તુર્કીના નવા ઘાતક ડ્રોન મિઝરાક (MIZRAK) થી ખળભળાટ, GPS વગર પણ મચાવશે તબાહી
. શત્રુના કોઈપણ પ્રકારના સિગ્નલ જેમર મિઝરાક ડ્રોનને રોકી શકશે નહીં.
. વિઝુઅલ નેવિગેશન અને AI દ્વારા ડ્રોન જમીનની બનાવટ જોઈને લક્ષ્ય સુધી પહોંચે છે
. દુશ્મનની સરહદમાં ઊંડે સુધી ઘૂસીને અત્યંત સટીક મિસાઈલ હુમલા કરવાની ક્ષમતા
Turkey Mizrak Drone GPS Denied Technology: તુર્કી (Turkey) સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એકવાર ખળભળાટ મચાવી રહ્યું છે. તેણે મિઝરાક લોંગ રેન્જ સ્ટ્રાઈક ડ્રોન (MIZRAK Long-Range Strike Drone) રજૂ કર્યું છે. આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત તેનો જીપીએસ ડિનાઈડ ઓપરેશન મોડ (GPS-denied operation mode) છે. મોટાભાગે યુદ્ધ દરમિયાન શત્રુ દેશ સિગ્નલ જેમર (Signal Jammer) નો ઉપયોગ કરીને ડ્રોનના નેવિગેશન (Navigation) ને ઠપ કરી દે છે, જેનાથી ડ્રોન માર્ગ ભટકી જાય છે.
પરંતુ મિઝરાકને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે કોઈપણ પ્રકારના બહારી સેટેલાઈટ સિગ્નલ (Satellite Signals) વગર પોતાનું લોકેશન ટ્રેક (Location Tracking) કરી શકે છે અને લક્ષ્ય તરફ આગળ વધી શકે છે. આ તકનીક આ ઈલેટ્રોનિક યુદ્ધ (Electronic Warfare) ના સમયગાળામાં તેને દુનિયાનું સૌથી ઘાતક હથિયાર બનાવે છે.
Türkiye's Baykar unveils AI kamikaze drone MIZRAK.
MIZRAK is a long-range loitering munition with 1,000+ km range, 7-hour endurance, and up to 40 kg warhead.
It uses AI for autonomous targeting and can operate without GPS, making it effective in jammed environments.
It can… pic.twitter.com/8TbUA4chWl
— Clash Report (@clashreport) May 1, 2026
આ પણ વાંચો : 'વાંદરા'ને દારૂ પાય રહ્યા છે ટ્રમ્પ!: પાકિસ્તાની F-16 ને US બનાવશે શક્તિશાળી
સંવેદનશીલ ઠેકાણાઓ માટે મોટો ખતરો
સૈન્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે મિઝરાક ડ્રોનનું નિર્માણ વીઆઈપી લોકો અને હાઈપ્રોફાઈલ ઠેકાણાઓ માટે એક ગંભીર સુરક્ષા પડકાર પેદા કરી શકે છે.
આ ડ્રોન રડાર અને જેમરને છેતરવા માટે સક્ષમ છે, માટે કોઈને પણ ભનક લાગ્યા વગર કોઈપણ સુરક્ષા ચક્રને તોડી શકે છે. તેની લોંગરેન્જ સ્ટ્રાઈકની ક્ષમતાનો અર્થ છેકે તે દુશ્મનની સીમાની ઘણી અંદર સુધી જઈને પિન-પોઈન્ટ સટીકતા (Pin-point Accuracy) સાથે હુમલા કરી શકે છે. તેની આ સાઈલેન્ટ કિલરવાળી ઈમેજે વૈશ્વિક ડિફેન્સ વર્તુળોમાં ચિંતાની લહેર પેદા કરી છે.
બાયકતાર (Bayraktar) ની સિદ્ધિ અને વૈશ્વિક પ્રભાવ
બાયરકતાર (Bayraktar) કંપની, જેને પહેલા ટીબી-2 (TB-2) અને અકિન્જી જેવા ડ્રોન્સ (Akinci drones) થી યુદ્ધમાં રંગ બદલ્યો છે, તેણે મિઝરાક દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. આ ડ્રોન જમીનની બનાવટ અને વિઝુઅલ નેવિગેશન તકનીકનો ઉપયોગ કરીને પોતાનો માર્ગ ખુદ નક્કી કરે છે. તેનો વિંગસ્પાન અને પેલોડની ક્ષમતા તેને મોટા પ્રમાણમાં સટીક મિસાઈલો લઈ જવા માટે યોગ્ય બનાવે છે. તુર્કીનું આ પગલું તેને ડ્રોન તકનીકની નિકાસમાં દુનિયાના ટોચના દેશોની કતારમાં સૌથી આગળ ઉભું કરી દેશે.
La empresa turca Baykar presentó el dron kamikaze MIZRAK, una munición con un alcance superior a 1,000 kilómetros, capaz de operar sin GPS y seleccionar objetivos de forma autónoma. pic.twitter.com/1DmtgElxn6
— JP+ (@jpmasespanol) May 1, 2026
આ પણ વાંચો : ગ્રેટ નિકોબાર (Great Nicobar) પ્રોજેક્ટ લાલ સાગરમાં ચીન-તાઈવાન યુદ્ધમાં બનશે ભારતનો તારણહાર
સંરક્ષણ નિષ્ણાતોની ચેતવણી અને ભવિષ્યનો રોડમેપ
મિઝરાક ડ્રોનનું પરીક્ષણ સફળ થયા બાદ હવે તેના મોટા પ્રમાણમાં ઉત્પાદનની તૈયારી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ તકનીક ભવિષ્યના યુદ્ધોની પરિભાષાને બદલી નાખશે. જ્યાં પહેલા ડ્રોન સંપૂર્ણપણે જીપીએસ પર નિર્ભર હતા, ત્યારે મિઝરાક જેવું સ્વાયત્ત ડ્રોનહવે કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ વગર મિશન પુરું કરી શકશે. જો કે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ પ્રકારના અદ્રશ્ય હુમલાની સંભાવના પર ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ તુર્કી આને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ નિષ્ણાત માટે એક મોટી જીત માની રહ્યું છે.
મહત્ત્વપૂર્ણ છે કે મિઝરાક ડ્રોન 620 માઈલ દૂર હુમલો કરવા માટે સક્ષમ છે અને તેના બે સંસ્કરણો છે. હેવી સ્ટ્રાઈક મોડલમાં બે વોરહેડ્સ હોય છે અને દરેકની 40 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા છે. તેને અઘરા લક્ષ્યોને મહત્તમ નુકશાન પહોંચાડવા ડિઝાઈન કરાયું છે.
જ્યારે મિઝરાકનું બીજું વર્ઝન પ્રિસિઝન મોડલ છે અને તેમાં 20 કિલોગ્રામનું એક વોરહેડ છે અને તે રેડિયો-ફ્રિક્વન્સીનો ઉપયોગ કરીને હાઈવેલ્યૂ ટાર્ગેટ્સને ચોક્સાઈપૂર્વક નિશાન બનાવવા માટે સક્ષમ છે.
આ પણ વાંચો : ભારતના Great Nicobar પ્રોજેક્ટની જાસૂસી, બંગાળની ખાડીમાં ચીનનું જહાજ!


