Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકન સ્ટ્રેટજિસ્ટે ઈરાનને ગણાવ્યું ટ્રમ્પનો આગામી ટાર્ગેટ, કહ્યુ-આ તબાહીનો નુસ્ખો

જાણીતા અર્થશાસ્ત્રી જેફરી સૈક્સે ચેતવણી આપી છે કે વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહી બાદ હવે ટ્રમ્પ સરકારનું આગામી લક્ષ્ય ઈરાન હોઈ શકે છે. તેમણે અમેરિકાને 'ડીપ સ્ટેટ મિલિટ્રી સિસ્ટમ' દ્વારા ચલાવાતો દેશ ગણાવ્યો છે. સૈક્સના મતે, ઈરાન પાસે હાઈપરસોનિક મિસાઈલો હોવાથી અને તેની ભૌગોલિક સ્થિતિને કારણે ઈરાન પરનો હુમલો વૈશ્વિક વિનાશ અને તબાહીનું કારણ બની શકે છે
અમેરિકન સ્ટ્રેટજિસ્ટે ઈરાનને ગણાવ્યું ટ્રમ્પનો આગામી ટાર્ગેટ  કહ્યુ આ તબાહીનો નુસ્ખો
Advertisement

. અમેરિકા સંપૂર્ણપણે બેકાબુ એક ડીપ સ્ટેટ મિલિટ્રી સિસ્ટમથી ચલાવાઈ રહેલો દેશ!
. વેનેઝુએલા પર અમેરિકાની હતી 20 વર્ષથી કુદ્રષ્ટિ, આખરે કરવામાં આવી સૈન્ય કાર્યવાહી
. ઈરાન પર પણ એક્શનનો ઘડાઈ ચુક્યો છે તખ્તો, પણ આ તબાહીનો બનશે નુસ્ખો

નવી દિલ્હી: જાણીતા અમેરિકન ઈકોનોમિસ્ટ પ્રોફેસર જેફરી સૈક્સે અમેરિકાની વિદેશ નીતિના છોતરાં કાઢી નાખ્યા છે. તેમણે ટ્રમ્પની આખરી ટીકા કરતા કહ્યુ છે કે નિયમો પર આધારીત વર્લ્ડ ઓર્ડરની કલ્પના માત્ર પરી કથા જેવી વાર્તા છે. જેફરી સૈક્સે ચેતવણી આપી છે કે વેનેઝુએલા બાદ ઈરાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આગામી મિલિટ્રી ટાર્ગેટ હોઈ શકે છે. પ્રોફેસર સૈક્સનું કહેવું છે કે જો આવું થયું થયું છે તે આ તબાહીનો સંભવિત નુસ્ખો હશે, કારણ કે ઈરાનની પાસે હાઈપરસોનિક મિસાઈલો છે.

Advertisement

Advertisement

વેનેઝુએલા પર યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પોતાની ગવાહી બાદ ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે સંપૂર્ણપણે બેકાબુ અને અમેરિકાને એક ડીપ સ્ટેટ મિલિટ્રી સિસ્ટમ દ્વારા ચલાવાઈ રહેલો દેશ ગણાવ્યો. જેફરી સૈક્સે ક્હ્યુ કે આ દેશ બંધારણીય સીમાઓની બહાર કામ કરે છે. આ ઈકોનોમિસ્ટે ખુલાસો કર્યો છે કે ટ્રમ્પે આઠ વર્ષ પહેલા લેટિન અમેરિકાના નેતાઓને પુછયું હતું કે "હું વેનેઝુએલા પર હુમલો કેમ નથી કરી દેતો?"

બ્રિક્સને અપીલ

પ્રોફેસર જેફરી સૈક્સની હવેની ડરામણી ચેતવણી ઈરાન પર કેન્દ્રીત છે. તેમણે ભવિષ્યવાણી કરી છે કે જો ટ્રમ્પ મિલિટ્રી એક્શન કરે છે, તો આ વેનેઝુએલાથી પણ વધારે ખતરનાક હશે.

તેમણે કહ્યુ કે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જમિન નેતન્યાહૂ નવા વર્ષની આસપાસ માર-એ-લોગોમાં ટ્રમ્પને મળ્યા હતા, જ્યાં આ લોકોએ મળીને કહ્યુ હતુ કે ઈરાન હવે તારો વારો છે.

આ ઈકોનોમિસ્ટે ઈઝરાયલને અમેરિકાથી પણ વધારે બગડેલો દેશ કહ્યો અને ચેતવણી આપી છે કે ઈરાનની પાસે હાઈપરસોનિક મિસાઈલો હોવી અને મોટી શક્તિઓની વચ્ચે હોવાને કારણે ટકરાવ ગ્લોબલ બ્લાસ્ટ બની શકે છે. તેમણે આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ દેશોને અપીલ કરી કે તે અમેરિકાના સામ્રાજ્યવાદી વિસ્તારની વિરુદ્ધ યુએન ચાર્ટરની સુરક્ષા કરે.

પ્રોફેસર સૈક્સે કહ્યુ છે કે સીઆઈએ, પેન્ટાગન અને અન્ય સિક્યોરિટી એજન્સીઓ મોટા પ્રમાણમાં અમેરિકાની વિદેશ નીતિને ચલાવે છે. અમેરિકાની વિદેશ નીતિના સ્તંભોમાંથી એક સત્તા પરિવર્તન-ચાહે તે યુદ્ધો, તથાકથિત રંગીન ક્રાંતિઓ, હત્યાઓ અથવા તખ્તાપલટ દ્વારા થાય.

વેનેઝુએલા પર 20 વર્ષથી હતી કુદ્રષ્ટિ

તેમણે કહ્યુ છે કે વેનેઝુએલાના મામલામાં યૂનાઈટેડ સ્ટેટ્સ 20થી વધારે વર્ષોથી આ સરકારને બદલવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે આ એક ડાબેરી સરકાર છે અને કારણ કે આ અમેરિકાની ઓઈલ કંપનીઓને ત્યાં આવવા દેતી નથી, કે જે તેઓ ચાહે છે. તેમણે 2002માં સીધા તખ્તાપલટની કોશિશ કરી, 2014માં વિરોધ પ્રદર્શનો ભડકાવ્યા, ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન આકરા આર્થિક પ્રતિબંધો લગાવાયા, અને આખરે ટ્રમ્પે કહ્યુ, અમે આ સરકારને સૈન્ય પદ્ધતિઓથી ઉખાડી ફેંકીશું.

આગામી ટાર્ગેટ ઈરાન

પ્રોફેસર સૈક્સને જ્યારે સવાલ કરાયો કે અમેરિકાનો આગામી ટાર્ગેટ કોણ હોઈ શકે છે? તો તેમણે કહ્યુ કે તેમને ડર છે કે અમેરિકાનો આગામી ટાર્ગેટ ઈરાન હોઈ શકે છે. માટે ઈરાન પર નજર બનાવી રાખો.

પ્રોફેસર જેફરી સૈક્સે ઈરાનને લઈને અમેરિકાનો પ્લાન સમજાવતા કહ્યુ કે ઈઝરાયલ ઈરાનને લઈને ઘણું વધારે ઝનૂની છે અને ઈરાની સરકારને હટાવવા માંગે છે. અમેરિકા કંઈક એવા કારણોથી જે 100 ટકા સ્પષ્ટ નથી, હકીકતમાં ઈઝારાયલનું અહેસાનમંદ છે. અમેરિકા ત્યાં લડાઈઓ લડે છે જે ઈઝરાયલ તેને લડવા માટે કહે છે. આ અસલમાં ઘણું, ઘણું વધારે ખતરનાક છે.

પ્રોફેસર જેફરી સૈક્સે કહ્યુ કે જ્યારે ગત સપ્તાહે નવા વર્ષની આસપાસ નેતન્યાહૂ માર-એ-લોગો આવ્યા તો તેમણે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને તેમણે કહ્યુ કે ઈરાન હવે તારો વારો છે, અથવા તારી વારો આવી શકે છે. ટ્રમ્પે કહ્યુ કે ઈરાનમાં વિરોધ પ્રદર્શનોી સાથે જો સરકાર કડકાઈ કરે છે, તો અમે સંપૂર્ણપણે તૈયારી છીએ. અમે લડવા માટે તૈયાર છીએ.

આ સ્પષ્ટપણે એક સામાન્ય ડીપ સ્ટેટ ઉશ્કેરણી છે. ઈરાન પર હુમલો કરવા માટે માનવાધિકારોનો તર્ક આપવો જેથી ઈરાનના લોકોની સુરક્ષા થઈ શકે. આ એક સ્ટાન્ડર્ડ રીત છે.

અમેરિકન ઈકોનોમિસ્ટે કહ્યુ છે કે અહીં મને એક અસલી ગ્લોબલ બ્લાસ્ટની આશંકા દેખાય છે. જો આમ થાય છે, તો આ વેનેઝુએલાથી પણ વધારે ખતરનાક હશે. આ સંભવિતપણે વિનાશકારી બની શકે છે, કારણ કે વેનેઝુએલા અમેરિકાનું ભૌગોલિક પાડોશી છે અને ચીન અને રશિયા ત્યાં અમેરિકા સાથે યુદ્ધ ઈચ્છતા નથી. પરંતુ ઈરાન ઘણી મોટી શક્તિઓની વચ્ચે છે. ઈરાન પાસે હાઈપરસોનિક મિસાઈલો છે અને ઘણું વધારે નુકસાન પહોંચાડવાની તેની ક્ષમતા છે. ઈઝરાયલ એક પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. કુલ મળીને આ સંભવિત તબાહીનો નુસ્ખો હશે.

આ પણ વાંચો:ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

Tags :
Advertisement

.

×