Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

બ્રિટન અને ફ્રાન્સે આ દેશ પર કર્યો મોટો હુમલો,ISIS બેઝ પર IV ગાઇડેડ બોમ્બથી હુમલો કરાયો

સીરિયામાં ISIS વિરુદ્ધ બ્રિટન અને ફ્રાન્સે મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. પાલમિરાના પર્વતીય વિસ્તારોમાં સ્થિત આતંકીઓના ભૂગર્ભ બેઝ પર ટાયફૂન ફાઈટર જેટ્સ દ્વારા 'પેવવે IV' ગાઇડેડ બોમ્બથી સચોટ હુમલા કરવામાં આવ્યા, જેમાં શસ્ત્રોના ભંડારો અને ટનલો તબાહ થઈ છે. વિશ્વમાં રશિયા-યુક્રેન અને અમેરિકા-વેનેઝુએલાના તણાવ વચ્ચે આ નવા મોરચાએ વૈશ્વિક ચિંતા વધારી છે. ભારત આ બદલાતી સ્થિતિ અને ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.
બ્રિટન અને ફ્રાન્સે આ દેશ પર કર્યો મોટો હુમલો isis બેઝ પર iv ગાઇડેડ બોમ્બથી હુમલો કરાયો
Advertisement
  • બ્રિટન અને ફ્રાન્સે  સીરિયા પર કર્યો હુમલો (UK France Syria Airstrikes)
  • સીરિયા ISIS બેઝ પર કર્યો મોટો હુમલો
  • આ હુમલામાં IV ગાઇડેડ બોમ્બનો ઉપયોગ કરાયો

વિશ્વમાં હાલ યુદ્વના મંજર જોવા મળી રહ્યા છે. એક બાજુ છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન લડી રહ્યા છે ત્યારે સાઉદી અરેબિયા અને યુએઇ વચ્ચે ઘમાસાણ યુદ્વ ચાલી રહ્યું છે. જયારે ગઇકાલે અમેરિકાએ વેનેઝુએલામાં હુમલો કરીને સત્તાપલટો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે. હવે બ્રિટન અને ફ્રાન્સે પણ યુદ્વનો નવો મોરચો ખોલતા સીરિયા પર લશ્કરી કાર્યવાહી કરી દીધી છે. આ હુમલો સીરિયન શહેર પાલમિરાથી થોડા માઇલ ઉત્તરમાં (ISIS base attacked Syria) એક પર્વતીય વિસ્તારમાં થયો હતો, જ્યાં ભૂગર્ભ ISIS બેઝ સ્થિત હતું. બ્રિટિશ રોયલ એરફોર્સ (RAF) અને ફ્રેન્ચ એરફોર્સના ફાઇટર જેટ્સે આ ઓપરેશનમાં ભાગ લીધો હતો.

બ્રિટન મંત્રાલયે આપ્યું આ નિવેદન

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટિશ અને ફ્રેન્ચ યુદ્ધ વિમાનોએ ભૂગર્ભ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો જ્યાં ઇસ્લામિક સ્ટેટ જૂથના સભ્યો પર શસ્ત્રો અને વિસ્ફોટકોનો સંગ્રહ કરવાની શંકા હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે સાંજે પાલમિરાની ઉત્તરે પર્વતોમાં એક માળખા પર આ હુમલા કરવામાં આવ્યા હતા. બ્રિટન અને ફ્રાન્સ યુએસ-નેતૃત્વ હેઠળના ગઠબંધનનો ભાગ છે જે એક દાયકાથી વધુ સમયથી ISIS આતંકવાદીઓ સામે લડી રહ્યું છે.

Advertisement

પેવવે IV ગાઇડેડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

UK France Syria Airstrikes :  નોંધનીય છે કે બ્રિટિશ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટિશ દળોએ વોયેજર રિફ્યુઅલિંગ ટેન્કરો દ્વારા સમર્થિત ટાયફૂન FGR4 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો અને સંયુક્ત હુમલામાં ફ્રેન્ચ વિમાનો પણ સામેલ હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ એરફોર્સે બેઝ તરફ જતી અનેક એક્સેસ ટનલને નિશાન બનાવવા માટે પેવવે IV ગાઇડેડ બોમ્બનો (Paveway IV guided bombs) ઉપયોગ કર્યો હતો. વિગતવાર મૂલ્યાંકન ચાલી રહ્યું છે, પરંતુ પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે લક્ષ્યને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યું હતું.

Advertisement

સીરિયાનો કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યો નથી

UK France Syria Airstrikes :  બ્રિટિશ સંરક્ષણ સચિવ જોન હીલીએ કહ્યું, "આ કાર્યવાહી યુકેના નેતૃત્વ અને મધ્ય પૂર્વમાં ISIS અને તેની હિંસક વિચારધારાને નાબૂદ કરવા માટે અમારા સાથીઓ સાથે ખભા મિલાવીને ઊભા રહેવાના અમારા દૃઢ નિશ્ચયને દર્શાવે છે." આ હુમલાઓ પર સીરિયન સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ગયા વર્ષના અંતમાં સીરિયા ISIS વિરોધી ગઠબંધનમાં જોડાયું હતું.

સીરિયામાં IS સ્લીપર સેલ અસ્તિત્વમાં છે

નોંધનીય છે કે 2019 માં સીરિયામાં તેની હાર છતાં, ISIS સ્લીપર સેલ હજુ પણ સીરિયા અને ઇરાકમાં ઘાતક હુમલાઓ કરે છે. યુએન નિષ્ણાતો કહે છે કે ISIS હજુ પણ સીરિયા અને ઇરાકમાં તેના ભૂતપૂર્વ ગઢમાં 5,000 થી 7,000 સભ્યોને આદેશ આપે છે. ગયા મહિને, ટ્રમ્પ વહીવટીતંત્રે પાલમિરા નજીક થયેલા હુમલાના જવાબમાં સીરિયામાં લશ્કરી હુમલાઓ શરૂ કર્યા હતા જેમાં બે યુએસ સૈનિકો અને એક અમેરિકન નાગરિકનું મોત થયું હતું.

આ પણ વાંચો: India stand on Venezuela: અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી પર ભારતે આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×