US માં આકાશમાં બે Fighter Jet વચ્ચે ભીષણ ટક્કર, હવામાં Crash થતા ભયાનક અગ્નિતાંડવ
- US Fighter Jet Crash: આકાશમાં જ બે ફાઇટર જેટ અથડાયા
- US એર શોમાં બે ફાઇટર જેટ વચ્ચે ટક્કર બાદ લાગી આગ
- ચારેય પાયલોટ્સ પેરાશૂટની મદદથી સુરક્ષિત બચ્યા
- માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ પર 8 વર્ષ બાદ આયોજિત શોમાં દુર્ઘટના
- આયોજકોએ સુરક્ષાના કારણોસર રવિવારની તમામ ઈવેન્ટ્સ રદ કરી
US Fighter Jet Crash: અમેરિકાના આકાશમાં આયોજિત એક શાનદાર પ્રદર્શનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યારે બે ફાઈટર વિમાન હવામાં ઉડી રહ્યા હતા, ત્યારે એક ભયાનક ગર્જના સાથે વાતાવરણ પલટાઈ ગયું. હજારો લોકોની નજર જે કરતબ પર ટકેલી હતી, તે સેકન્ડોમાં જ ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. આ ભયાનક અગ્નિતાંડવમાં પાયલોટ્સના નસીબમાં શું લખ્યું હતું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.
અમેરિકાના એર શોમાં (Air Show) સર્જાયો દુર્ઘટના
અમેરિકામાં માઉન્ટેન હોમ એરફોર્સ બેઝ (Mountain Home Air Force Base) ખાતે આયોજિત ગનફાઇટર સ્કાઇઝ એર શો (Gunfighter Skies Air Show) માં એક મોટી દુર્ઘટના ઘટી. આ કાર્યક્રમ દરમિયાન બે શક્તિશાળી અમેરિકન EA-18G ગ્રોલર (EA-18G Growler) ફાઇટર જેટ હવામાં એકબીજા સાથે અથડાયા. આ ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં બંને વિમાનો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા. અકસ્માત થતાની સાથે જ સમગ્ર એરબેઝ પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી.
આ પણ વાંચો---- વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો, જાણો 2016 થી અત્યાર સુધી PM Modi ને મળેલા તમામ એવોર્ડ્સ
Fighter Jet વચ્ચે જ્વલંત ટક્કર અને કચ્ચરઘાણ
હવામાં થયેલી આ ટક્કર બાદ વિમાનોના ટુકડા જમીન પર પડવા લાગ્યા. આ વિમાનો એરબેઝથી લગભગ 2 માઇલ દૂર ક્રેશ (Crash) થયા હતા. આ અકસ્માતનો વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક જોખમી દાવપેચ (Maneuver) કરતી વખતે વિમાનો અથડાયા હતા. આ દુર્ઘટના બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. ઈમરજન્સી ક્રૂ (Emergency Crew) ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી.
અમેરિકાના ઇડાહોમાં એર શો દરમિયાન અકસ્માત
હવામાં બે લડાકુ વિમાન એકબીજા સાથે ટકરાયા
માઉન્ટેન હોમ એર ફોર્સ બેઝ પર યોજાયો હતો એર શો
'ગનફાઇટર સ્કાયઝ એર શો'માં બે EA-18G જેટ ટકરાયા
ટક્કર બાદ બંને લડાકુ વિમાનમાં લાગી ભયંકર આગ
વિમાન ક્રેશ થવાનો ભયાનક વીડિયો સામે આવ્યો
દુર્ઘટના પહેલા 4… pic.twitter.com/B5uc0jjdOC— Gujarat First (@GujaratFirst) May 18, 2026
પાયલોટ્સનો (Pilots) ચમત્કારિક બચાવ
આ ભયાનક ટક્કર વચ્ચે એક મોટી જાનહાનિ ટળી છે. જ્યારે વિમાનો હવામાં અથડાયા, ત્યારે થોડી જ સેકન્ડોમાં આકાશમાં ચાર પેરાશૂટ (Parachutes) ખુલતા જોવા મળ્યા. ચારેય ક્રૂ સભ્યોએ સમયસૂચકતા વાપરીને ઈજેક્ટ (Eject) કર્યું અને તેઓ સુરક્ષિત રીતે જમીન પર ઉતરી આવ્યા. શોના ઉદ્ઘોષકે (Announcer) તમામ દર્શકોને પાયલોટ્સ સુરક્ષિત હોવાની માહિતી આપી. આ ચમત્કારિક બચાવે લોકોમાં થોડી રાહત આપી છે.
BREAKING: 2 U.S. Navy Super Hornets/Growlers crash and collide during Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base in Idaho.
Aviation sources tell KTVB that both aircrews ejected safely. pic.twitter.com/GPsdrwTFWq
— Open Source Intel (@Osint613) May 17, 2026
US Fighter Jet Crash: કાર્યક્રમ રદ અને તપાસના આદેશ
આ અકસ્માત બાદ આયોજકોએ રવિવારે યોજાનારા અન્ય તમામ કાર્યક્રમો રદ (Cancel) કરી દીધા હતા. માઉન્ટેન હોમ એરફોર્સ બેઝના પ્રવક્તાએ જણાવ્યું કે એક વિશેષ તપાસ ટીમ (Investigation Team) અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. આ આયોજન માટે છેલ્લા 2 વર્ષથી તૈયારીઓ ચાલી રહી હતી. આ ઘટનાએ વર્ષ 2018 અને 2003 માં આ એરબેઝ પર થયેલા જૂના અકસ્માતોની યાદો ફરી તાજી કરી દીધી છે.
આ પણ વાંચો---- Donald Trump ની ઈરાનને અંતિમ ચેતવણી, "સમય ઓછો છે, નહીંતર નામોનિશાન મટી જશે!"


