Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

UAE-પાકિસ્તાન સંબંધોમાં ભારે તણાવ: 2 હજાર પાકિસ્તાનીઓને કરાયા દેશનિકાલ

ગલ્ફ વોરમાં બદલાયેલા રાજકીય સમીકરણોએ પાકિસ્તાન અને UAE વચ્ચે મોટી તિરાડ ઊભી કરી છે. ૨,૦૦૦ પાકિસ્તાનીઓના દેશનિકાલના નિર્ણયે માત્ર રાજદ્વારી સંબંધોને જ નહીં, પરંતુ પાકિસ્તાનના અર્થતંત્રને પણ હચમચાવી દીધું છે. સાઉદી અરેબિયા પ્રત્યેના પાકિસ્તાનના ઝુકાવ અને ઈરાન યુદ્ધમાં અપનાવેલી નીતિ UAE ને ભારે પડી છે. અબુ ધાબીની આ નારાજગી પાછળના સુરક્ષા અને ભૌગોલિક રાજકીય કારણો પાકિસ્તાન માટે એક મોટી ચેતવણી સમાન છે.
uae પાકિસ્તાન સંબંધોમાં ભારે તણાવ  2 હજાર પાકિસ્તાનીઓને કરાયા દેશનિકાલ
Advertisement
  • યુદ્ધ દરમિયાનના પાકિસ્તાની વલણથી UAE ભારે નારાજ (UAE Pakistan Relations)
  • નિર્વાસિતોના પૈસા અને સામાન જપ્ત થયાના વિપક્ષના આક્ષેપ
  • શાહબાઝ શરીફ સરકારે સંસદમાં તપાસ સમિતિની કરી જાહેરાત
  • સંબંધો બગડતા લોનની ચુકવણી માટે સાઉદીની મદદ લેવી પડી

ગલ્ફ વોર (Gulf War) ના સમયગાળા દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા લેવાયેલા એક કડક પગલાએ પાકિસ્તાનના રાજકારણમાં મોટું ભૂકંપ સર્જ્યું છે. UAE પ્રશાસને તેમના પ્રદેશમાંથી 2,000 પાકિસ્તાની નાગરિકોને બળજબરીથી દેશનિકાલ કર્યા છે. આ મામલે પાકિસ્તાની સાંસદોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે, નિર્વાસિત લોકોના નાણાં અને સામાન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

UAE Pakistan Relations : વિપક્ષનો સરકાર પર પ્રહાર અને તપાસની માંગ

પાકિસ્તાનની સંસદમાં વિપક્ષી સાંસદોએ આ મુદ્દો ઉઠાવીને શાહબાઝ શરીફ (Shehbaz Sharif) સરકારને ઘેરી લીધી હતી. આરોપ છે કે UAE માં પાકિસ્તાની નાગરિકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. વિરોધ બાદ સરકારે વિદેશ બાબતોની સમિતિ (Foreign Affairs Committee) દ્વારા આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની જાહેરાત કરવી પડી છે. બીજી તરફ, પાકિસ્તાન વિદેશ કાર્યાલયનું કહેવું છે કે, દેશનિકાલ કરાયેલા લોકો સામે ગુનાહિત કેસો હતા અથવા તેઓ ભીખ માંગવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા.

Advertisement

શિયા સમુદાય અને જાસૂસીનો ડર

મીડિયા  અહેવાલ મુજબ, આ નિર્ણય પાછળ સુરક્ષાના કારણો પણ જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને UAE માં રહેતા પાકિસ્તાની શિયા સમુદાયના સભ્યોને જાસૂસીના શંકાસ્પદ કારણોસર અબુ ધાબી (Abu Dhabi) માંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલમાં પણ લગભગ બે મિલિયન પાકિસ્તાનીઓ UAE માં કાર્યરત છે, જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં વાર્ષિક $8 બિલિયનનું મહત્વનું યોગદાન આપે છે.

Advertisement

તણાવનું મૂળ: સાઉદી અરેબિયા અને ઈરાન યુદ્ધ

UAE અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તાજેતરમાં નોંધપાત્ર કડવાશ આવી છે. ગલ્ફ યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ઈરાન (Iran) મુદ્દે તટસ્થ રહેવાને બદલે સાઉદી અરેબિયા (Saudi Arabia) ને લશ્કરી સમર્થન આપ્યું હતું, જે UAE ને પસંદ ન આવ્યું. આ ઉપરાંત, યુદ્ધવિરામ માટેના પાકિસ્તાનના એકતરફી મધ્યસ્થી પ્રયાસોમાં UAE ને વિશ્વાસમાં ન લેવાતા તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ નારાજગીના પરિણામે UAE એ તાત્કાલિક લોન પરત માંગતા પાકિસ્તાને સાઉદીની મદદ લેવી પડી હતી.

આ પણ વાંચો:  Mount Everest પર સફળ ચઢાણ બાદ પરત ફરતી વખતે 2 ભારતીય પર્વતારોહકે ગુમાવ્યો જીવ

Tags :
Advertisement

.

×