Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Turkey Parliament Brawl: સંસદ કે રણમેદાન? સાંસદોએ એકબીજા પર વરસાવ્યા મુક્કા

તુર્કિયેની સંસદમાં બજેટ સત્રના અંતિમ દિવસે સત્તાધારી AK પાર્ટી અને વિપક્ષી CHP ના સાંસદો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મુસ્તફા વરંકની કટાક્ષભરી ટિપ્પણી બાદ મામલો બિચક્યો હતો, જેના પરિણામે ગૃહમાં ૧૦ મિનિટ સુધી મુક્કાબાજી અને હાથાપાઈ ચાલી હતી. ભારે અરાજકતા અને સત્ર સ્થગિત કરવા છતાં, અંતે ૨૦૨૬નું બજેટ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ તુર્કિયેની રાજનીતિમાં વધતા તણાવને ઉજાગર કર્યો છે.
turkey parliament brawl  સંસદ કે રણમેદાન  સાંસદોએ એકબીજા પર વરસાવ્યા મુક્કા
Advertisement
  • તુર્કિયેની સંસદમાં બજેટ સત્ર દરમિયાન સાંસદો વચ્ચે મારામારી
  • 10 મિનિટ સુધી સત્તાધારી અને વિપક્ષી સાંસદોએ એકબીજા પર મુક્કા વરસાવ્યા
  • વિવાદ વધતા સંસદ અધ્યક્ષે સત્ર સ્થગિત કરવાની ફરજ પડી
  • ભારે હોબાળા વચ્ચે પણ 2026નું બજેટ બહુમતીથી પસાર કરાયું
  • અંકારામાં થયેલી હિંસાથી તુર્કિયેનું રાજકારણ ગરમાયું

Turkey Parliament Brawl : તુર્કિયેની રાજધાની અંકારામાં રવિવારે મોડી રાત્રે સંસદની અંદર જે દ્રશ્યો સર્જાયા તેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. 206ના કેન્દ્રીય બજેટ પર ચર્ચાના અંતિમ દિવસે સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે સામાન્ય શાબ્દિક બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે સાંસદો મર્યાદા ભૂલીને એકબીજા પર તૂટી પડ્યા હતા અને લગભગ 10 મિનિટ સુધી ગૃહની અંદર ખુલ્લેઆમ હાથાપાઈ અને મુક્કાબાજી ચાલી હતી.

Tags :
Advertisement

.

×