Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ઈરાન-અમેરિકા જંગમાં નવો વળાંક: UAE એ હવાઈ અને જળ માર્ગ વાપરવા માટે લગાવી પાબંધી

દુનિયા પર યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે અને આ વખતે કેન્દ્રબિંદુ મધ્ય પૂર્વ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની તકરારમાં એક એવા દેશે એન્ટ્રી લીધી છે, જે અત્યાર સુધી અમેરિકાનો ખાસ મિત્ર ગણાતો હતો. આ દેશના એક નિવેદને પેન્ટાગોનથી લઈને તેહરાન સુધી હલચલ મચાવી દીધી છે. શું આ નિર્ણય સંભવિત યુદ્ધને રોકશે કે પછી વિવાદને નવું સ્વરૂપ આપશે?
ઈરાન અમેરિકા જંગમાં નવો વળાંક  uae એ હવાઈ અને જળ માર્ગ વાપરવા માટે લગાવી પાબંધી
Advertisement
  • ઈરાન પર અમેરિકાના હુમલાની આશંકા વચ્ચે UAE એ કડક વલણ અપનાવ્યું
  • પોતાની જમીન કે આકાશનો ઉપયોગ યુદ્ધ માટે કરવા દેવાનો સ્પષ્ટ ઇનકાર
  • પાડોશી દેશો વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી આપવાની ના પાડી
  • અમેરિકા સાથે સારા સંબંધો હોવા છતાં UAE એ શાંતિનો માર્ગ પસંદ કર્યો
  • વિવાદનો ઉકેલ માત્ર મુત્સદ્દીગીરીથી લાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરી

Iran USA UAE Conflict : મધ્ય પૂર્વ (Middle East) માં ઈરાન (Iran) અને અમેરિકા (USA) વચ્ચે વધતા જતા તણાવે વિશ્વભરમાં ચિંતા જગાવી છે. અમેરિકા દ્વારા ઈરાન પર સૈન્ય કાર્યવાહીની ધમકીઓ અને ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) ના વળતા પ્રહાર વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લીધો છે. UAE એ સ્પષ્ટ કર્યું છે કે તે તેની ધરતીનો ઉપયોગ કોઈ પણ પાડોશી દેશ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે કરવા દેશે નહીં.

સાર્વભૌમત્વ રક્ષણની વાત UAE એ કરી

UAE ના વિદેશ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશ પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે કટિબદ્ધ છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે કોઈપણ પાડોશી દેશ વિરુદ્ધ દુશ્મનાવટભરી સૈન્ય કાર્યવાહી માટે પોતાની જમીન, હવાઈ ક્ષેત્ર (Airspace) કે જળ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સરકાર તેહરાન પર હુમલો કરી શકે તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે.

Advertisement

Advertisement

અમેરિકા સાથે સારા સંબંધો છતાં કડક વલણ

નોંધનીય છે કે UAE અને અમેરિકા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે અને UAE માં અનેક અમેરિકી સૈન્ય મથકો (US Military Bases) પણ આવેલા છે. તેમ છતાં, પાડોશી દેશ ઈરાન સાથેના સંબંધો અને પ્રાદેશિક શાંતિને ધ્યાનમાં રાખીને UAE એ આ કડક વલણ અપનાવ્યું છે. યુએઈ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રાદેશિક વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ, મુત્સદ્દીગીરી (Diplomacy) અને આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં જ થવો જોઈએ.

પાડોશી દેશો સાથે મજબૂત સંબંધોની નીતિ

ઈરાન પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવતા UAE એ પાડોશી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવાની પોતાની નીતિને દોહરાવી છે. હવે જોવાનું એ રહેશે કે જો અમેરિકા ખરેખર ઈરાન પર હુમલો કરવાનું નક્કી કરે છે, તો શું ટ્રમ્પ સરકાર UAE ના આ નિર્ણયને માન આપશે કે પછી દબાણની નીતિ અપનાવશે.

આ પણ વાંચો : અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે

Advertisement

.

×