Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Trump નો Iran પર મોતના તાંડવનો ઈરાદો?: 90 યુદ્ધવિમાનો સાથે USS Bush પહોંચ્યુ મધ્યપૂર્વ

US - Iran War : અમેરિકાએ મધ્યપૂર્વમાં પરમાણુ ઊર્જા સંચાલિત યુએસએસ જોર્જ એચ. ડબ્લ્યૂ બુશ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કર્યું છે. ૯૦ યુદ્ધવિમાનોની ક્ષમતા ધરાવતું આ જહાજ લાલ સાગરના જોખમી રસ્તાને બદલે આફ્રિકા ફરીને પહોંચ્યું છે. હવે આ ક્ષેત્રમાં કુલ ત્રણ અમેરિકન કેરિયર કાર્યરત થતા ઈરાન સામે અમેરિકાની સૈન્ય શક્તિ અને હવાઈ હુમલાની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.
trump નો iran પર મોતના તાંડવનો ઈરાદો   90 યુદ્ધવિમાનો સાથે uss bush પહોંચ્યુ મધ્યપૂર્વ
Advertisement

. ત્રણ મોટા એરક્રાફ્ટ કેરિયર્સની હાજરીથી મધ્યપૂર્વમાં અમેરિકાની હુમલો કરવાની ક્ષમતા સર્વોચ્ચ સ્તરે પહોંચી
. યુએસએસ બુશ ૯૦ જેટલા ફાઈટર જેટ્સ, હેલિકોપ્ટર અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ
. આફ્રિકાના લાંબા રસ્તેથી કેરિયર મોકલીને અમેરિકાએ આ ક્ષેત્રમાં લાંબા ગાળા સુધી રહેવાના સંકેત આપ્યા

USS George HW Bush Middle East deployment : અમેરિકાએ મધ્યપૂર્વ (Middle East) માં પોતાની સૈન્ય શક્તિને વધુ મજબૂત કરી છે. તેનું ત્રીજું પરમાણુ ઊર્જા સંચાલિત વિશાળ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ જોર્જ એચ. ડબ્લ્યૂ બુશ (USS George H.W. Bush) (CVN-77) હવે મિડલ-ઈસ્ટ ક્ષેત્રમાં પહોંચી ચુક્યું છે.

Advertisement

આ એરક્રાફ્ટ કેરિયર આફ્રિકાના દક્ષિણી છેડા કેપ ઓફ ગુડ હોપ (Cape of Good Hope) થી ફેરવીને લાવવામાં આવ્યું છે, જેથી લાલસાગરના ખતરનાક રસ્તાથી બચી શકાય. હવે આ ક્ષેત્રમાં અમેરિકા પાસે ત્રણ મોટા એરક્રાફ્ટ કેરિયર થઈ ગયા છે. તેનાથી અમેરિકાની નૌસેનાની હવાઈ શક્તિ, હુમલો કરવાની ક્ષમતા અને ક્ષેત્રમાં નિયંત્રણ ઘણું વધી જશે.

Advertisement

આ પણ વાંચો: US - Iran મધ્યસ્થતામાં ભારતની એન્ટ્રીના સંકેત! રાજનાથે કહ્યુ-ભવિષ્યમાં ભૂમિકા શક્ય

USS George H.W. Bush શું છે?

આ અમેરિકાની નૌસેનાનું નિમિત્ઝે ક્લાસ (Nimitz-class) નું 10મુ અને છેલ્લુ સુપર કેરિયર છે. તે 2009માં સેવામાં આવ્યું હતું. તેનું નામ અમેરિકાના 41મા રાષ્ટ્ર્પ્રમુખ જોર્જ એચ. ડબ્લ્યૂ બુશ પરથી રાખવામાં આવ્યું છે.

આ એક ફ્લોટિંગ એરબેઝ (floating airbase) ની જેમ કામ કરે છે. જે કોઈપણ વિદેશી આધાર વગર જ હજારો કિલોમીટર દૂરથી પણ હવાઈ હુમલાની ક્ષમતા ધરાવે છે. આ એરક્રાફ્ટ કેરિયર પરમાણુ ઊર્જાતી સંચાલિત છે. માટે તેને ઈંધણ ભરવાની જરૂરત ઘણી ઓછી પડે છે. આ ઘણાં વર્ષો સુધી સતત સમુદ્રમાં રહી શકે છે.

વજન (ડિસ્પ્લેસમેન્ટ) : લગભગ 1,02,000થી 1,04,000 ટન

લંબાઈ : 1092 ફૂટ (લગભગ 33 મીટર) એટલે કે ત્રણ ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ

પહોળાઈ : 252 ફૂટ (અંદાજે 77 મીટર)

ગતિ : 30 નોટ્સથી વધારે (લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાક)

એન્જિન : બે A4W પરમાણુ રિએક્ટર, જે 20-25 વર્ષ સુધી રિફ્યૂલિંગ વગર ચાલી શકે છે

ક્રૂ મેમ્બર્સ : જહાજ પર 3200 સેલર્સ, એરવિંગના 2480 એમ કુલ 5000થી 7000 લોકો

આ પણ વાંચો: Trump ને ધમકીબાજીથી જીતવું છે Iran War! 12 વખત આપી છે તબાહીની વોર્નિંગ

હવાઈ શક્તિ

આ કેરિયર 60થી 90 સુધી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું વહન કરી શકે છે. સામાન્ય રીતે તેમાં સામેલ હોય છે.

. F/A-18E/F સુપર હોર્નેટ ફાઈટર જેટ (મલ્ટી રોલ હુમલા અને યુદ્ધક)

. EA-18G ગ્રાઉલર (ઈલેક્ટ્રોનિક વોરફેર- દુશ્મનના રડાર અને કમ્યુનિકેશનને જામ કરનાર)

. E-2D હૉકી (એરબોર્ન અર્લી વોર્નિંગ- દુશ્મનનાહુમલાની પહેલા માહિતી આપનાર)

. MH-60 સીહૉક હેલિકોપ્ટર (એન્ટી સબમરીન, સર્ચ એન્ડ રેસ્ક્યૂ)

ચાર સ્ટીમ કેટાપલ્ટથી જેટને 0થી 241 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં કેટલીક સેકન્ડ્સમાં લોન્ચ કરી શકાય છે. એક દિવસમાં તે 120-150 સામાન્ય સોર્ટી અને જરૂરત પડવા પર 240 સોર્ટી સુધીની ક્ષમતા ધરાવે છે. સોર્ટી એટલે ફાઈટર જેટ્સના ઉડ્ડયનો. એક દિવસમાં સેંકડો લક્ષ્યો પર હુમલા કરી શકાય છે.

આ પણ વાંચો: હંગેરીમાં સત્તા પરિવર્તન US- Europe માં દક્ષિણપંથી રાજનીતિની ઉલટી ગણતરીના સંકેત!

ડિફેન્સિવ વેપન્સ

2 × Mk 29 લોન્ચર્સ- ઈવોલ્વ્ડ સી સ્પેરો મિસાઈલ (ESSM) મધ્ય અંતરના હવાઈ હુમલાથી બચાવ

2 × RIM-116 રોલિંગ એરફ્રેમ મિસાઈલ (RAM) - નાના અંતરની એન્ટી- શિપ મિસાઈલ અને હવાઈ ખતરાથી બચાવ

3 × Phalanx CIWS (20mm ગેટલિંગ ગન) - ઘણી નજીક આવનારી મિસાઈલ અથવા વિમાનને 4500 રાઉન્ડ પ્રતિ મિનિટની ઝડપથી નષ્ટ કરવા

Mk 38 25mm મશીન ગન સિસ્ટમ- નાની બોટ્સ અથવા ડ્રોનથી બચાવ

તેના સિવાય કેવલાર આર્મર મહત્ત્વપૂર્ણ હિસ્ઓ પર લાગેલું હોય છે. રડાર, ઈલેક્ટ્રોનિક વોરફેર અને ડેકોય સિસ્ટમ પણ ઘણી એડવાન્સ છે.

આ પણ વાંચો: UAE વધારશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Trump નું ટેન્શન!

મધ્યપૂર્વમાં અમેરિકાની સૈન્ય શક્તિ વધી

હવે મિડલ ઈસ્ટમમાં અમેરિકાના ત્રણ મોટા એરક્રાફ્ટ કેરિયર પહોંચી ચુક્યા છે. યુએસએસ જોય્રજ એચ. ડબ્લ્યૂ. બુશ, યુએસએસ અબ્રાહમ લિંકન અને યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ (USS George H.W. Bush alongside USS Abraham Lincoln and USS Gerald R. Ford) , ના મિડલ-ઈસ્ટમાં તેનાત થવાને કારણે અમેરિકાની વાયુશક્તિ આ ક્ષેત્રમાં અનેકગણી વધી ગઈ છે. દરેક એરક્રાફ્ટ કેરિયર પોતાના એક સ્ટ્રાઈક ગ્રુપની સાથે ઓપરેટ કરે છે. આ સ્ટ્રાઈક ગ્રુપમાં ડેસ્ટ્રોયર, ક્રૂઝર અને સપ્લાઈ શિપ હોય છે. ત્રણેય એરક્રાફ્ટ કેરિયર મળીને સેંકડો યુદ્ધવિમાનો, ઈલેક્ટ્રોનિક વોરફેર પ્લેન અને અર્લી વોર્નિગ એરક્રાફ્ટ ઉપલબ્ધ કરાવી શકે છે.

આ શક્તિ ઈરાન અથવા કોઈપણ વિરોધીના હવાઈ હુમલા, નિરીક્ષણ અને સમુદ્રી બ્લોકેડ કરવામાં ઘણી મદદ કરશે. એક કેરિયર એકલું જ એક નાના દેશની આખી એરફોર્સ જેટલી શક્તિ ધરાવે છે. ત્રણ એરક્રાફ્ટ કેરિયર હોવાથી અમેરિકા સતત હવાઈ હુમલા કરી શકે છે. દુશ્મનની નૌસેનાને દબાવી શકે છે. પોતના સહયોગી દેશોની સુરક્ષા કરી શકે છે.

આ એરક્રાફ્ટ કેરિયર આફ્રિકા ફરીને આવ્યં, કારણ કે લાલ સાગર અને બાબ અલ મંદેબમાં ખતરો હતો. તેનાથી ઉજાગર થાય છે કે અમેરિકા લાંબા સમય સુધી ક્ષેત્રમાં રહેવાની તૈયારી કરી રહ્યું છે. યુએસએસ જોર્જ એચ. ડબ્લ્યૂ. બુશનું મિડલ-ઈસ્ટ પહોંચવું અમેરિકાની સૈન્ય શક્તિનું મોટું પ્રદર્શન છે. આનાથી આ ક્ષેત્રમાં અમેરિકાનો સૈન્ય દબદબો પણ મજબૂત થયો છે. ત્રણેય એરક્રાફ્ટ કેરિયર સાથે હોવાથી કોઈપણ વિરોધી સમજી-વિચારીને પગલા ઉઠાવશે.

આ પણ વાંચો: US અધિકારીએ મહિલા સામે નર્વ એજન્ટથી મોજતબાના મોત સુધીનો પ્લાન ઓકી નાખ્યો!

Tags :
Advertisement

.

×