Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

UPI Launch in Israel : ઈઝરાયેલમાં વાગશે ભારતનો ડંકો! હવે ત્યાં પણ સ્કેન કરીને કરી શકાશે UPI પેમેન્ટ

ઈઝરાયેલના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ ભારતીયોને એક એવી ભેટ આપી છે જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી. હવે જેરુસલેમ કે તેલ અવીવની બજારોમાં શોપિંગ કરતી વખતે તમારે ડોલર કે શેકેલની ચિંતા કરવાની જરૂર નથી. ભારતની ટેકનોલોજીનો ડંકો હવે મધ્ય પૂર્વના આ શક્તિશાળી દેશમાં પણ વાગશે, પરંતુ આ સિવાય પણ રક્ષા અને ટેકનોલોજીમાં જે મોટા કરારો થયા છે તે ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે.
upi launch in israel   ઈઝરાયેલમાં વાગશે ભારતનો ડંકો  હવે ત્યાં પણ સ્કેન કરીને કરી શકાશે upi પેમેન્ટ
Advertisement
  • UPI Launch in Israel : ઈઝરાયેલમાં પણ વાગશે ભારતનો ડંકો
  • PM મોદીની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન ઐતિહાસિક સમજૂતી
  • ભારતીય પ્રવાસીઓ હવે QR કોડ સ્કેન કરી કરી શકશે પેમેન્ટ
  • રોકડ કે મોંઘા ફોરેન કાર્ડ રાખવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ
  • NPCI અને ઈઝરાયેલની Masav વચ્ચે પેમેન્ટ સિસ્ટમ જોડવા MoU

UPI Launch in Israel : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી [Narendra Modi] ની ઈઝરાયેલ મુલાકાતના બીજા દિવસે એટલે કે 26 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત અને ઈઝરાયેલ વચ્ચે એક ઐતિહાસિક અને ડિજિટલ ક્રાંતિ સમાન સમજૂતી થઈ છે. વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ [Benjamin Netanyahu] વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જાહેરાત કરવામાં આવી કે હવે ભારતનું યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ઈઝરાયેલમાં પણ સત્તાવાર રીતે કાર્યરત થશે. પીએમ મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મને ગર્વ છે કે હવે ભારતની ડિજિટલ શક્તિનો લાભ ઈઝરાયેલમાં રહેતા અને મુલાકાત લેતા ભારતીયોને મળશે."

UPI Launch in Israel : NPCI અને Masav વચ્ચે ઐતિહાસિક કરાર

આ સુવિધા શરૂ કરવા માટે ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ઈઝરાયેલની મુખ્ય પેમેન્ટ એજન્સી 'Masav' વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) સાઈન કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ બંને દેશોની પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે જોડવામાં આવશે. જેના કારણે ભારતીય પ્રવાસીઓ, ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, બિઝનેસ ટ્રાવેલર્સ અથવા ત્યાં સ્થાયી થયેલા એનઆરઆઈ [NRI] હવે ભીમ (BHIM), ફોન-પે (PhonePe), ગૂગલ-પે (Google Pay) કે પેટીએમ (Paytm) જેવી એપ્સ દ્વારા સીધો QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકશે. શરૂઆતમાં આ ટ્રાન્ઝેક્શન ભારતીય રૂપિયામાં થશે, જે તુરંત જ ઈઝરાયેલી ચલણ 'શેકેલ' [Israeli Shekel] માં કન્વર્ટ થઈ જશે.

Advertisement

Advertisement

સામાન્ય ભારતીયોને થનારા પાંચ મોટા ફાયદા

  1. ટૂરિઝમમાં સરળતા: ઈઝરાયેલની મુલાકાતે જતાં લાખો ભારતીય પ્રવાસીઓને હવે રોકડ રકમ અથવા મોંઘા ફોરેન કરન્સી કાર્ડ રાખવાની જરૂર નહીં પડે.
  2. નાના ખર્ચાઓમાં રાહત: સ્ટ્રીટ ફૂડ, લોકલ માર્કેટમાં ખરીદી, ટેક્સીનું ભાડું કે હોટલ બિલ - બધું જ એક ક્લિક પર ચૂકવી શકાશે.
  3. વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ: ઈઝરાયેલમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ ઊંચા એક્સચેન્જ રેટ અને બેંક ચાર્જિસ ભર્યા વગર સ્થાનિક પેમેન્ટ કરી શકશે.
  4. બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સ: બંને દેશો વચ્ચે વેપાર કરતી કંપનીઓ માટે પેમેન્ટ પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.
  5. વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુ: ફ્રાન્સ, યુએઈ અને સિંગાપોર બાદ ઈઝરાયેલમાં UPIનું આગમન ભારતની ટેકનોલોજીકલ તાકાતનો પુરાવો છે.

રક્ષા અને ટેકનોલોજીમાં નવા સીમાચિહ્નો

UPI ઉપરાંત, પીએમ મોદી અને નેતન્યાહૂની આ બેઠકમાં ભારત-ઈઝરાયેલના સંબંધોને 'સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' [Strategic Partnership] તરીકે નવી ઊંચાઈ આપવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી અને એજ્યુકેશનમાં સહયોગ વધારવા માટે 'ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ'ની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં, બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ને વહેલી તકે ફાઈનલ કરવા તેમજ ડિજિટલ હેલ્થ મિશનમાં ભારતના અનુભવો ઈઝરાયેલ સાથે શેર કરવા પર પણ સહમતિ સધાઈ છે. આ મુલાકાત માત્ર ડિજિટલ પેમેન્ટ જ નહીં, પરંતુ રક્ષા અને ઇનોવેશનના ક્ષેત્રમાં પણ ભારતની વૈશ્વિક પકડ મજબૂત કરશે.

આ પણ વાંચો : Canada India Relations: ભારત મુલાકાત પહેલા કેનેડાના PM માર્ક કાર્ની એ ભારતને હિંસક ગુનાઓના તમામ આરોપ પર આપી ક્લીનચીટ!

Tags :
Advertisement

.

×