Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે! વિશ્વના સૌથી મોટા તાનાશાહે આપી દીધી ધમકી

વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે! North Korea અને South Korea વચ્ચે યુદ્ધ થવાની સંભાવનાઓ કિંમ જોંગ ઉને આપી ચીમકી North Korea and South Korea : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. એવી ચર્ચાઓ થઇ રહી છે કે,...
વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે  વિશ્વના સૌથી મોટા તાનાશાહે આપી દીધી ધમકી
Advertisement
  • વધુ બે દેશ યુદ્ધમાં જંપલાવશે!
  • North Korea અને South Korea વચ્ચે યુદ્ધ થવાની સંભાવનાઓ
  • કિંમ જોંગ ઉને આપી ચીમકી

North Korea and South Korea : આજે દુનિયામાં યુદ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે. એવી ચર્ચાઓ થઇ રહી છે કે, આ ત્રીજા વિશ્વયુદ્ધ થવાના એંધાણ છે. ત્યારે હવે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા (North Korea and South Korea) વચ્ચે યુદ્ધ (War) થવાની સંભાવનાઓ છે. ઉત્તર કોરિયા (North Korea) એ શુક્રવારે દક્ષિણ કોરિયા (South Korea) પર રાષ્ટ્ર વિરોધી પ્રચાર સામગ્રી છોડવા માટે તેની રાજધાની ઉપર ડ્રોન (Drone) ઉડાડવાનો આરોપ લગાવ્યો હતો.

કિમ જોંગ દ્વારા એવી ચીમકી આપવામાં આવી

આ સાથે જ કિમ જોંગ દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ સામે કડક જવાબી કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ કોરિયાના ડ્રોન રાજધાની પ્યોંગયાંગ ઉપર 3 ઓક્ટોબરે અને ગયા બુધવાર અને ગુરુવારે ઉડ્યા હોવાના અહેવાલ છે. મંત્રાલયે દક્ષિણ કોરિયા પર ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને તેની સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. ઉત્તર કોરિયાના મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સુરક્ષા દળો "હુમલા માટે દરેક સંભવિત તૈયારી કરશે" અને જો દક્ષિણ કોરિયાના ડ્રોન ઉત્તર કોરિયાના ક્ષેત્રમાં ફરીથી જોવામાં આવશે, તો તેઓ ચેતવણી આપ્યા વિના કડક જવાબી પગલાં લેશે. મંત્રાલયે કહ્યું કે જો ફરી આ ભૂલનું પુનરાવર્તન થશે તો પાડોશી દેશે હુમલા માટે તૈયાર રહેવું પડશે. દક્ષિણ કોરિયાની સરકાર અને સૈન્યએ ઉત્તર કોરિયાના નિવેદન પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.

Advertisement

ઉત્તર કોરિયા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે?

જણાવી દઈએ કે ઉત્તર કોરિયા ઘણા સમયથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તાજેતરના મહિનાઓમાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે કારણ કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શસ્ત્રોના પરીક્ષણો અને હુમલાની ધમકી આપી હતી અને દક્ષિણ કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંયુક્ત લશ્કરી કવાયતમાં વધારો કર્યો હતો. ઉત્તર કોરિયાએ બુધવારે કહ્યું કે, તે દક્ષિણ કોરિયા સાથેની તેની સરહદને કાયમી ધોરણે અવરોધિત કરશે અને દક્ષિણ કોરિયા અને યુએસ દળો દ્વારા "ઉશ્કેરણીજનક ક્રિયાઓ" નો સામનો કરવા માટે ફ્રન્ટલાઈન સંરક્ષણ ક્ષમતાઓ વિકસાવશે.

Advertisement

આ પણ વાંચો:  દક્ષિણ કોરિયાની લેખિકા 'Han Kang' ને સાહિત્યમાં Nobel પુરસ્કાર મળ્યો

Tags :
Advertisement

.

×