Vietnam માં વાવાઝોડા Yagi એ મચાવી તબાહી; 87 ના મોત, રૂંવાટા ઉભા કરી દેશે આ Video
- વાવાઝોડા યાગી મચાવી તબાહી
- કુલ મૃત્યુઆંક 87 લોકોના મોત
- 70 લોકો ગુમ થયા
- વિયેતનામની લાલ નદીની આસપાસના કિનારા ડૂબી ગયાં
વાવાઝોડા 'યાગી' (Typhoon Yagi) ના કારણે વિયેતનામ (Vietnam) માં ભારે તબાહી મચાઈ છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે અને હજારો લોકો છત પર ફસાઈ ગયા છે. મંગળવારે મળેલા અહેવાલો મુજબ, કુલ મૃત્યુઆંક 87 સુધી પહોંચી ગયો છે, અને 70 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વાવાઝોડાને કારણે દાયકાઓમાં સૌપ્રથમ વાર આટલું ભારે પૂર આવ્યું છે. વિયેતનામની લાલ નદીની આસપાસના કિનારા ડૂબી ગયાં છે અને લોકોને બોટમાં બેસીને તેમના ઘરો ખાલી કરવા પડ્યા છે.
વાવાઝોડાથી પુલ ધરાશાયી
ઉત્તર વિયેતનામ (North Vietnam) માં પુલ ધરાશાયી થવાથી મોટો અકસ્માત સર્જાયો છે. 375 મીટર લાંબો ફોંગ ચૌ પુલ તૂટી પડ્યો અને 10 થી વધુ વાહનો, જેમ કે કાર અને મોટરબાઈક લાલ નદીમાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે, જેમાં પુલના નાશની ઝાંખી જોવા મળે છે. વિયેતનામના ફૂ થો પ્રાંતમાં આ ઘટનામાં 13 લોકો ગુમ થયાના અહેવાલ છે. બચાવ કાર્ય ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં બચાવકર્તાઓએ પુલનો એક ભાગ સલામત હોવાનું જણાવ્યું છે.
Death toll from Vietnam storm rises to 87 with 70 people missing, state media say, reports AP
— Press Trust of India (@PTI_News) September 10, 2024
યાગી વાવાઝોડાથી વિનાશ
વાવાઝોડા 'યાગી'એ વિયેતનામમાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, દાયકાઓમાં આ સૌથી વિનાશકારી તોફાન માનવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે શનિવારે 64 લોકોના મૃત્યુ થયા છે. ભૂસ્ખલન અને પૂરથી ઉત્તરીય પ્રાંતોમાં ભારે નુકસાન થયું છે. કાઓ બેંગ પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે એક બસ નદીમાં વહી ગઈ હતી, જેમાં 20 લોકો સવાર હતા. ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી આવી રહી છે.
WARNING - disturbing footage.
In Vietnam, at least 13 people fell into the Hồng (Red) River after part of Phong Châu Bridge in Phú Thọ was swept away by floodwaters. About 10 vehicles and two motorbikes fell in. Rescue efforts are hindered by fast currents following Typhoon… pic.twitter.com/TUZSnL5EIe— Volcaholic 🌋 (@volcaholic1) September 9, 2024
PM એ સહાય પેકેજની જાહેરાત કરી
વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હે ઇમરજન્સી સહાય પેકેજની જાહેરાત કરી છે. વાવાઝોડા યાગીએ ઉત્તર વિયેતનામના ઔદ્યોગિક કેન્દ્રોમાં પણ વિક્ષેપ ઉભો કર્યો, વીજ પુરવઠો ખોરવ્યો અને ઘણી ફેક્ટરીઓને ભારે નુકસાન પહોંચાડ્યું. લાખો ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ફોન નેટવર્ક કટ થઈ ગયું છે. વાવાઝોડાને કારણે કારખાનાઓની છત ઉખડી ગઈ છે અને ભારે વરસાદને કારણે ઉત્પાદન પ્લાન્ટમાં પાણી ભરાઈ જવાથી કામ અટકી ગયું છે. વિયેતનામ હવામાન એજન્સીએ પૂર અને ભૂસ્ખલનના જોખમની ચેતવણી આપી હતી, છેલ્લા 48 કલાકમાં ઉત્તરીય વિસ્તારોમાં 208 થી 433 મીમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: Typhoon Yagi વાવાઝોડાએ ચીનમાં મચાવી તબાહી,જનજીવન પ્રભાવિત