અમેરિકાની સેનામાં ચીનને રોકવાની ક્ષમતા નથી!, 200 નવા B-21 બોમ્બરની જરૂર
. ચીનની મિસાઈલ ક્ષમતા અને એરફોર્સનો સામનો કરવા માટે અમેરિકાને 200 નવા B-21 બોમ્બર્સની જરૂર
. અહેવાલ અનુસાર, અમેરિકા હાલ ચીનની મુખ્ય ભૂમિ પર ઊંડે સુધી હુમલો કરવાની ક્ષમતા ગુમાવી રહ્યું છે
. B-21 ઉપરાંત, ચીન પર સરસાઈ માટે 300 નવી છઠ્ઠી પેઢીના F-47 જેટ્સ બનાવવાની પણ સલાહ આપવામાં આવી
US B-21 Bombers vs China Military Strength : અમેરિકાની એરફોર્સ (US Airforce) ને પોતાની શક્તિ વધારવાની જરૂર લાગે છે. અમેરિકાને 200 નવા B-21 બોમ્બર્સને પોતાની એરફોર્સમાં સામેલ કરવા માટે કામ કરવું પડશે. તેનું સૌથી મોટું કારણ ચીન (China) ની વધતી શક્તિનો મુકાબલો કરવાનું છે.
અમેરિકા (America) ની એરફોર્સનું સમર્થન કરનારી એક થિંક ટેન્કે કહ્યું છે કે ચીન સાથે ભવિષ્યની કોઈ લડાઈ જીતવા માટે યૂએસ બોમ્બર ફોર્સની હાલની શક્તિ પુરતી નથી. ખાસ કરીને સ્ટ્રેટજિક બોમ્બર્સની અછતને પૂરણ કરવા માટે એરફોર્સને 200 નવા B-21 બોમ્બરની જરૂરત છે.
મિશેલ ઈન્સ્ટિટ્યૂટ ફોર એરોસ્પેસ સ્ટડીઝ ( Mitchell Institute For Airospace Studies) ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો તાઈવાન (Taiwan) અથવા કોઈ અન્ય પ્રાદેશિક સહયોગીને લઈને અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ છેડાય છે, તો ચીનના આંતરિક વિસ્તારોમાં હુમલા કરવા માટે મોટી બોમ્બર ફોર્સની જરૂરત છે. હાલના સમયમાં અમેરિકાની મિલિટ્રી પાસે ચીનની સીમાની અંદર હુમલા કરવા અને ચીનની સેના -પીપલ્સ લિબરેશન આર્મી (People's Libration Army - PLA) ને રોકવા માટે કોલ્ડ વોર (Cold War) બાદના યુદ્ધવિમાનોની શક્તિ નથી.
આ પણ વાંચો: વિશ્વની ટૉપ-5 નેવીમાં ભારતીય નૌસેનાને મળ્યું નહીં સ્થાન, ચીન-પાકિસ્તાનનું રેન્કિંગ જાણો
ચીનની સેનાની નહીં રોકી શકાય
મિશેલ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની એરફોર્સ ચીનની અંદર ઓપરેશનલ આશ્રયસ્થાનોથી પીએલએને લાંબા અંતરના હવાઈ અને મિસાઈલ હુમલા કરવાથી રોકવા માટેની પોતાની ક્ષમતા ગુમાવી રહી છે. આ ઉણપ ચીનના હુમલા રોકવા અને યુદ્ધ જીતવાની યૂએસ મિલિટ્રીની ક્ષમતાને ઘટાડી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેન્ટાગનની હાલની યુદ્ધ રણનીતિ પીએલએને તાઈવાન પર કબજોકરવાથી રોકવા સુધી મર્યાદીત છે. જો કે તેનાથી વધારે એક સંતુલિત યુદ્ધ રણનીતિમાં હવાઈહુમલા સામેલ હોવા જોઈએ, જે હવા, જમીન અને સમુદ્રમાં મુખ્ય ભૂમિથી લાંબા અંતર સુધી હાઈ-ડેન્સિટી થ્રેટ ગઢ બનાવવાની ક્ષમતાઓને રોકે.
આ પણ વાંચો: ચીન સાથે નહેરુએ કેમ કર્યો હતો પંચશીલ કરાર? CDS અનિલ ચૌહાને જણાવી તિબેટવાળી વાત
પ્રચંડ હુમલા જ બહેતર બચાવ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક મજબૂત હુમલો સૌથી સારો બચાવ છે. યુદ્ધ જીતનારા અમેરિકાના અભિયાનમાં ચીનની મિલિટ્રી લીડરશિપ, કમાન્ડ કંટ્રોલ અને લાંબા અંતરની યુદ્ધ શક્તિઓની વિરુદ્ધ સ્ટ્રેટજિક હુમલા સામેલ હોવા જોઈએ. આ હવે પશ્ચિમી-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાની સેનાના અસરદાર રીતે કામ કરવાની ક્ષમતા માટે ખતરો છે.
અમેરિકાની મિલિટ્રી ફોર્સ હાલ ચીનના મિસાઈલ અને એરફોર્સ માટે આંતરિક વિસ્તારોમાં આશ્રય આપવાથી રોકી શકે તેમ નથી, કારણ કે દશકાઓથી ફોર્સમાં ઘટાડો થતો રહ્યો છે. આ કારણથી એરફોર્સની લાંબા અંતરના સ્ટિલ્થ બોમ્બર્સની ફ્લિટ ઓછી થઈ ચુકી છે. તેવામાં એરફોર્સને જલ્દીમાં જલ્દી 200 B-21 બોમ્બર બનાવીને ફરીથી મજબૂત બનાવવી પડશે, કે જેથી ચીનને રોકી શકાય.
F-47 નું પણ પ્રોડક્શન વધારવાની ભલામણ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથેની લડાઈમાં ઓપરેશનલ ફાયદો ઉઠાવવા માટે મોટી સંખ્યામાં બી-21 બોમ્બર્સ જરૂરી છે. તેના સિવાય 300 નવી છઠ્ઠી પેઢીના F-47 જેટ બનાવવા પર પણ રિપોર્ટમાં ભાર મૂકવામાં આવ્યો છે. F-47 અને B-21 મળીને ચીનમાં કોઈપણ ટાર્ગેટને ધ્વસ્ત કરી શકશે અને પીએલએની મિસાઈલ ક્ષમતાઓને પણ ખતમ કરી શકશે.
આ પણ વાંચો: China Nuclear Sites: ચીનના ખતરનાક મનસૂબા સામે આવ્યા, ડ્રેગને પહાડ ખોદીને બનાવ્યા પરમાણુ ઠેકાણા


