Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

US seizes Russian Marinera : ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? અમેરિકાએ રશિયન ટેન્કર મરિનેરાને કર્યું જપ્ત

અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉત્તર એટલાન્ટિકમાં રશિયન સબમરીન અને યુદ્ધ જહાજોની હાજરી હોવા છતાં, યુએસ આર્મી અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં રશિયન તેલ ટેન્કર 'મરિનેરા' ને જપ્ત કરી લીધું છે. બ્રિટનની રોયલ એર ફોર્સના સહયોગથી કરાયેલી આ કાર્યવાહી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદનું મોટું પગલું છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
us seizes russian marinera   ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા  અમેરિકાએ રશિયન ટેન્કર મરિનેરાને કર્યું જપ્ત
Advertisement
  • અમેરિકાએ રશિયન ટેન્કર મરિનેરાને જપ્ત કર્યું (US seizes Russian Marinera )
  • આ કાર્યવાહી બાદ વધી શકે છે US-રશિયા વચ્ચે તણાવ
  • બ્રિટનની રોયલ એર ફોર્સે આ ટેન્કરની માહિતી કરી હતી શેર

અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ હવે ખતરનાક મોડ પર પહોંચ્યો છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અઠવાડિયા સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ, યુનાઇટેડ સ્ટેટ્સે રશિયન ધ્વજ ધરાવતા તેલ ટેન્કર 'મરિનેરા' ને સફળતાપૂર્વક જપ્ત કરી લીધું છે. આ કાર્યવાહી તે સમયે કરવામાં આવી જ્યારે રશિયન નૌકાદળના યુદ્ધ જહાજો અને સબમરીન પણ તે જ વિસ્તારમાં હાજર હતા. અમેરિકાની આ કાર્યવાહીથી ત્રીજા વિશ્વયુદ્વના ભણકારા વાગી રહ્યા છે.

US seizes Russian Marinera  : હાઈ-વોલ્ટેજ મિલિટરી ઓપરેશન

યુએસ યુરોપિયન કમાન્ડે બુધવારે પુષ્ટિ કરી કે, વેનેઝુએલા સાથે તેલના વેપારમાં સંકળાયેલા રશિયન ટેન્કર 'મરિનેરા' ને યુએસ આર્મી અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં જપ્ત કરવામાં આવ્યું છે. ફેડરલ કોર્ટના વોરંટના આધારે પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ આ પગલું લેવાયું છે. રશિયન જહાજે સમુદ્રની મધ્યમાં પોતાની ઓળખ છુપાવવા ધ્વજ અને નોંધણી બદલી નાખી હતી, પરંતુ યુએસ અધિકારીઓ તેને અઠવાડિયાથી ટ્રેક કરી રહ્યા હતા.

Advertisement

Advertisement

US seizes Russian Marinera : બ્રિટન અને અમેરિકાની સંયુક્ત વ્યુહરચના

અમેરિકાનું 'માસ્ટર-સ્ટ્રોક' ઓપરેશન યુએસ યુરોપિયન કમાન્ડે પુષ્ટિ કરી છે કે વેનેઝુએલા સાથે તેલના ગેરકાયદે વેપારમાં સંકળાયેલા 'મરિનેરા' ટેન્કરને ફેડરલ કોર્ટના વોરંટ આધારે જપ્ત કરાયું છે. રશિયન જહાજે પકડાવાથી બચવા માટે સમુદ્રની મધ્યમાં જ પોતાનો ધ્વજ અને રજીસ્ટ્રેશન બદલી નાખ્યા હતા, પરંતુ અમેરિકી કોસ્ટ ગાર્ડ અને આર્મીએ તેને આધુનિક સેટેલાઈટ ટ્રેકિંગ દ્વારા શોધી કાઢ્યું હતું. આઇસલેન્ડ નજીક જ્યારે રશિયન સબમરીન સુરક્ષા આપી રહી હતી, ત્યારે જ અમેરિકાએ આ સાહસિક ઓપરેશન પાર પાડ્યું.

વેનેઝુએલા કનેક્શન અને માદુરોની ધરપકડ

આ કાર્યવાહી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ની ધરપકડના થોડા જ દિવસો બાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુએસ સ્પેશિયલ ફોર્સે કારાકાસમાં ઓપરેશન હાથ ધરી માદુરોને ડ્રગ હેરફેરના આરોપમાં પકડી લીધા છે. વેનેઝુએલાએ આને "અપહરણ" ગણાવ્યું છે અને આરોપ લગાવ્યો છે કે અમેરિકા તેના તેલ ભંડાર પર કબજો મેળવવા માંગે છે.

આ પણ વાંચો: અમેરિકન સ્ટ્રેટજિસ્ટે ઈરાનને ગણાવ્યું ટ્રમ્પનો આગામી ટાર્ગેટ, કહ્યુ-આ તબાહીનો નુસ્ખો

Tags :
Advertisement

.

×