અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની બેડરૂમમાંથી કરી ધરપકડ
- અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી (Nicolas Maduro Arrest )
- રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સાથે તેમની પત્નીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા
- ડોનાલ્ડ ટ્રમ્પે માદુરો અને તેમની પત્નીની ધરપકડનું લાઇવ કવરેજ નિહાળ્યું
અમેરિકી સેનાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને (US Army arresting Venezuela President Nicolas Maduro) તેમના બેડરૂમમાંથી ઢસેડીને બહાર કાઢયા હતા આ ઓપરેશનનો લાઇવ કવરેજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટીવી શોની જે જોઈ રહ્યા હતા.ટ્રમ્પે અમેરિકી સેનાના ભારે વખાણ કર્યા હતા.
લોખંડી સુરક્ષા તોડીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની કરી ધરપકડ
અમેરિકી સેનાએ વેનેઝુએલામાં અત્યાર સુધીનું સૌથી આક્રમક સૈન્ય ઓપરેશન પાર પાડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિએ અમેરિકી સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનની લોખંડી સુરક્ષા તોડી પાડી હતી અને સીધા રાષ્ટ્રપતિના ખાનગી નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. યુએસ સૈનિકોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને તેમના બેડરૂમમાંથી ઢસડીને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા.
Nicolas Maduro Arrest : ટ્રમ્પે લાઈવ' જોયું ઓપરેશન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump watching live coverage of military operation) આ ઘટનાનો ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, તેમણે આ સમગ્ર ઓપરેશન ફ્લોરિડા સ્થિત પોતાની 'માર-એ-લાગો' ક્લબમાંથી લશ્કરી જનરલો સાથે બેસીને રિયલ-ટાઇમમાં નિહાળ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, "તે કોઈ ટીવી શો જેવું હતું. અમે રૂમમાં બેસીને સ્ટીલના દરવાજા તૂટતા અને ઓપરેશનની દરેક પળ લાઈવ જોઈ." તેમણે અમેરિકી સેનાના સાહસના ભારોભાર વખાણ કરતા આ મિશનને અત્યંત જટિલ ગણાવ્યું હતું.
Nicolas Maduro Arrest : રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનો કેસ ન્યૂ યોર્કની અદાલતમાં ચાલશે
ન્યૂ યોર્કની અદાલતમાં ચાલશે કેસ યુએસ અધિકારીઓનો દાવો છે કે આ ઓપરેશનમાં અમેરિકી સેનાને કોઈ જાનહાનિ થઈ નથી. નિકોલસ માદુરોને હવે વેનેઝુએલાથી સીધા ન્યૂ યોર્ક લાવવામાં આવી રહ્યા છે, જ્યાં મેનહટન ફેડરલ કોર્ટમાં તેમની સામે વિવિધ ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવશે. યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ સ્પષ્ટ કર્યું છે કે માદુરો ટૂંક સમયમાં અમેરિકી ધરતી પર અદાલતનો સામનો કરશે.વિપક્ષે મોટો આરોપ લગાવ્યો અને કહ્યું 'આ અપહરણ છે' બીજી તરફ, વેનેઝુએલાના શાસક પક્ષના નેતા નહુમ ફર્નાન્ડીઝે આ ઘટનાને 'અપહરણ' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા ફોર્ટ ટિયુના લશ્કરી છાવણીમાં નિદ્રાધીન હતા, ત્યારે અમેરિકાએ મોટા પાયે બોમ્બમારો કરી તેમનું અપહરણ કર્યું હતું. જોકે, અમેરિકાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે માદુરો હવે તેમના શિકંજામાં છે અને તેમને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Nicolas Maduro Arrest : કોણ છે નિકોલસ માદુરો? જેને પકડવા અમેરિકાએ ખર્ચ્યા કરોડો રૂપિયા


