Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

UAE વધારશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Trump નું ટેન્શન!

UAE ના નિષ્ણાત અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ અમેરિકાના મિલિટ્રી બેઝ (US Military Base) હટાવવાની માંગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) ની ચિંતા વધારી છે. તેમણે જણાવ્યું કે યુએઈ પોતાની સુરક્ષા માટે સક્ષમ છે અને અમેરિકાના બેઝ હવે બોજ બની ગયા છે. વધુમાં, યુએઈએ ચેતવણી આપી છે કે જો યુદ્ધને કારણે ડોલર (Dollar) ની તંગી સર્જાશે, તો તેઓ તેલનો વેપાર અન્ય કરન્સીમાં કરશે.
uae  વધારશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ trump નું ટેન્શન
Advertisement

. અબ્દુલ ખાલિક અબ્દુલ્લાના મતે UAE ને હવે US ના સૈન્ય રક્ષણની જરૂર નથી, માત્ર આધુનિક હથિયારોની જ જરૂર છે
. Iran - US War ને કારણે Gulf દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ હવે સુરક્ષા માટે જોખમરૂપ બની રહ્યા છે
. યુએઈએ તેલ અને ગેસનો વેપાર ડોલર સિવાયની અન્ય મુદ્રાઓમાં કરવાની ચીમકી આપી છે

UAE Trump : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમા અમેરિકાના મિલિટ્રી બેઝિસ (US Military Bases) વિરુદ્ધ અવાજ ઉઠયો છે. રાજકીય ટીપ્પણીકાર અને પશ્ચિમ એશિયાના એક્સપર્ટ અબ્દુલ ખાલિક અબ્દુલ્લા (Abdul Khaleq Abdulla) એ કહ્યુ છે કે યુએઈને પોતાની સુરક્ષા માટે અમેરિકાની જરૂરિયાત નથી. ઈરાની હુમલા વિરુદ્ધ અમે ખુદને સાબિત કર્યા છે. તેવામાં આરબ ખાડી (Arab Gulf) માંથી અમેરિકાના ઠેકાણાઓને હટાવવામાં આવે. અબ્દુલ્લાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈરાન- અમેરિકા યુદ્ધ (Iran - US War) ને કારણે પશ્ચિમ એશિયા (West Asia) માં તણાવ છે. ખાડીમાં યુએઈને ઈરાન (Iran) વિરોધી અને અમેરિકા-ઈઝરાયલ (US- Israel) નું નિકટવર્તી માનવામાં આવે છે. યુએઈ (UAE) થી આ પ્રકારનો અવાજ ઉઠવો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) માટે ચિંતા વધારી શકે છે.

Advertisement

અબ્દુલ ખાલિક અબ્દુલ્લા (Abdul Khaleq Abdulla) એ પોતાના ટ્વિટમાં જણાવ્યુ છે કે તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે ઈરાન યુદ્ધ અને આરબ દેશોમાં અમેરિકાના મિલિટ્રી બેઝિસ હોવાના સંદર્ભે વાત કરી છે. અબ્દુલ્લાએ આ દરમિયાન કહ્યુ કે યુએઈને અમેરિકાથી હથિયાર ખરીદવા સુધી મર્યાદીત થઈ જવું જોઈએ. તેના બેઝ પોતાની જમીન પર ન બનાવવા જોઈએ.

Advertisement

આ પણ વાંચો : શું ભારત-પાકિસ્તાન વચ્ચે Nuclear War થશે? પાકિસ્તાની નિષ્ણાતની ચેતવણીથી ખળભળાટ

US Military Bases બન્યા બોજ

અબ્દુલ્લાએ કહ્યુ છે કે ઈરાન હુમલાનો મુકાબલો કરતા યુએઈએ એ સાબિત કર્યું છે કે તેને હવે પોતાની સુરક્ષા માટે અમેરિકાની જરૂરત નથી. માટે હવે અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને બંધ કરવા બાબતે વિચારવાનો સમય આવી ગયો છે, કારણ કે તે એક બોજ બની ગયા છે, ન કે કોઈ રણનીતિક સંપત્તિ.

અબ્દુલ્લાએ એ વાત પર ભાર મૂક્યો છે કે યુએઈની પ્રાથમિકતા વિદેશી મિલિટ્રી બેઝિસ (US Military Bases) ને જગ્યા આપવાના સ્થાને અમેરિકા પાસેથી આધુનિક અને ઉન્નત સૈન્ય ઉપકરણો પ્રાપ્ત કરવા જોઈએ. તેમણે કહ્યુ છે કે દેશની ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ તકનીકનો ઉપયોગ કરીને પોતાના સુરક્ષા તંત્રને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.

અબ્દુલ ખાલિક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ઈરાની હુમલા દરમિયાન અમે એ સાબિત કર્યું કે યુએઈ પોતાની સુરક્ષા ખુદ અને ઘણી જ શાનદાર રીતે કરવામાં સક્ષમ છે. યુએઈને જો કોઈ વસ્તુની જરૂર છે, તો તે છે અમેરિકા પાસે રહેલા સૌથી શ્રેષ્ઠ અને આધુનિક હથિયારો પ્રાપ્ત કરવાની છે.

આ પણ વાંચો : નેતાઓ સમજે શાંતિ-અહિંસાની ભાષણબાજીથી કંઈ વળવાનું નથી! Trump એ તો કર્યું છે સાબિત

વ્યાપરને નુકશાન પર UAE આકરેપાણીએ

યુએઈએ ખાડી (Gulf) દેશોમાં તણાવથી વ્યાપારને થયેલા નુકશાનને લઈને પણ અમેરિકાથી નારાજગી વ્યક્ત કરી છે. વૉલ સ્ટ્રીટ જર્નલે જણાવ્યું છે કે યુએઈએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનને કહ્યુ છે કે આ યુદ્ધની શરૂઆત તમે કરી છે. જો આને કારણે અમારી પાસે અમેરિકન ડોલરનો ઘટાડો થાય છે, તો તમે અમને ડૉલર સ્વેપ લાઈસન્સ આપશો. આવું નહીં થવા પર અમે ઓઈલ અને ગેસની લેણદેણ અન્ય મુદ્રાઓમાં કરવા પર મજબૂર થઈ જઈશું.

મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. તેના પછી સતત 40 દિવસ સુધી યુદ્ધ ચાલુ રહ્યું. આ લડાઈથી યુએઈ અને ખાડીના અન્ય દેશોને પણ અસર પહોંચી છે. આને કારણે આ દેશોમાં અમેરિકાની સૈન્ય હાજરી છે. ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કર્યા છે. તેનાથી આ દેશોમાં એ ચર્ચા છે કે અમેરિકાની સેનાને સ્થાન આપવાનો નિર્ણય ખોટો તો નથી ને?

આ પણ વાંચો : 'આપણે વિશ્વગુરુ નથી', BJP ના નેતા મુરલી મનોહર જોશીના નિવેદનથી રાજનીતિમાં ખળભળાટ

Tags :
Advertisement

.

×