Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ટર્કિશ એરલાઇન્સના વિમાનનું એન્જિન બંધ થતાં કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, તમામ મુસાફરોનો આબાદ બચાવ

કાઠમંડુથી ઇસ્તંબુલ જવા રવાના થયેલા ટર્કિશ એરલાઇન્સના વિમાનમાં અચાનક આકાશી સંકટ સર્જાયું હતું. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાનના શક્તિશાળી એન્જિનમાંથી એક ઠપ્પ થઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, પાઇલટ્સની જબરી હિંમત અને ભારતની સતર્કતાને કારણે આ જોખમ કેવી રીતે ટળ્યું?
ટર્કિશ એરલાઇન્સના વિમાનનું એન્જિન બંધ થતાં કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ  તમામ મુસાફરોનો આબાદ બચાવ
Advertisement
  • કાઠમંડુથી ઇસ્તંબુલ જતી ફ્લાઇટના એન્જિનમાં હવામાં સર્જાઈ ટેકનિકલ ખામી (Turkish Airlines Emergency Landing)
  • પ્લેનમાં સવાર 236 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ
  • જોખમ ટાળવા પાઇલટ્સે વિમાનને નેપાળથી ભારત તરફ ડાયવર્ટ કર્યું

નેપાળના કાઠમંડુથી તુર્કીના ઇસ્તંબુલ જઈ રહેલા ટર્કિશ એરલાઇન્સ (Turkish Airlines) ના એક વિશાળ વાઇડબોડી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બુધવારે બપોરે સર્જાયેલી આ કટોકટી બાદ પાઇલટ્સની સમયસૂચકતાને કારણે વિમાનને સુરક્ષિત રીતે ભારત તરફ વાળી કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. આ વિમાનમાં સવાર તમામ 247 લોકોનો આબાદ બચાવ થયો છે.

Turkish Airlines Emergency Landing:  ફલાઇટના એન્જિનમાં ખામી

મળતી માહિતી મુજબ, ટર્કિશ એરલાઇન્સની ફ્લાઇટ THY-727 (Turkish Airlines Flight) એ બપોરે 1:29 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Tribhuvan International Airport) પરથી ઉડાન ભરી હતી. જોકે, ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં પાઇલટ્સને જાણ થઈ કે વિમાનના બે એન્જિનમાંથી એક એન્જિનમાં ગંભીર ખામી સર્જાઈ છે. પ્લેન જ્યારે આકાશમાં ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું હતું ત્યારે જ એન્જિન ઠપ થઈ જતાં પાઇલટ્સે તાત્કાલિક કાઠમંડુ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક સાધ્યો હતો.

Advertisement

Advertisement

જોખમ ટાળવા કોલકાતા તરફ વાળ્યું વિમાન

પરિસ્થિતિની ગંભીરતા જોતા વિમાનને થોડા સમય માટે નેપાળના ધાડિંગ (Dhading) જિલ્લા ઉપર હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. ક્રૂ મેમ્બર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સલામતીના પ્રોટોકોલને (Safety Protocol) ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો કે એક એન્જિન સાથે લાંબી મુસાફરી કરવી જોખમી સાબિત થઈ શકે છે. કાઠમંડુ પરત ફરવાને બદલે પાઇલટ્સે સુરક્ષિત લેન્ડિંગ માટે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને (Netaji Subhash Chandra Bose International Airport) પસંદ કર્યું હતું.

236 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

કોલકાતા એરપોર્ટ પર તમામ ઇમરજન્સી સેવાઓ તૈનાત કરી દેવામાં આવી હતી. આખરે બપોરે 3:03 વાગ્યે વિમાન રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. એરપોર્ટ સત્તાધીશોએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર 236 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ એકદમ સુરક્ષિત છે. હાલ વિમાનનું ટેકનિકલ નિરીક્ષણ ચાલી રહ્યું છે અને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: NASA's Moon Mission: ઇંધણ લીકથી નાસાનું ચંદ્ર મિશન અટક્યું, લોન્ચિંગ હવે થશે માર્ચમાં

Tags :
Advertisement

.

×