Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીકે તાલિબાન પાકિસ્તાનને UAE પાળી રહ્યું છે! પત્રકારનો દાવો

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને એક્સપર્ટ અબસાર આલમે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સામે ખૂબ ભડાસ કાઢી છે. અબસારે કહ્યુ છે કે પાકિસ્તાનની સામે આતંકવાદ સામે જોડાયેલા પડકારોનું એક મોટું કારણ યુએઈ છે. અબસારે કહ્યુ કે ટીટીપી એટલે કે તહરીકે તાલિબાન પાકિસ્તાન અને બીએલએ એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવા જૂથો યુએઈથી મદદ મેળવી રહ્યા છે.
બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીકે તાલિબાન પાકિસ્તાનને uae પાળી રહ્યું છે  પત્રકારનો દાવો
Advertisement

. પાકિસ્તાની એક્સપર્ટ અબસાર આલમનો યુએઈ પર મોટો આરોપ
. બીએલએ, ટીટીપીને યુએઈ પાળી રહ્યાનો મોટો આક્ષેપ
. ટીટીપી-બીએલએ કરી રહ્યા છે પાકિસ્તાની સેના પર હુમલા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને એક્સપર્ટ અબસાર આલમે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની સામે ખૂબ ભડાસ કાઢી છે. અબસારે કહ્યુ છે કે પાકિસ્તાનની સામે આતંકવાદ સામે જોડાયેલા પડકારોનું એક મોટું કારણ યુએઈ છે. અબસારે કહ્યુ કે ટીટીપી એટલે કે તહરીકે તાલિબાન પાકિસ્તાન અને બીએલએ એટલે કે બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવા જૂથો યુએઈથી મદદ મેળવી રહ્યા છે. આ બંને જૂથોએ તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની સેના અને સરકાર માટે મોટા પ્રમાણમાં મુશ્કેલી પેદા કરી છે. બંને જૂથોએ પાકિસ્તાની સેના પર સતત ભીષણ હુમલા કર્યા છે.

Advertisement

પાકિસ્તાનના 'મુસ્લિમ બ્રધર' યુએઈ પર વાકપ્રહાર કરતા અબસારે કહ્યુ છે કે ટીટીપી અને બીએલએના લોકોએ યુએઈ અને કતરમાં મોટા પ્રમાણમાં મિલ્કતો લઈ રાખી છે. પાકિસ્તાનમાં આતંકવાદને કારણે બનેલા જૂથોના મોટાભાગના મોટા નેતા યુએઈના દુબઈ અને અબુધાબીમાં છે અથવા કતરમાં ઘણાં મજાથી વસવાટ કરી રહ્યા છે. ત્યાં આ જૂથોના નેતાઓએ મોટા-મોટા ઘર બનાવી રાખ્યા છે અને ગાડીઓ પણ લઈ રાખી છે.

Advertisement

નાણાંનો ખેલ

આલમે આગળ કહ્યુ છે કે યુએઈ અને કતરે યમન અને સુડાનમાં પણ હિંસા કરનારા જૂથોને પ્રોત્સાહિત કર્યા છે. તેનું મોટું કારણ નાણાં છે. આ દેશોમાંથી યુએઈ સોનાનું માઈનિંગ કરી રહ્યું છે. તે પાકિસ્તાનમાં પણ સીપીઈસી અને ગ્વાદર જેવા મહત્વના પ્રોજેક્ટને ઘોંચમાં નાખી રહ્યું છે. એટલું જ નહીં યુએઈનો ઉપયોગ કરતા ઈઝરાયલે આરબ અને મુસ્લિમ વિશ્વમાં એક તિરાડ ઉભી કરી છે.

અબસાર આલમે કહ્યુ છે કે પાકિસ્તાનના લોકો યુએઈને બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે. તે પાકિસ્તાનના બ્લેકમનીનું પણ એક મહત્વનું ઠેકાણું છે. પાકિસ્તાની પોતાના કાળાં નાણાં મોટાભાગે દુબઈ અને અબુ ધાબી જેવા શહેરોમાં જ ખર્ચ કરે છે. તમામ ફ્રોડ લોકો અને સ્મગલર માટે દુબઈ સૌથી સારું ઠેકાણું છે.

પાકિસ્તાનના યુએઈ સાથે સારા સંબંધ રહ્યા છે. યુએઈથી પાકિસ્તાનને આર્થિક મદદ પણ મળતી રહી છે. તો સાઉદી અરેબિયા સાથે પણ પાકિસ્તાનના સારા સંબંધ છે. તાજેતરમાં યુએઈ અને સાઉદીના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. એવું લાગે છે કે પાકિસ્તાની એક્સપર્ટ યુએઈને ઘેરીને સાઉદીનું ખુલ્લુ સમર્થન કરવા માંગે છે.

આ પણ વાંચો: ચીન બલુચિસ્તાનમાં સેના તેનાત કરે તેવી શક્યતા!, બલુચ નેતાની ચેતવણી

Tags :
Advertisement

.

×