઓ સાથે, મેડિકેડ દર્દીઓ માટે તેમની સંપૂર્ણ શ્રેણીની દવાઓ ઉપલબ્ધ કરાવવાનો આગ્રહ કર્યો હતો.

Tags :
Donald TrumpIndia Pharma Sectortariff on pharma sectorTrump tariffsTrump Tariffs impact on pharma Sector
Next Article