ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બગરામ એરબેઝ પર અમેરિકાનું C-17 Cargo Plane થયું લેન્ડ....શું તાલિબાને કરી પીછેહઠ ???

Afghanistanમાં તાલિબાની કબ્જા હેઠળના Bagram Airbase પર યુએસ આર્મીનું C-17 કાર્ગો પ્લેન લેન્ડ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જેમાં શું તાલિબાને કરી પીછેહઠ ???, શું ટ્રમ્પથી ડરી ગયા છે તાલિબાનો ??? શું અમેરિકાની ચીન વિરોધી રણનીતિ હેઠળ ભરાયું છે આ પગલું ??? વાંચો વિગતવાર
02:16 PM Apr 07, 2025 IST | Hardik Prajapati
Afghanistanમાં તાલિબાની કબ્જા હેઠળના Bagram Airbase પર યુએસ આર્મીનું C-17 કાર્ગો પ્લેન લેન્ડ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જેમાં શું તાલિબાને કરી પીછેહઠ ???, શું ટ્રમ્પથી ડરી ગયા છે તાલિબાનો ??? શું અમેરિકાની ચીન વિરોધી રણનીતિ હેઠળ ભરાયું છે આ પગલું ??? વાંચો વિગતવાર
US C-17 Cargo Plane Bagram Airbase Gujarat First

Kabul: અફઘાનિસ્તાનનું Bagram Airbase અનેક રીતે ખાસ છે. યુદ્ધની રણનીતિ અનુસાર તેનું લોકેશન વૈશ્વિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ મનાય છે. અમેરિકાના Afghanistanમાં 20 વર્ષના યુદ્ધ દરમિયાન બગરામ એર બેઝ યુએસ આર્મીનો ગઢ હતો. આ Bagram Airbase પર યુએસ આર્મીનું C-17 કાર્ગો પ્લેન લેન્ડ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વમાં ચણભણાટ શરૂ થઈ ગયો છે. જો કે Taliban સાથેના કરાર બાદ યુએસ આર્મીનું US C-17 Cargo Plane ઉતર્યુ હોઈ શકે છે. તાલિબાને હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

શું તાલિબાનોએ પીછેહઠ કરી લીધી ?

તાલિબાને Bagram Airbase અમેરિકાને પાછું સોંપી દીધું હોય તો જ આવી ઘટના ઘટી શકે. જેમાં યુએસ આર્મીનું C-17 કાર્ગો પ્લેન બગરામ એરબેઝ પર લેન્ડ થઈ શકે. તાલિબાન દ્વારા પ્રાદેશિક વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હોય અથવા તાલિબાનોએ પીછેહઠ કરી લીધી હોય તો જ આ એરબેઝ પર અમેરિકન વિમાન જોવા મળી શકે છે. પાકિસ્તાની પત્રકાર ઝાર્ક શબાબનો દાવો છે કે યુએસ એરફોર્સનું એક C-17 Cargo Plane તાજેતરમાં બગ્રામ એરબેઝ પર ઉતર્યું છે. તેમાં લશ્કરી વાહનો, સાધનો અને ગુપ્તચર એજન્સી CIA ના અધિકારીઓ હાજર હતા. Taliban સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આ પાકિસ્તાની દાવાનું ખંડન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ  બે બ્રિટિશ સાંસદોની ઈઝરાયેલમાં No Entry, એરપોર્ટ પર જ અટકાયત...રોષે ભરાયું બ્રિટન

બગરામ એરબેઝ પર છે ચીનની નજર

Afghanistanમાંથી અમેરિકી દળો પરત ખેંચી લેવાયા ત્યારથી Bagram Airbase તાલિબાનના નિયંત્રણમાં આવ્યું હતું. ચીન પણ બગરામ એરબેઝ પર નજર રાખી રહ્યું હતું. તાજેતરમાં ચીનની એક ટીમ પણ આ એરબેઝ પર પહોંચી હતી. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બગરામ એરબેઝ અંગે ચેતવણી આપી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ એરબેઝ પર ઉતરનારાઓમાં અમેરિકન ગુપ્તચર એજન્સી CIAના ડેપ્યુટી ચીફ પણ હાજર હતા.

તાલિબાનનો સ્વાર્થ

અગાઉ તાલિબાને વ્યૂહાત્મક રીતે મહત્વના Bagram Airbase અમેરિકાને પરત કરવાનો ઇનકાર કર્યો હતો. તાલિબાને આને પોતાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જો કે યુએસ આર્મીના કાર્ગો પ્લેનના બગરામ એરબેઝ પર લેન્ડ થવાથી તાલિબાને અમેરિકા તરફી પોતાનું વલણ બદલ્યું હોઈ શકે છે. બની શકે અમેરિકા અને Taliban કોઈ વાતે સહમત થયા હોય. જેમાં તાલિબાનનો સ્વાર્થ અમેરિકા તરફથી પૈસા અને રાજદ્વારી માન્યતા મેળવવાનો હોઈ શકે છે. ચીનની સરહદ બગરામ એરબેઝથી માત્ર થોડાક સો કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાં ચીનનો પરમાણુ કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. જો યુએસ આર્મી Bagram Airbase પાછી ફરે તો ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ચીન Afghanistanમાં અબજો ડોલરના ખનિજ ખજાના પર નજર માંડી બેઠું છે. ચીન અત્યારે અફઘાનિસ્તાનમાં ભારે રોકાણ પણ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ  USA Tariffs : ટ્રમ્પના ટેરિફ વોરમાં વિશ્વભરના બજાર ધડામ, જાણો કયા કેવી છે સ્થિતિ

Tags :
Afghan MineralsAfghanistan StrategyBagram AirbaseBagram Airbase SignificanceBagram Airbase TransferChina’s Bagram InterestsChina’s InterestsCIA OfficersGujarat FirstGUJARAT FIRST NEWSPakistani Journalist Zarq ShababTaliban ControlTaliban RetreatUS Anti-China StrategyUS Army BagramUS C-17 Cargo PlaneUS Military Equipment in AfghanistanUS-Taliban Agreement
Next Article